SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦ પણ કરી શકે; અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર અહીં હોવાથી તેમને | બીજા ભંગમાં ગળ્યા છે. અથ૭ :અવિચલ; નિશ્ચલ. અથેલકપણું વસ્રરહિતપણું; દિગંબરપણું. (૨) નગ્નપણું. અચાદર્શનાવરણીય :આંખ સિવાયની બાકીની ચાર ઈન્દ્રિયોના નિમિત્તે અચશ્રદર્શનનો ઉપયોગ છે. તેની હીણી દશા અને અચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય. અથેલપણું વસ્ત્રરહિતપણું; દિગંબરપણું. અચાર્થિ:અનંત વીર્ય (બળ) નું પ્રગટ થવું; અનંત ગુણ પ્રગટયા તેને ન ચળવા દે એવું અચળ વીર્ય પ્રગટયું છે. અથશાર્ષિ અનંત વીર્ય (બલ); ચળવા ન દે એવું અચલ વીર્ય. અચલિત નિર્બાધ (૨) અચળ; સ્થિર. (૩) ચળે નહિ તેવી. (૪) ચળું નહિ એવો; ચંચળતા રહિત; (૫) ચળે નહિ એવી; અચળ; નિશ્ચલ. (૬) સ્થિર. (૭) સ્થિર; એકરૂપ. (૮) અચળ; નિશ્ચિત. અગણિત કૃતિને કોપિત કરે છે :નિબંધ જિનવાણીની વિરાધના કરે છે. અથળ :સદા ટકી રહેનાર (૨) જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી; કંપરહિત; ધ્રુવ. (૩) સદા ટકી રહેનાર (૪) સદા ટકી રહેનાર; ત્રિકાળ એ જ સ્વરૂપે ટકીને રહેવું તે; શાશ્વત સ્વરૂપ. (૫) ફેરફાર વિનાની (૬) દઢ; નિશ્ચળ; અવિકારી. (૭) જ્ઞાનરૂપથી ચળતું નથી -શેયરૂપ થતું નથી. (૮) સ્થિર. વિકાર રહિત (૯) વિશુદ્ધ; મલિનતા રહિત; નિશ્ચલ. (૧૦) જ્ઞાનરૂપથી મળતું નથી; શેયરૂપ થતું નથી; સ્વ સંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે.) અચળપણે ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર, દઢપણે; અડગપણે; અથગિત :ત્રિકાળ ટકનારું; શાશ્વત (૨) ત્રિકાળ એ જ સ્વરૂપે ટકીને રહે તેવું; શાશ્વત. આચાર્યકધુ :આચાર્યશ્રેષ્ઠ. અચારિત્ર કુત્સિત આચરણ; અવ્રત, અસંયમ. (૨) હિંસામાં, જૂઠામાં, ચોરીમાં, મૈથુનમાં અને પરિગ્રહમાં જે મનની પ્રવૃત્તિ છે તે અચારિત્ર છે. કુત્સિત આચરણ છે. કે જે કર્મસંતતિનું-કર્મોની ઉત્પત્તિ, સ્થિતિ અને પરિપાટીનું કારણ છે. અચારિત્રી કુત્સિતાચારી; અસંયમી. અચિત :જીવ વિનાનું અચિંતું :એકાએક બની આવેલું; અણધાર્યું. અચિંત્ય નિશ્ચિત (૨) અલૌકિક, અદ્ભુત, અનુપમ; સર્વોત્કૃષ્ટપણે. (૩) વિચાર ન કરવામાં આવ્યો હોય તેવું; ધારણા બહારનું; વિચાર ન થઈ શકે તેવું; અવિચાર્ય. (૪) ધારણા બહારનું; અવિચારણીય. (૫) નિશ્ચિત (૬) ધારણા બહારનું; વિચાર ન થઈ શકે તેવું. અવિચાર્ય; વિચાર ન કરવામાં આવ્યો હોય તેવું. (૭) ચિંતા વિનાનું; નિશ્ચિત; નહિ ધારેલું; અણધાર્યું; ગૂઢ; અતકર્ય; એકાએક. (૮) નિર્વિકલ્પ (૯) ચિંતા વિનાનું; નિશ્ચિત. અચિંત્ય દ્રવ્ય વિચાર ન થઈ શકે તેવું દ્રવ્ય; ધારણા બહારનું દ્રવ્ય; વિચાર ન કરવામાં આવ્યો હોય તેવું દ્રવ્ય. અવિરત :અલ્પકાળમાં. અવિરે અલ્પકાળમાં. અચિરેણ શીધજ. અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચારઃ ૧. જી વસ્તુને (અશુદ્ધ વસ્તુને) ઠીક જેવી કરીને, સાચી વસ્તુમાં ભેળવીને ચલાવવી એનું નામ પ્રતિરૂપ વ્યવહાર છે. ૨. ચોરીની પ્રેરણા કરવી અથવા ચોરી કરવાનો ઉપાય બતાવવો એ બીજો સ્તનપ્રયોગ અતિચારે છે. ૩. ચોરીની વસ્તુ ખરીદવી તે ત્રીજો અતિચાર છે, ૪. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અથવા રાજાનો કર ન આપવો એ ચોથો અતિચાર છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy