SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઃ- જીવને ભાવેન્દ્રિયથી થતા ઉપયોગરૂપ જ્ઞાનમાં શેય શું છે, તે જણાવવા માટે કહ્યું છે. શેય નિમિત્ત માત્ર છે, જોય થી જ્ઞાન થતું નથી પણ ઉપયોગ રૂપ ભાવેન્દ્રિયથી જ્ઞાન થાય છે. એટલે કે જ્ઞાન વિષયી (વિષય કરનાર) છે અને શેય વિષય છે એ બતાવવા આ સૂત્ર કહ્યું છે. ૩. સ્પર્શ= આઠ પ્રકારના છે. ૧.શીત, ૨. ઉષ્ણ, ૩. લૂખો, ૪. ચીકણો, ૫. કોમળ, ૬. કઠોર, ૭.હળવો, અને ૮.ભારે. ઈન્દ્રિયોના વિષયાત પદાર્થો :બાહ્યમાં નિંદા-પ્રશંસા આદિ થાય તેમાં એમ માને કે મારી નિંદા થાય છે, મારી પ્રશંસા થાય છે, વળી પરથી મને સુખ થાય છે, પરથી મને દુઃખ થાય છે, એમ માને છે. તે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોને પોતા સાથે એક કરે છે. ઈન્દ્રિયોના વિષયો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચ છે. ઇન્દ્રિયોના સ્વામી :વનસ્પતિકાય જેના અંતમાં છે એવા જીવોને અર્થાત પૃથ્વીકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, જળકાયિક અને વનસ્પતિકાયયિક જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. આ સૂત્રમાં કહેલા જીવો એક સ્પર્શન ઇન્દ્રિય દ્વારા જ જ્ઞાન કરે છે. આ સૂત્રમાં ઇન્દ્રિયોના સ્વામી એવું મથાળું બાંધ્યું છે, તેમાં ઇન્દ્રિયના બે પ્રકાર છે. જડ ઇન્દ્રિય અને ભાવેદ્રિય. જડ ઇન્દ્રિયની સાથે જીવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે વ્યવહારથી સ્વામી કહેલ છે, ખરેખર તો કોઇ દ્રવ્ય બીજા કોઇ દ્રવ્યનું સ્વામી છે જ નહિ, અને ભાવેન્દ્રિય તે આત્માનો તે વખતનો પર્યાય છે, એટલે અશુદ્ધનયે તેનો સ્વામી આત્મા છે. ઈર્યા પથ યિા સંયમ વધારવા માટે સાધુ જે ક્રિયા કરે, તે ઇર્યા પથ ક્રિયા છે. ઇર્યાપથ પાંચ સમિતિરૂપ છે, તેમાં જે શુભભાવ છે તે ઇર્યાપથ ક્રિયા છે. ઈર્ષા સમિતિથી યુક્ત સારી રીતે જોઇ તપાસીને, સાવધાનીથી ચાલતાં ઇર્યાયપથ આસવ :જે કર્મ પરમાણુઓનો બંધ ઉદય અને નિર્જરા એક જ સમયમાં થાય, તેવા આસ્રવને ઇર્યાપથસવ કહે છે. ઈર્યાપથ આસ્રવ :આ આસવ સ્થિતિ અને અનુભાવ રહિત છે, અને તે અકવાયી જીવોને ૧,૧૨ અને ૧૩ માં ગુણસ્થાને હોય છે. ચૌદમે ગુણસ્થાને વર્તતા ૨૦૩ જીવ અકષાયી અને અયોગી બન્ને છે, તેથી ત્યાં આસવ છે જ નહી; કષાયરહિત જીવને સ્થિતિ રહિત કર્મનો આસવ થાય છે, તે ઇર્યાપથ આસ્રવ કહેવાય છે. ઈર્યાપરિકી કિયા :કષાય રહિત પુરુષની ક્રિયા; ચાલવાની ક્રિયા. ઈર્યાસમિતિ અન્ય જીવની રક્ષાર્થે, ચારહાથ આગળ જમીન જોઇને, જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલવું. ઈરિયા :ગમન દિયા; ધ્યાન પૂર્વકની ચાલ ઈશિયા સમિતિ ચારિત્રની રક્ષા માટે, જૈન મુનિને સંભાળપૂર્વક કરવાની, પાંચમાંની એક ક્રિયા ઈશ્વર : ઇશ્વર શુદ્ધ સ્વભાવ ઈશ્વરેચ્છા :પ્રારબ્ધ; કર્મોદય; ઉપચારથી ઇશ્વરની ઇચ્છા, આજ્ઞા. ઇશારો સૂચન; સંકેત ઈષ્ટ :હિત; અનુમાનાદિવિષયક સ્વસંમત સિદ્ધાંતનું વિરોધ કરનારું ન હોય. (૨) પ્રિય; હિતાવહ; મનગમતું; ઇચ્છેલું; ઇચ્છિત; વાંછિત; યોગ્ય; કલ્પેલું; ધારેલું; ઇટ વસ્તુ. ઈટ ઉપદેશ :હિતનો ઉપદેશ; પ્રિય ઉપદેશ ઈશ્ચઅનિટ સારું નરસું; સુખરૂપ, દુઃખરૂપ (૨) અનુકૂળ-પ્રતિકૂળ;ઠીક-અઠીક; ભલું-બુ. ઈકદેવ પોતાને પ્રિય એવા વીતરાગી પરમાત્મા શ્રી વીર મહાવીર પ્રભુ. (૨) સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ શુદ્ધ છે, ઇષ્ટ દેવ છે. ભગવાન આત્મા પરમાર્થે શુદ્ધ છે, અને એજ આત્માને દૃષ્ટિ છે. પ્રવચનસારમાં કહ્યું છે. કે ભગવાનને (અરિહંતને) પુણ્ય-પાપરૂપી અનિષ્ટનો નાશ થઇ દષ્ટિ પણું પ્રગટયું છે. ઇટ જે વસ્તુ પૂર્ણાનંદ પ્રભુ, એના આશ્રયે પર્યાયમાં ઇષ્ટપણું પ્રગટયું છે; અને અનિટ જે અજ્ઞાન અને રાગદ્વેષ-તેનો નાશ થયો છે. ઈષ્ટદેવ :જેની ઉપર આસ્થા બેઠીલી હોય, તે દેવ. ઈષ્ટ સિદ્ધિ ઇચ્છેલા કાર્યની સિદ્ધિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy