SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ભવભ્રમણનું કારણ પુણ્ય-પાપને પોતાનાં માનવાં અને પરમાં મમતા | ૭ કરવી તે છે. આત્માનો તે મૂળ સ્વભાવ નથી. પુણય-પાપ તો પર લક્ષે, કર્મના નિમિત્ત આધીન થવાથી થાય છે.અજ્ઞાની અજ્ઞાન વડે પરમ બંધનું નિમિત્ત બનાવે છે. એ અજ્ઞાનનો નાશ નિત્ય અખંડ જ્ઞાયક સ્વભાવના ભાન વડે થાય છે. અજ્ઞાનનો નાશ થાય છે તેથી આત્માનો નાશ થતો નથી. આત્મા તો ત્રિકાળ ટકનાર અખંડિત દ્રવ્ય છે. તેથી આચાર્ય ભગવાન પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા આત્માનો અખંડ સ્વભાવ બતાવે છે. તેને પરથી તથા વિકારથી ભિન્ન જાણી તેની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતા કરાવવા અલૌકિક રીતે સમયસાર શાસ્ત્રની રચના કરી છે. અગ્નિમાં પાચક, પ્રકાશક અને દાહક ત્રણ ગુણ છે, તેમ આત્મામાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એવા ત્રણ ગુણ છે. જેમ અગ્નિ પાચક ગુણ વડે અનાજને પકાવે છે તેમ આત્મા પોતાના દર્શન ગુણ વડે પોતાના આખા શુદ્ધ સ્વભાવને પચવી શકે છે, જીરવી શકે છે; જેમ અગ્નિ પોતાના પ્રકાશ ગુણ વડે સ્વ-પરને પ્રકાશે છે તેમ આત્મા પોતાના જ્ઞાન ગુણ વડે સ્વપરનો પ્રકાશક છે; જેમ અગ્નિ પોતાના દાહક ગુણ વડે દાઘને બાળે છે, તેમ આત્માનો ચારિત્ર ગુણ વિકારીભાવોનો સર્વથા નાશ કરે છે. અંધારામાં જઈ જુઓ તો બધી ચીજો એક લાગે, જુદાઈ જણાય નહીં, પણ દીપક વડે જોતાં જુદી હતી તેમ જ જણાય છે; તેમ આત્માને પરથી જુદો જાણવા માટે પ્રથમ જ સમ્યજ્ઞાનરૂપ પ્રકાશ જોઈએ. એ પહેલામાં પહેલો આત્મધર્મનો એકડો છે તે સમ્યગ્દર્શન, જ્ઞાન અને અંતરિત્રની એકતાથી જ ધર્મ છે, અને તે અહીં કહેવાય છે. ચેતનદ્રવ્ય-જ્ઞાતાદૃષ્ટા સ્વરૂપ. ૧૧ જીવ; ચૈતન્ય; ચેતક; જ્ઞાતા-દષ્ટાનો કરનાર. જાણનાર. આત્માનો સ્વભાવ આસ્રવોથી ભિન્ન જાતિનો છે; આત્મા અબંધ છે, આત્મા ધ્રુવ છે, આત્માશરણ રચિત છે, આત્મા નિત્ય છે, આત્મા સુખરૂપ છે અને સુખ-ફળરૂપ છે. ઉત્તમ ચેતના ગુણમાં સ્વામી થઈને પ્રવર્તે તેનું નામ આત્મા છે તેને પુરુષ પણ કહે છે. જ્ઞાન, દર્શન, ચેતનાના નાથને પુરુષ-આત્મા કહીએ. અખંડ જ્ઞાયક સ્વરૂપે ત્રિકાળ ટકનારો ધ્રુવ છે. આત્માને પરથી જુદો પૂર્ણ સ્વરૂપે ઓળખાવવા માટે તેના અનંત ધર્મોમાંથી કેટલાક ધર્મો વડે સમજાવાય છે, જેમકે શ્રદ્ધા કરે તે આત્મા, સ્વ-પરને જાણે તે આત્મા, અંતર સ્થિરતારૂપ ચારિત્રગુણ તે આત્મા. આ ત્રણે ગુણ દરેક સમયે આત્મામાં એક સાથે છે- અભેદ છે. પણ જે અજ્ઞાની સમજતો નથી તેને એકેક ગુણ જુદો પાડીને સમજાવવું તે વ્યવહાર છે. જેમ પરનો વિશ્વાસ કરે છે તેમ પુણય-પાપ વિકાર રહિત પોતાનો વિશ્વાસ કરે તેવો ગુણ આત્માનો છે; સ્વ-પરને જાણનાર પોતાનું જ્ઞાન છે; પુણ્યપાપ તથા પરના આશ્રય રહિત આત્મામાં એકાગ્રતા તે ચારિત્ર છે. પણ તેથી ત્રણ ગુણો જુદા થઈ જતા નથી. નિશ્ચયથી જુઓ તો બધા ગુણોનો એક સાથે પિંડ જે જ્ઞાયક છે તેને અભેદપણે જુઓ તો દર્શન નથી, જ્ઞાન નથી, ચારિત્ર નથી, એટલે કે તે ગુણો જુદા જુદા પણે વિદ્યમાન કરતાં મનના સંબંધે વિકારરૂપ ભેદ પડે છે. તે વિકલ્પના લક્ષ વડે અંદરમાં સ્થિર થવાતું નથી. એટલે કે અભેદ સ્થિર સ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી. જાણવું અને દેખવું અથવા જ્ઞાન-દર્શન શકિતવાળી વસ્તુને આત્મા કહેવામાં આવે છે; જે સહાય જાણે અને જાણવારૂપી પરિણમે તેને જીવ અથવા આત્મા કહે છે. આત્મા અને જીવનમાં કાંઈ અંતર નથી, પર્યાયવાચક શબ્દ છે. દિખનાર, જાણનાર, આચરણ કરનાર પદાર્થ આત્મા અનુત્પન્ન પદાર્થ છે. જ્ઞાનાવરણાદિ કર્મ સદા પોતપોતાનાં સુખદુઃખાદિ કાર્ય કરે છે તો પણ નિશ્ચયથી જે આત્મામાં તેમણે કાંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી તેમજ આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપનો નાશ પણ કર્યો નથી તથા બીજી સ્થિતિ પણ કરી નથી તે આત્માને તું પરમાત્મા જાણ તથા તેની ભાવના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy