SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત :પ્રારંભ (૨) પ્રારંભ; પ્રસ્તાવના. ઉભગેલા કંટાળેલા ઉભય ન્યતા બન્નેનો અભાવ. ઉભયબંધ :ભાવબંધના નિમિત્તે પુલકર્મ અને જીવના પ્રદેશોનો જે પરસ્પર બંધ્ય-બંધકભાવ અર્થાત એકરૂપ મળી જવું તે જ ઉભયબંધ કહેવાય છે. ભાવાર્થઃ- જે બાંધનાર છે તે બંધક કહેવાય છે. અને જે બંધાનાર છે તે બંધ્ય કહેવાય છે. જયારે બાંધનાર આત્મા અને બંધાનાર કર્મ બન્ને મળી જાય છે. ત્યારે બંધ્ય-બંધક ભાવ કહેવાય છે. એનું જ નામ ઉભયબંધ છે. આત્માના પ્રદેશ અને કર્મના પ્રદેશ બન્ને એકક્ષેત્રાવગાહી અર્થાત એકરૂપે મળી જાય છે. તેને જ ઉભયબંધ કહે છે. આ બંધ પણ રાગદ્વેષરૂપ ભાવબંધના નિમિત્તે જ થાય છે. ઉભયરૂષ :બન્ને રૂપમય ઉમેદવારીવાળાં યોગ્યતાવાળાં. ઉર :હૃદય ઉદ્ઘપણે સ્પષ્ટપણે ઉર્ધ્વગતિ :ઊંચે જવું. ઊર્ધ્વગમન :મોક્ષદશા; સદ્ગતિ; શુદ્ધગતિ. ઊર્ધ્વગમન સ્વભાવ :આત્મા પોતાના ઉગમન સ્વભાવને કારણે, લોકાગ્રે જઇ સ્થિર રહે છે, આત્મા સૂક્ષ્મ, હળવો છે. તેનો ઉર્ધ્વગમન સ્વભાવ છે. અહીં કોઇ પૂછે કે આત્માનો ઊંચો જવાનો સ્વભાવ છે, તો આજ સુધી ઊંચે કેમ ન ગયો? તેનો ઉત્તર એ છે કે-દરેક જીવ ઉચ્ચપણું ઇચ્છે છે, છતાં પોતાના અજ્ઞાનના કારણે, દેહાદિ પર વસ્તુમાં રાગ-દ્વેષ-મોહવડે, ઉપાધિરૂપ કર્મબંધનમાં અટકયો છે. જ્યાં સુધી સ્વસમ્મુખ પૂર્ણપણે સ્વરૂપસ્થિરતા ન કરે ત્યાં સુધી, પોતાનો ઉર્ધ્વગમન સ્વભાવ પ્રગટ થતો નથી; પૂર્ણ શુદ્ધ થતાં શક્તિરૂપે મોક્ષ સ્વભાવ હતો તે પ્રગટ થતાં, તે જ સમયે ઊર્ધ્વગમન સ્વભાવ નામની શક્તિ પ્રગટ થાય છે. દેહાદિ કર્મબંધનથી છૂટયા પછી, તેનું નીચું રહેવું શક્ય નથી. આત્મા અરૂપી સૂક્ષ્મ છે, હળવો છે; હળવી ચીજ ઉપર જ ૨૩૪ જાય. માટીનો લેપ લગાડેલું તુંબડીને કૂવામાં નાખો તો તે ડૂબી જાય છે. પણ માટી ધોવાતાં તું બડી ઉપર આવે છે; તેમ ચૈતન્ય ભગવાન આત્માને કર્મયુગલના પરમાણુઓનો સંબંધ હતો, પણ તેનો જ્ઞાન-ધ્યાનથી નાશ કર્યો, તેથી પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપે, ઉપર લોકને છેડે બિરાજે છે.. ઉર્ધ્વગામી:મોક્ષગામી ઉર્વતાસામાન્ય સ્વરૂપ દ્રવ્ય :કાળની અપેક્ષાએ ટકવું તેને અર્થાત્ કાળ અપેક્ષિત પ્રવાહને ઊંચાઇ અથવા ઉર્ધ્વતા કહેવામાં આવે છે. ઊર્ધ્વતા સામાન્ય, અર્થાત્ અનાદિ-અનંત ઊંચો (કાળ-અપેક્ષિત) પ્રવાહ સામાન્ય, તે દ્રવ્ય છે. વળી વસ્તુ તો ઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ દ્રવ્યમાં, સહભાવી વિશેષ સ્વરૂપ (સાથે સાથે રહેનારા વિશેષો-ભેદો જેમનું સ્વરૂપ છે એવા) ગુણોમાં અને ક્રમભાવી વિશેષ સ્વરૂપ પર્યાયોમાં રહી થકી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય અસ્તિત્વથી બનેલી છે; માટે વસ્તુ પરિણામ સ્વભાવી જ છે. ઉર્વપ્રચય રૂ૫ :ક્રમવર્તી; ક્રમપણે, ક્રમવર્તી ઉર્વમન જે ઊંચે જવા માંગે છે તે. ઉર્વલોક :સ્વર્ગ; મોક્ષ. ઉલુકણ :મૂંઝવણ; ગૂંચવણ; આંટી; મુશ્કેલી; કોયડો. ઉલટી :ઉલસી (૨) અવળો. ઉલ્લંઘતો નથી છોડતો નથી. ઉલ્લંઘન ઓળંગી જવાની ક્રિયા; વળોટવું એ; હદબહાર જવાપણું, અતિક્રમ; અનાદર; ઓળંગી જવું એ ; ઓળંગવું; આજ્ઞાભંગ, શાસન કે હુકમનો ભંગ. (૨) નહિ અનુસરવું; (૩) આજ્ઞાનો ભંગ કરવો; (૪) ઓળંગવું; ઉપર થઇને જવું. (૫) ઓળંગવું તે; અતિક્રમ; અનાદર કરવો તે; વિરુદ્ધ જવું તે; છોડવું; અપરાધ. ઉલમે :ઉલ્લાસ આવવો; હર્ષ, પ્રસન્નતા; ખુશાલી; આનંદ ઉલસે છે:ઉછળે છે. (૨) પ્રકાશે છે. ઉલ્લસતા :પ્રકાશમાન; આનંદમય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy