SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ઉપસંહાર પૂરું કરી લેવું, એ; સંકેલી લેવું, એ. છેલ્લે સારરૂપે કહેવું, એ. સારરૂપે આટોપી લેવું, એ. (૨) સમાપ્ત ઉપસાવું :આરાધવું; સેવવું. ઉપહત હણાયેલાં; ઈજા પામેલાં; અશુદ્ધ; મલિન; ભ્રષ્ટ. (૨) અનુપહત= નહીં હણાચલા ઉપહાસ :ઠેકડી; મશ્કરી. ઉપાંગ કપાળ, નાસિકા, હોઠ આદિ ઉપાંગ છે. (૨) આંગળીઓ, કાન, નાક, મોટું, આંખો આ બધાં ઉપાંગો કહેવાય છે. ઉપાડતાં આરંભતાં ઉપાત્ત પ્રાપ્ત; મળેલો. (૨) મેળવેલા. (ઈન્દ્રિય, મન વગેરે, ઉપાત્ત પર પદાર્થો આત; આપત્તિ; કુદરતી આફત; રોગ; માંદગી; ઇજા ઉપસર્ગ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એના જુદા જુદા અર્થ થાય છે. જેમ કે ૧. માંદગી, વ્યાધિ., ૨. દુર્ભાગ્ય, ૩. ઇજા અથવા હાનિ, ૪. ગ્રહણ, ૫. ભૂત પ્રેતાદિનો વળગાડ, ૬, મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી, ૭. અપશુકન, ૮. મરણનો ભય, ૯, આફત, ૧૦. વ્યાકરણમાં અવ્યયનો એક પ્રકાર-ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા, નામની આગળ જોડાતો શબ્દ, ૧૧. મહાકાવ્યનો એક નાનો ખંડ, ૧૨. દેવ, મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત. જૈન પરંપરામાં ઉપસર્ગનો અર્થ થાય છે, આવી પડેલું ભયંકર કષ્ટ, કયારેક મારણાન્તિક પણ હોય છે. હિન્દી= જોડાવું. જેના વડે જીવ પીડા વગેરે સાથે સંબંધ વાળો થાય છે, તે ઉપસર્ગ કહેવાય છે. અગવડતાના પ્રસંગો; અશુભ કર્મના સંયોગો; ઊંઘા પુરુષાર્થ વડે વિકારી પર્યાયનો, પૂર્વે સ્વીકાર કર્યો હતો તે ભૂલનું ફળ; પ્રતિકુળ પ્રસંગો. પીડા; દુઃખ; ઉપસર્ગ ચાર પ્રકારના છે - ૧. દેવા અથવા વ્યંતર કૃત, ૨. તિર્યંચ કૃત, ૩. મનુષ્યકૃત અને ૪. અચેતન કૃત. ભાષાશાસ્ત્રમાં ઉપસર્ગનો અર્થ શું? કાર્ય શું? ધાતુના મૂળ અર્થને ઉલટાવવાનું કે ફેરવવાનું કાર્ય, ઉપસર્ગનું છે. બે પ્રકારના હોય છે, અનુકૂળ અને પ્રતિકૂળ. ગમતું કરે તે અનુકૂળ અને અણગમતું કરે તે પ્રતિકૂળ; દેવ અને મનુષ્ય વગેરે તરફની કનડગત; રોગ; માંદગી; ઇજા; અપશુકનઃ મરણચિહ્ન. ઉપદ્રવ; દેવો વગેરે કરેલો ઉપદ્રવ ઉપસર્ગ. ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારો છે. ૧. દેવતા કૃત, ૨. મનુષ્યકૃત અને ૩. તિર્યંચ કૃત. જે ભિક્ષુ દેવતા, તિર્યંચ અને મનુષ્ય કરેલા ઉપસર્ગ અને પરિષહોનો જય વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં, બાહ્ય સહાયક આવેલા ઉપસર્ગોને જીતીને, આત્મમાં સ્થિર રહેવા રૂપ પરિષયજય છે. ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય. (મોક્ષરૂપી લક્ષ્મી સિતત, સાચી અને અવિનાશી હોવાથી, ઉપાદેય છે.) (૨) આદરણીય (૩) આશ્રય કરવા યોગ્ય. (૪) ગુણ કરવા યોગ્ય, મોક્ષરૂપી લક્ષ્મી હિતતમ, સાચી અને અવિનાશી હોવાથી ઉપાદેય છે. (૫) આદરણીય; આદર દ્વારા થતો અર્થબોધ (૬) શેય; જાણવાલાયક (૭) પ્રગટ કરવા યોગ્ય ગ્રહણ કરવા યોગ્ય; સારો માનવો; આશ્રય કરવા યોગ્ય; આદરણીય (૮) આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. (૯) પ્રશસ્ત; ઉત્તમ; સ્વીકારી શકાય તેવું; સ્વીકાર્ય; પસંદ કરવા લાયક આદરણીય ઉપાદેય તત્ત્વો ક્યાં છે? અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે; તેનું કારણ મોક્ષ છે; મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વ સ્વરૂપના, સમ્યક્ શ્રદ્ધાન જ્ઞાન તથા આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચયરત્ન ત્રય છે; તે નિશ્ચય રત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહારત્નત્રય શું છે તે સમજીને પર દ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ વાળવું જોઇએ; એ પ્રમાણે કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટે છે, અને તેના જોરે સંવર, નિર્જરા તથા મોક્ષ પ્રગટે છે, માટે એ ત્રણ તત્ત્વો ઉપાદેય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy