SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ આવવું, તે કર્મનો ઉપશમ છે. આ, જીવનો, એક સમય પૂરતો પર્યાય છે. તે સમય-સમય કરીને, અંતર્મુહર્ત રહે છે પણ એક સમયે, એક જ અવસ્થા હોય છે. (૨) કર્મોના ફળ દેવામાં અનુદ્ભવ, તે ઉપશમભાવ છે. (૩) તે કર્મના અનુદયના કારણરૂપ દશા છે; તે દશા પવિત્ર છે, પણ અંદર સત્તા હજી પડી છે, તો તેને ઉપશમ ભાવ કહેવામાં આવે છે. (૪) શાંતરસનું વેદન (૫) કર્મના શાંત થવાથી જે ભાવ થાય તે. ઉમર :શાંતરસ; અકષાય સ્વભાવી; વીતરાગસ્વભાવી. ઉપથમરસ :શાંત ભાવ; શાંતરસ; આત્માનો આનંદરસ; સંયમ; વૈરાગ્ય, સાંત્વન; ઉપથમવું :નિવર્તવું. ઉપશમશેણી:ઉપશમશ્રેણીમાં ૧૧માં ગુણસ્થાને, જ્ઞાયિકભાવ થતો નથી. તેથી મુની ત્યાંથી પાછા હઠે છે, અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી, મોહાદિનો ક્ષય કરે છે. ઉપશમ શ્રેણીમાં, પુરુષાર્થ મંદ હોય છે, જ્યારે જ્ઞયક શ્રેણીમાં તે ઉગ્ર હોય છે. ઉપથ્થામ :જેમાં ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરાય. ઉપશમાવેઃફટાડે; ક્ષયકરે ઉપશમાવવું સંપૂર્ણ નાશ કરવો; શાંત કરવું; ઈદ્રિયોને સંયમમાં લાવવી; વૈરાગ્યભાવના પ્રગટવી. ઉપશમાવવું :ગૌણ કરવું. ઉપશાંત સમતા; નાશ; ક્ષય (૨) શાંત વૃત્તિવાળું; શમતાવાળું ઉપશાંતળીણમોહ દર્શનમોહનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ. ઉપશાંતિ :વૃત્તિઓનું શાંત થઈ જવું; શમતા; મૃત્યુ; અવસાન. ઉપશાંતીણમોહ દર્શનમોહનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ. ઉપષ્ટભજન્ય :આધારભૂત. ઉપસ્થ ઈન્દ્રિય પુરુષ અથવા સ્ત્રીની ગૃહન્દ્રિય ઉપસ્થાપક :ભેટમાં સ્થાપનાર ઉપસ્થિત વિદ્યમાન; હાજરરૂપ. (૨) આત્માની સમીપ સ્થિત. (૩) આવી પહોંચવું; (૪) હાજરરૂપ ; વિદ્યમાન (૫) આત્માની સમીપ સ્થિત. (૬) | આત્માની સમીપ સ્થિત (૭) વિદ્યમાન (૮) આત્માની સમીપ સ્થિતિ (૯) વિદ્યમાન (૧૦) હાજર (૧૧) હાજરી ઉપસર્ગ ચાર પ્રકારના ઉપસર્ગ છે - મનુષ્યકૃત, દેવકૃત, તિર્યંચ, કૃત અને અચેતનકૃત એમ ચાર પ્રકારના ઉપસર્ગ છે. (૨) દેવ, મનુષ્ય, તિર્યંચ અને અચેતનકૃત, ચાર પ્રકારના ઉપસર્ગ કે મરણ થાય, તેવા ઉપદ્રવ્યો. (૩) રોગ; માંદગી; ઈજા; આફત; આપત્તિ; મરણનું ચિહ્ન. (૪) રોગાદિક ઉપાધિ. (૫) પીડા; શારીરિક કષ્ટ (૬) દુઃખદરૂપ (૭) આકરા રોગની પીડા; દુઃખરૂપ પીડા; આત; ઇજા, રોગ; પીડા; દેવ અને મનુષ્ય તરફથી કનડગત. (૮) ઉપસર્ગ એ પરિષહથી જુદા પ્રકારના છે. અન્ય કોઇ જીવ તરફથી મુનિને ઈરાદાપૂર્વક અપાયેલું દુઃખ એ ઉપસર્ગ છે. મનુષ્ય સંબંધી, તિર્યંચ સંબંધી, દેવ સંબંધી અને આત્મ સંવેદનીય એમ ચાર પ્રકારના ઉપસર્ગ ઠાણાંગ સૂત્રમાં કહ્યા છે. આ ચારમાંથી કોઇના પણ નિમિત્તથી મુનિને થતું દુઃખ તે ઉપસર્ગ. ૧. દેવ સંબંધી:- દેવ ચાર કારણથી ઉપસર્ગ કરવા પ્રેરાય છેઃ હાસ્ય કે કુતૂહલથી, પ્રદ્વેષથી, પરીક્ષા કરવા માટે અને વિમાત્રા આગળનાં ત્રણે કારણ સાથે હોય તેથી. ૨. મનુષ્ય સંબંધી - મનુષ્ય પણ હાસ્યથી, દ્વેષથી પરીક્ષા માટે કે કુશીલના બોધથી ઉપસર્ગ કરે છે. ૩. તિર્યંચ સંબંધીઃ- તિર્યંચ પણ ચાર કારણથી ઉપસર્ગે કરે છેઃ ભયથી, પૂર્વભવના વૈરથી, આહાર માટે અને પોતાના રહેવાના સ્થળના રક્ષણાર્થ. ૪. આત્મ સંવેદનીયઃ- પોતાના કારણથી ઉત્પન્ન થતા ઉપસર્ગ પણ ચાર કારણથી છેઃ ઘટ્ટન, પ્રપત્તન, સ્તંભન અને શ્લેષણ. આંગળી આદિ ઉપાંગના ઘસવાથી તો કે આંખમાં ધૂળ પડવી, આંખ ચોળવી ઇત્યાદિથી થતો ઉપસર્ગ તે ઘટ્ટન ઉપસર્ગ છે. યત્ના વિના ચાલવાથી પડી જતાં લાગી જાય, વગેરે પ્રયત્ન ઉપસર્ગ છે. હાથ, પગ વગેરે અવયવો શૂન્ય બની જતાં જે દુઃખ થાય તે સ્તંભ ઉપસર્ગ છે, અને આંગળી વગેરે અવયવો ચોંટી જવાથી કે વાત, કફ, પિત્ત અને સન્નિપાતથી થતા ઉપસર્ગ તે શ્લેષણ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy