SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અવશેષ = સ્વભાવથી અભેદ, ગુણ-ગુણીભેદ વસ્તુ દષ્ટિમાં નથી. સામાન્ય એકભાવ સ્વરૂપ ધ્રુવ છું. નાના દૃષ્ટાંતે. એ ચાર બોલથી આત્માને આશ્રયો તેનું ફળ નિઃસંદેહ અનુભવ બતાવે છે. અસંયુક્ત = વર્તમાન ક્ષણિક અવસ્થામાં અસંયુક્ત. પરનિમિત્તમાં જોડાવાથી ઉત્પન્ન થતાં પુણય-પાપના ભાવોથી ભિન્ન, પરપર્યાયમાં જોડાણરૂપ રાગદ્વેષની એકાગ્રતાના વેદનથી, મોહકર્મમાં હું સંયુક્ત છું. એમ બંધ ભાવે બંધાયો હતો તે સંયોગાધીન દષ્ટિ સ્વલક્ષ વડે તોડીને પરરૂપે-રાગરૂપે હું નથી. એમ ત્રિકાળી નિર્મળ એકાકાર સ્વભાવને લક્ષમાં લઈ પૂર્ણ અસંગ ધ્રુવ સ્વભાવનું ધોલન કરતાં સ્વભાવમાં એકાગ્ર દૃષ્ટિનું જોર આપતાં સમયગ્દર્શન-જ્ઞાન અને અંશે સ્થિરતારૂપ નિર્મળ પર્યાય ઊઘડી, ભૂલરૂપ વિકારરૂપ અવસ્થાનો નાશ થાય છે. ત્રિકાળી એકાકાર અખંડ જ્ઞાયક છું એમ શુદ્ધનયનું જોર થતાં પોતાનું અબદ્ધપૃષ્ટપણું અનુભવમાં આવે છે. ચેક્ષક; વેદક; શાયક. ૧ આત્મા અનંત ગુણનો પિંડ અવિનાશી છે. દેહાદિ સંયોગ અને સંયોગાધીન થતો પુણ્ય-પાપનો ભાવ તે ક્ષણિક છે. અનાદિકાળથી પોતાનું વિસ્મરણ અને પરનો બધો અભ્યાસ છે. ખરું હિત કરવું હોય તેને પ્રથમ સાચો નિર્ણય કરવા સત્સમાગમથી ઓળખાણ કરી, પાત્ર થઈ, વીતરાગે જેવો સ્વતંત્ર આત્મા બતાવ્યો છે તેવો જ તેની વિધિથી સમજવો પડશે લોકોત્તર અરૂપી સૂક્ષ્મ ધર્મ લોકોએ બહારથી માનેલી દરેક કલ્પનાથી તદ્દન જુદો છે. જગતમાં ધર્મના નામે વેવલાપણું અને મતમતાંતર ચાલે છે. કોઈ કહે છે કે ઈશ્વર અમને સુધારે-બગાડે, સુખી-દુઃખી કરે, કોઈ કહે કે પૂર્વના પ્રારબ્ધ અમને સુધારે-બગાડે, સુખી-દુઃખી કરે. કોઈ કહે કે બધા મળીને એક આત્મા છે. કોઈ કહે દેહાદિ જડની ક્રિયા આત્મા કરી શકે છે. પરનો કર્તા . એકતા થઈ શકે છે, કોઈ એકાંત પક્ષથી આત્માને વર્તમાન દશામાં પણ તદ્દન શુદ્ધ માને છે, કોઈ એકલો બંધનવાળો, પુણ્યપાપવાળો આત્મા માને છે, શુભ રાગના વિકારથી ધીમે ધીમે ગુણ થશે. એમ કોઈ માને છે વગેરે અનેક પ્રકારે વસ્તુને અન્યથા માને છે. જે બધી જગતની ભ્રમણા ટાળવા માટે સર્વજ્ઞ વીતરાગના ન્યાય અનુસાર તત્ત્વનું રહસ્ય જાણવા, સત્સમાગમ મેળવી, યથાર્થ શ્રવણ, મનન અને અભ્યાસ કરવો જોઈએ. ૨ સ્વ પર પ્રકાશક ચેતન - જ્ઞાયક પદાર્થ. આત્મા અરૂપી હોઈ અતીન્દ્રિય અનુભવગમ્ય છે. એ દૃષ્ટિનો દષ્ટા છે, તે રૂપનો જ્ઞાતા પણ આત્મા છે. ૩ જેના જ્ઞાન સ્વભાવમાં ત્રણ કાળ-ત્રણ લોકને જાણવાની શક્તિ છે એવો ચિન્ચમત્કાર પ્રભુ તું આત્મા છો. આવો આત્મા અંતરંગમાં નિત્ય ધ્રુવ પ્રતિભાસે છે. આવી પોતાની યાદને ન દેખતાં એક સમયની શરીરની પર્યાયને આખી ચીજ માની તું ત્યાં રોકાઈ ગયો ભગવાન ! પણ એ તો તારી મૂઢતા છે. અજ્ઞાનતા છે. ૪ ભગવાન આત્મા દેહ, મન, વાણી, ઇન્દ્રિયો વગેરે જડ વસ્તુઓથી જુદો છે; તેમજ અંદર જે તેજસ અને કાર્મણ એવાં રજકણોનાં બનેલાં બે શરીર છે તેનાથી પણ જુદો છે, તે નિત્ય જ્ઞાન આનંદની મૂર્તિ છે, તેની ખબર વિના જે અનાદિનો અજ્ઞાની છે તેને આનંદનો સ્વાદ આવતો નથી. વિકાર પુણ્ય-પાપ મારાં, એ વિકારરૂપ કષાયને લીધે સંસારથી દુ:ખરૂપ તુરાશ (કષાય, આકુળતા)નો સ્વાદ તેને આવે છે. વિકાર તે મારો સ્વભાવ નથી, હું અવિકારી છે, એમ અવિકારી સ્વભાવને નહિ જોતાં જે અજ્ઞાની રાગ-દ્વેષ, પુય-પાપની ક્રિયાથી આત્માનો સ્વભાવ ઉઘાડવા માગે છે, પુય-પાપ વિકારની મદદથી ગુણ માને છે, તેને આત્માનો નિર્મળ માર્ગ ખ્યાલમાં આવતો નથી. દેહની પ્રવૃત્તિથી કે કોઈ બાહ્ય સાધનથી ધર્મ નથી. ધર્મ ધર્મમાં - આત્મામાં છે. તેને પ્રગટ કરવાનો ઉપાય સમ્યક શ્રદ્ધા, સમ્યજ્ઞાન છે, તે વડે અજ્ઞાન નાશ પામે છે. જેમ ચણો શેકવાથી ફરી ઊગતો નથી. કારણ કે તેનો ઊગવાનો સ્વભાવ નથી, તેમ એકવાર અજ્ઞાનનો નાશ કર્યા પછી આત્માનો જન્મ-મરણ સ્વભાવ ન હોવાથી તે ભવભ્રમણમાં જાય નહિ. (અલ્પભવ હોય તો તે પરમાર્થ દષ્ટિમાં ગણાય નહિ.)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy