SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ થવું તે છે. તેથી પૂર્વકાળમાં રામચંદ્ર, પાંડવ આદિ મહાપુરુષો સંસારનાં બંધનનો ત્યાગ કરી જિનદિક્ષા ધારણ કરી, વીતરાગની વાણીરૂપ દ્વાદશાંગનો અભ્યાસ કરી, તે અભ્યાસના ફળભૂત નિશ્ચયરત્ન ત્રયાત્મક એવા શુદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન રહેતા હતા. તે કારણથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે પોતાના આત્માને જાણવો એ જ સારે છે. સમસ્ત દ્રાદશાંગી એક આત્મા જાણવા માટે છે. જો આત્મા જાણ્યો તો સમસ્ત દ્રાદશાંગી જાયું. એટલે એક આત્માને જાણતાં સર્વ જણાય છે. (૨) નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલ પરમાનંદને અનુભવનાર જ્ઞાનપુરુષ એમ જાણે છે કે મારું સ્વરૂપ જુદું છે, અને દેહરાગાદિ મારાથી જુદા સર્વ પર છે. એમ એક આત્માને જાણવાથી સર્વ ભેદો જણાય છે. માટે જે પોતાના આત્માને જાણે તે સર્વને જાણે છે. (૩) આત્મા શ્રુતજ્ઞાનરૂપ વ્યાપ્તિજ્ઞાનથી (એટલે જ્યાં જયાં જ્ઞાન-દર્શન છે ત્યાં ત્યાં જીવ છે અને જ્ઞાન-દર્શન નથી તે અન્ય છે.) સમસ્ત લોકાલોકને જાણે છે. જે કારણથી પણ જે આત્માને જાણે છે તે સર્વને જાણે છે. આત્મજ્ઞાનરૂપ બીજજ્ઞાનના ફળરૂપે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી તે જ્ઞાનમાં દર્પણની સમાન સમસ્ત લોક અલોક પ્રતિબિંબિત થાય છે. આ કારણથી પણ એક આત્માને જાણતાં સર્વ જણાય છે. એમ ચાર પ્રકારે તેની વ્યાખ્યા કરી અત્રે વિશેષાર્થ સમજાવ્યો છે માટે એ મર્મને સમજીને, બાહ્ય અને અત્યંતર પરિગ્રહને તજીને તીવ્ર પુરુષાર્થ કરીને નિરંતર એક શુદ્ધાત્મતત્વની પવિત્ર ભાવના કરવી જોઈએ. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે જે અનન્યભવ્ય જીવ સ્વસંવેદન જ્ઞાને કરીને પોતાના આત્માને અબદ્ધ સૃષ્ટ, અનન્ય અને અવિશેષરૂપે જુએ છે, તે સર્વ જૈન શાસનને જુએ છે; અર્થાત્ આત્માને યથાર્થપણે જાણવાથી સમસ્ત જૈનશાસ્ત્રનો મર્મ પણ યથાર્થ જણાય છે. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જોઇ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવાર ઈચ્છાથી તું નિવર્ત ૧૭૧ અને એક નિજ સ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવા સર્જાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ તત્ત્વ જ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. આત્મા નિત્ય છે ઘટ-પટ આદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. આત્મા પણ યિાસંપન્ન છે :ક્રિયામાં સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરણિતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. આત્મ પ્રધાન આત્મા જેમાં પ્રધાન છે, એવું. (આત્મા સમસ્ત વિશ્વને જાણે છે, તેથી તે વિશ્વમાં-વિશ્વના સમસ્ત પદાર્થોમાં પ્રધાન છે.) આત્મા ભોક્તા છે જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે છે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થયા યોગ્ય જ છે, અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કતો હોવાથી ભોક્તા (૪) આત્મા વસ્તુ છે એટલે શું ? કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય ઈત્યાદિ અનંત ગુણ તદ્રપપણે - એકરૂપપણે વસેલા છે એવું અનંત ગુણનું વાસ્તુ-ઘર ભગવાન આત્મા છે. આવા નિજ ઘરના મહિમાની પ્રતીતિ ખાતરી-શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન, તેનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તેમાં નિવાસ કરવો, લીન થવું, ઠરવું તે સમ્યકચારિત્ર નામ ધર્મ છે. આવી જે શુભાશુભવિકારના પરિણામ તે બધો અંધકાર છે, કેમ કે ચૈતન્યના પ્રકાશનો તેમાં અભાવ છે.દયા, દાન, વ્રત. આદિનો રાગ છે તે અંધકાર છે ભાઈ ! કારણકે તેમાં ચૈતન્યનો પ્રકાશ નથી. આત્મા વિશાનઘન થતો જાય છે આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થતો જાય છે, પોતાની કૃતકૃત્યતા જામતી જાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy