SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ અશુદ્ધ નિશ્ચયનય કહો કે વ્યવહાર કહો, બન્ને એક જ વાત છે. પર્યાય, તે | વ્યવહાર અને દ્રવ્ય, તે નિશ્ચય છે. અસદભાવ:ભાવની ગેરહાજરી; ભાવની અસ્થિતિ; ભાવની અહયાતી. આશ્રયનો અભાવ; અનાશ્ચય; અનાધાર.(૨) સદુભાવનો અભાવ, અણગમો: અરુચિ, ખરાબ અભિપ્રાય. (૩) અસત્ ઉત્પાદ; અવિદ્યમાનનો ઉત્પાદ અસદભાવ સંબંદ્ધ અહયાતી સાથે સંબંધવાળો-સંકળાયેલો. (પર્યાયોની વિધા વખતે, વ્યતિરેક વ્યક્તિઓને મુખ્ય અને અન્વય શક્તિઓને ગૌણ કરાતી હોવાથી, દ્રવ્યને અસદ્ભાવ સંબદ્ધ ઉત્પાદ (અસત્-ઉત્પાદ, અવિદ્યમાનનો ઉત્પાદ) છે.) અસંદિગ્ધ :સ્પષ્ટ; નિશ્ચિત; નિઃશંક; સંદેહ રહિત. અવસાન વેષધારી જિનસૂત્રથી વિરુદ્ધ, ચારિત્રથી ભ્રષ્ટ આળસુ એવા વેષધારીને અવસન્ન કહેવાય. અસઝભવ્ય નજીકમાં જેની મુક્તિ થવાની છે તેવો જીવ. (૨) નિકટભવ્ય; નજીકમાં જેને મુક્તિ થવાની છે તે. (૩) તે જે ભવે મોક્ષ પામે તે. અસઝભવ્ય જીવ :મોક્ષગામી જીવ. અસાપન સપત્ન એટલે શત્રુ; કેવળ જ્ઞાનના શત્રુ કર્મ છે. કેવળજ્ઞાનમાં તે રહ્યાં નથી તેથી કેવળજ્ઞાન અસપત્ન છે. જેણે પોતાના પ્રતિપક્ષી ધાતી ચતુનો મૂળમાંથી નાશ કરી નાખ્યો છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. અસપત્ન = કર્મ શત્રનો નાશ. (૨) સપત્નનો અર્થ શત્રુ છે. કેવળજ્ઞાના શત્રુ કર્મ છે. તે તેને ....... (૩) જેને હરીફ કે શત્રુ નથી તેવું; જેને અપર માતાનો ભણેલો ભાઈ નથી તેવું. અસપત્ર, શત્રુ રહિત; ઘાતકર્મોના નાશ સહિત; ઘાકી કર્મો રહિત. કેવળ જ્ઞાનના શત્રુ ઘાતચતુર્કનો મૂળમાંથી નાશ કરી નાખ્યો છે. અસંwાક્ષસપાટિક સિંહનન જે કર્મના ઉદયથી, જુદા જુદા હાડ નસોથી બાંધેલાં હોય. પરસ્પર મેખ સહિત બંધાયેલાં, ન હોય. અસ્પષ્ટ પરના સ્પર્શ રહિત; જે વિસૂસા પરમાણુઓ (કર્મ બાંધવાને યોગ્ય પરમાણુઓ જે એક-ક્ષેત્રાવગાહી છે), તેના સ્પર્શથી રહિત. અસંભવ :વળી જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. ચેતના જીવ પદાર્થમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જણાય છે. જો આત્માનું લક્ષણ જડપણું કહીએ તો અસંભવ દોષ લાગે છે; કારણ કે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. (૨) જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. અસંભવ દોષ કોને કહે છે: લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવદોષ કહે છે. આસમગ્રપણે અપૂર્ણપણે; અધૂરાપણે; અંશે. અસમંજસ :છાજે નહિ તેવું; અનુચિત; મેળ ન ખાય તેવું; ઢંગધડા વિનાનું; અસ્પષ્ટ; મૂર્ખાઈ ભરેલું. (૨) અસંગત વર્ણન; મિથ્યાત્વભાવ; મિથ્યા શ્રદ્ધા કરાવનાર. (૩) અનુચિત; છાજે નહિ તેવું; વ્યસ્ત; મેળ ન ખાય તેવું; અસ્પષ્ટ; ઢંગધડા વગરનું; મુર્ખાઈ ભરેલું. (૪) છાજે નહિ તેવું; અનુચિત; અસ્પષ્ટ; મેળ ખાય નહિ તેવું, ઢંગધડાવિનાનું; મૂર્ખાઈ ભરેલું. અસમંજસતા અમળતાપણું, અસ્પષ્ટતા. અસમંજસભાસ :વેરભાવ; (અસમંજસભાવ) અસમતા :રાગદ્વેષપણું; અશાંતિ; અસમય :અયોગ્ય સમય; કટાણું; કસમય. અસક મિથ્યાજ્ઞાન. અસક મિથ્યાભાવ. અસામર્થ:નિર્બળ; અકુશળ. અસમવાય :અમિલન; અસંબંધ; અમેળાપ. અસમાધાન :મૂંઝવણ. અસમાધિ ચિત્તની સ્વસ્થતાનો અભાવ, એકાગ્રતાનો અભાવ; મનની ગૂંચવણ કે મૂંઝવણ. (૨) આત્મપરિણામની, અસ્વસ્થતા. (૩) આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થકર અસમાધિ કહે છે. અસમાન :વિજાતીય. અસમાન જાતિ ભિન્ન ભિન્ન જાતિ. (આત્મા અને શરીર, અસમાન જાતિ છે.) કર્મ અને આત્મા પણ, અસમાન જાતિ છે. અસમાન જાતીય જીવ પુલાત્મક દેવ, મનુષ્ય વગેરે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy