SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આત્મા કેમ પકડાય ? :નિર્વતને જ્ઞાન ઝાઝું ન હોવા છતાં તેને આત્મા પકડાય છે ને અમે ઘણી મહેનત કરીએ છતાં આત્મા કેમ પકડાતો નથી ? ઉત્તર : એ જાતનું પ્રમાણ આવવું જોઈએ; તે આવતું નથી. જ્ઞાનમાં જેટલું એનું વજન આવવું જોઈએ તે આવતું નથી. જ્ઞાનમાં એનું જેટલું જોર જોઈએ એ જોર આવતું નથી એટલા પ્રકારથી એને પરદ્રવ્ય અને પરભાવની સ્પૃહા-ઈચ્છા છૂટવી જોઈએ તે છૂટતી નથી. તેથી કાર્ય આવતું નથી - આત્મા પકડાતો નથી. કયો વિકલ્પ હોય એનો કોઈ નિયમ નથી. પર્યાયને અંદર ઊંડાણમં ધ્રુવ | પાતાળમાં લઈ જાય ત્યાં ભગવાન આત્માની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન થાય છે. આત્મા અલખ અગોચર છે એટલે શું? :જડ ઈન્દ્રિયોથી, વિકલ્પ (રાગ) થી અને પરાશ્રયથી આત્મા જણાય તેવો નથી, તેથી તેને અલખ-અગોચર કહે છે; પરંતુ આત્મામાં જ્ઞાન ગુણ તેમજ પ્રમેયત્વ ગુણ હોવાથી સ્વસંવેદન જ્ઞાનથી આત્મા અવશ્ય જણાય- અનુભવાય તેવો છે. એમ તેનો અર્થ જાણવો. આત્મા આદિ, મધ્ય, અંત રહિત છે એટલે કે આત્માની શરૂઆત નથી તેથી અંત પણ નથી, તો જેને શરૂઆત અને અંત ન હોય તેનું મધ્ય શું હોય ? આત્મા અનાદિનો તેનો તે જ છે, અખંડ આનંદ, અનંત ગુણનો પિંડ આદિ મધ્ય અંત રહિત આત્મા વસ્તુ છે. આત્મા આસવોથી કઈ વિધિથી છૂટે ? :હું આત્મા એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છે એવું ભાન થવાથી આત્મા આસ્રવોથી નિવર્તે છે, બંધન છૂટી જાય છે. આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. આત્મા એકત્વ-વિભક્ત છે આત્મા સ્વભાવથી એકરૂપ છે અને પરભાવથી ભિન્ન આત્મા કેમ જણાય :પ્રશ્નઃ-હમણાં આત્મા કેમ જણાતો નથી ? ઉત્તર-આત્માને જાણવા માટે જેટલી ગરજ જોઈએ, તેટલી ગરજ ક્યાં છે ? જે ઉપયોગથી તે પકડાય, તે ઉપયોગ ક્યાં પ્રગટ કરે છે ? ધૂળ ઉપયોગથી આત્મા પકડાતો નથી,પણ સૂક્ષ્મ ઉપયોગથી તે પકડાય છે. અજ્ઞાની ઉપયોગને સૂક્ષ્મ કરતો નથી, તેથી તેને આત્મા જણાતો નથી. જ્ઞાયક તરફ ઢળેલી મતિ-શ્રુત જ્ઞાનની પર્યાય તે સૂક્ષ્મ ઉપયોગ છે. એ સૂક્ષ્મ ઉપયોગ વડે જ જ્ઞાયક આત્મા પકડાય છે. અરે ! કેટલાક તો વ્રત-તપ કરવામાં અટક્યા છે, તો વળી કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં કલ્યાણ છે, એમ માની અટક્યા છે. બન્નેય, એક જાતના મિથ્યાત્વમાં અટકેલા છે. તેને કહે છે કે ભાઈ ! વર્તમાન જ્ઞાનપર્યાય, જે લક્ષણ છે, તેને જ્ઞાયક ભણી વાળી દે, તો તને આત્મા અવશ્ય જણાશે. આત્મા કર્તા છે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે, ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. આત્મા કેવી રીતે જણાય ? જે નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિર્મળ શુદ્ધ જ્ઞાનના પરિણામ થાય તે વડે જણાય એવી આત્મવસ્તુ છે. પરંતુ અન્ય કોઈ સાધનવ્રત, તપ,પૂજા, ભક્તિ કે વ્યવહાર રત્નત્રયના સાધન વડે આત્મા જણાય એવી એ ચીજ નથી. નિશ્ચયરત્નત્રય જે પ્રગટ થાય છે તે સ્વભાવના બળની પુરુષાર્થ પ્રગટ થાય છે. આત્મા છે જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણે છે; તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આત્મા શાન છે અથવા અન્ય છે. આત્મા તો જ્ઞાનગુણ દ્વારા જ્ઞાન છે, અથવા સુખાદિ અન્ય ગુણ દ્વારા, અન્ય છે. આત્મા જાણયો તેણે સર્વ જાણ્યું હે યોગી ! એક પોતાના આત્માને જાણવાથી ત્રણે જગત જણાય છે, કારણ કે આત્માના સ્વભાવરૂપ કેવલજ્ઞાનમાં આ સર્વ લોક પ્રતિબિંબિત થઈને રહે છે. (૧) વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન વડે આત્માને જાણતાં સર્વ શાસ્ત્રો જણાય છે, સર્વશાસ્ત્ર તથા ક્રિયાકાંડનું ફળ શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy