SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબંધ રહિત મોક્ષમય આત્મવિશુદ્ધિનો અનુભવ છે. માટે આત્મધ્યાનથી બીજું કોઈ પરમ સુખ નથી, બીજું કોઈ તપ નથી અને બીજો કોઈ સાક્ષાત્ મોક્ષમાર્ગ નથી. (૨) સિદ્ધનું ધ્યાન કરતાં આત્મધ્યાન થાય છે એનો પણ આવો જ અર્થ છે કે સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતાં પોતે સ્વરૂપથી સિદ્ધ છું એમ સ્વરૂપની અંતદષ્ટિ થાય ત્યારે આત્મધ્યાન થાય છે. આત્મધ્યાનની ઉત્પત્તિ :આત્મધ્યાનને ઉત્પન્ન કરનાર માતા સમાન આત્માના શુદ્ધ સ્વભાવની-શુદ્ધ સ્વરૂપની ભાવના છે. ભાવના ઘણા વખત સુધી કરી શકાય છે. ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન ઉત્પન્ન થાય છે. તે ધ્યાન ઓછા કે વધારે સમય સુધી તદ્દન એકાગ્ર રહે છે. ધ્યાન અવસરે મન, વચન અને કાયા એ ત્રણેનો વ્યાપાર બંધ થઈ જાય છે, ચિંતવન હોતું નથી. આત્મસ્વરૂપમાં એવી રમણતા થઈ જાય છે કે જેમ કોઈ સુંદર રૂપ જોવામાં ઉપયોગ એકાગ્ર થઈ જાય છે. તે સમયે ધ્યાતાને એવો વિચાર પણ નથી હોતો કે હું ધ્યાન કરું છું કે આત્માને ધ્યાવું છું. એ દશા એક એવી છે કે જેવું વર્ણન પણ થઈ ના શકે. તે દશાને અદ્વૈતભાવ કહે છે. ત્યાં એક આત્માનો જ સ્વાદ વિકલ્પ કે વિચાર રહિત હોય છે. આ સ્વાનુભવરૂપ આત્મધ્યાનને ઉત્પન્ન કરનાર આત્માની ભાવના જ છે. જેમ દહીંને વલોવતાં વલોવતાં માખણ નીકળે છે તેમ આત્માની ભાવના કરતાં કરતાં આત્મધ્યાન કે આત્માનુભવ થઈ જાય છે. હું શુદ્ધ છું, નિર્વિકાર છું, જ્ઞાયક છું, પરમાનંદમય છું, પરમાત્મસ્વરૂપ છું એવી ભાવના વારંવાર કરવી એ આત્માનુભવને જાગૃત કરનાર છે. જ્યારે આત્માનુભવ થાય છે ત્યારે એ ભાવના બંધ થઈ જાય છે. ત્યારે અદ્વૈતભાવ, નિર્વિકલ્પભાવ, સ્વાત્મરમણભાવ, એકાગ્રભાવ જ રહે છે. જ્યાં સુધી સ્વાનુભવ હોય છે ત્યાં સુધી નથી નિશ્ચયનયનો પક્ષ કે વિચાર કે નથી વ્યવહારનયનો પક્ષ કે વિચાર. આત્માનુભવ નયાતીત, વિકલ્પાતીત, અનિર્વચનીય, એક પરમાનંદમય અમૃતનો સમુદ્ર છે. આ સમુદ્રમાં સ્નાન કરતાં મગ્ન-લીન થવું એ આત્મધ્યાન છે. આત્મધર્મ સાચું સુખ. ૧૫૯ આત્માનું દાન કેવી રીતે થાય ? : જીવને, અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે. માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી, આત્માનું સ્વરૂપ સાંભળીને, યુક્તિ દ્વારા આત્મજ્ઞાન સ્વભાવી છે, એવો નિર્ણય કરવો.... પછી પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો, જે ઈન્દ્રય દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને, એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી, આત્મા પોતે જ્યારે સ્વસમ્મુખ લક્ષ કરે છે ત્યારે, પ્રથમ સામાન્ય સ્થળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું; તે આત્માનો અવગ્રહ થયો. પછી વિચારના નિર્ણય તરફ વળ્યો, તે ઈહા, નિર્ણય થયો તે અવાચ અર્થાત્ ઈહઆત્માનું ઈહાથી જાણેલા આત્મામાં આ તે જ છે, અન્ય નથી, એવા મજબૂત જ્ઞાનને અવાય કહે છે. આત્મા સંબંધી, કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય, તેને ધારણ કરે. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં છે ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો. પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિ સ્વરૂપે છે, તેમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન, તે શ્રત જ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મન-ઈન્દ્રય નિમિત્ત નથી. જીવ, તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી, તેમાં કરી શકે છે. અવગ્રહ કે ઈહા થાય, પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે, તો આત્માનો નિર્ણય ન થાય એટલે કે, અવાયજ્ઞાન ન થાય. માટે અવાયની ખાસ જરૂર છે, આ જ્ઞાન થતી વખતે વિકલ્પ રાગ, મન કે પરવસ્તુ તરફ લક્ષ હોતું જ નથી, પણ સ્વસમ્મુખ લક્ષ હોય છે. સમ્યગ્દષ્ટિને પોતાનું (આત્માનું) જ્ઞાન થતી વખતે, આ ચારે પ્રકારનું (અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા) જ્ઞાન થાય છે. ધારણા અને સ્મૃતિ છે; જે આત્માને સમ્યજ્ઞાન અપ્રતિહત ભાવે થયું હોય, તેને આત્માનું જ્ઞાન ધારણા રૂપે રહ્યા જ કરે છે. આત્મનિવેદન :અંતરની પ્રેરણા આત્મનિષ્ઠ :આત્મરત; આત્મામાં નિષ્ઠાવાળું (૨) આત્મામાં નિષ્ઠાવાળું; મુમુક્ષુ; આત્મવિશ્વાસી; આત્મશ્રદ્ધા; આત્મવિશ્વાસ, આત્મ ભક્તિ; આત્મા વિશે આસ્થા. આત્મપણે ભાવવું સમ્યગ્દષ્ટિ જીવ ભેદોને નહિ ભાવતાં, અભેદ આત્માને જ ભાવે છે -અનુભવે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy