SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. અંગ, ૭. ઉપાસક અધ્યયન અંગ, ૮. અન્તકૃતદશાંગ, ૯. અનુત્તરૌપપાદિક અંગ, ૧૦. પ્રશ્ન વ્યાકરણ અંગ, ૧૧. વિપાક સૂત્રાંગ, ૧૨. દષ્ટિપ્રવાહ અંગ. અગધર અ + ગ એટલે જેને ગતિ-ગમન નથી એવો મહાન પર્વત ને ધર એટલે ધરી રાખનાર. મતલબ ભગવાનને અગધર અર્થાત્ ગિરિધર ભલે કહો પણ તેનો અર્થ જેમને ચાર ગતિના જનમ-મરણના ફેરા નથી તે છે. પ્રગટ અનંતની વીર્ય વડે નિજ અનંતા સ્વરૂપની રચના વા અનંતા ગુણ પર્યાયોની ભગવાને ધારી રાખ્યા છે માટે તેમને ગિરિધર –અગધર કહેવામાં આવે છે. અગ્નિ અગ્નિના ત્રણ મુખ્ય ગુણો વર્ણવ્યા છે : પાચક, પ્રકાશક અને દાહક. અગ્નિ અનાજને પકવે, એ પાચક, અગ્નિ પોતાને અને પરને પ્રકાશે, તે પ્રકાશક અને લાકડાં આદિને બાળે, તે દાહક. તેમ ભગવાન આત્મામાં ત્રણ મુખ્ય ગુણો છે. પાચક - સમ્યગ્દર્શન પૂર્ણાનંદને પચાવે છે, તે પાચક. એક સમયની સમ્યગ્દર્શનની પર્યાય, પૂર્ણાનંદસ્વરૂપને પચાવે . પ્રકાશક: જ્ઞાન સ્વ અને પરને જાણવાનો પ્રકાશ કરે છે, તે પ્રકાશક; અને દાહક : વીતરાગી ચારિત્ર રાગાદિને બાળી મૂક છે. તે દાહક. જ્યાં આત્મામાં સ્થિરતા થઈ ત્યાં રાગ રહેતો નથી, એ દાહક. આમ અગ્નિના દષ્ટાંત, આત્મામાં ત્રણ ગુણ કહ્યા. (૨) તેમાં ત્રણ ગુણ છે - (a) પાચક, (b) પ્રકાશક અને (c) દાહક. આ ત્રણ ભેદ પાડવા, તે વ્યવહાર છે. (૩) અગ્નિ બાળવાની ક્રિયા કરતો હોવાથી, અનિને ઉષ્ણતા અર્થાતુ ગરમી કહેવામાં આવે છે. અગ્નિ પરીક્ષા કસોટી કરવી. અગ્નિકાયિક :અગ્નિ જ જેનું શરીર હોય છે એવો જીવ. અગ્નિકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુસ્થિતિ : ૩ દિવસ રાત અણપ્તવીર્ય ભલે શ્રેણિક રાજાને વ્રત પચ્ચખા કહી શકાય, તેવું ન હતું પણ ચિત્ત ભગવાનમાં જ વર્તતું હતું, અને એ જ અંગુપ્ત વીર્ય. અગુપ્તવીર્યથી પ્રગટ પુરુષાર્થથી. અતિ :અરક્ષણ. અંગ-પ્રકીર્ણક તીર્થકર કેવળીનો દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે તે અનુસાર ગણધરદેવ ગ્રંથરચના કરે છે તેને અંગ પ્રર્કર્ણક કહે છે. અંગપ્રવિષ્ટ અંગપ્રવિષ્ટ બાર ભેદનાનામ. નામ = ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગ, ૬. જ્ઞાતુધર્મ કથા અંગભુત :ભાગરૂપ; અંગરૂપ બનેલું; આત્મીય; સ્વકીય; પોતાનું; અંગત. અગમ અગમ્ય; કઠણ; આકરો; અગમ્ય એટલે જ્યાં કોઈ ન પહોંચી શકે તેવું; ઈન્દ્રિયાતીત. અગમનિગમ કુદરતના તત્ત્વોની ભેદી કે રહસ્યમય ચર્ચા વિચારણા જેમાં છે તેવું પારંપારિક શાસ્ત્ર. આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર :અધ્યાત્મમાં શુદ્ધ દ્રવ્યને નિશ્ચય કહે છે અને શુદ્ધ પરિણતિને વ્યવહાર કહે છે. આગમમાં શુદ્ધ પરિણતિને નિશ્ચય કહે છે અને તેની વર્તતા શુભ પરિણામને વ્યવહાર કહે છે. અંગ :ચંદન અગ્ર વિષય; ધ્યેય; આલંબન. અંગુરલgધર્મ:અગરાણત્વગુણ કોને કહે છે ? જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન પરિણમે, અથવા એક ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક અથવા અનંતગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તેને અગુરુલઘુત્વ ગુણ કહે છે. અગુરુ લઘુત્વગુણ દ્રવ્ય અનંતગુણનો સમૂહ છે, તે સર્વ ગુણોના કાર્ય પણ ભિન્ન | ભિન્ન છે. તેમાં એક દ્રવ્યત્વ ગુણ પણ છે તે ગુણનું કાર્ય એ છે કે દ્રવ્ય સદા પરિણમન કરતું રહે. કદી પણ પરિણામ રહિત ન હોય, દ્રવ્યત્વ ગુણના નિમિત્તે દ્રવ્ય સદા પરિણમન કર્યા કરે છે, પરંતુ પરિણમન કરવા છતાં પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ કદી થઈ શકતું નથી. અર્થાત્ જીવ દ્રવ્ય પુદ્ગલરૂપ અથવા અપુદ્ગલ દ્રવ્ય જીવરૂપ કહી શકતું નથી, આમ કેમ નથી થતું? એનો ઉત્તર આ છે કે તે જ ગુણોમાં એક અગુરુલઘુ નામનો પણ ગુણ છે. તેનું કાર્ય એ છે કે કોઈ પણ દ્રવ્ય પરિણમન પોતાના સ્વરૂપમાં કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ કદી ન થાય, એક ગુણ પણ બીજા ગુણરૂપ ન થાય તથા એક દ્રવ્યના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy