SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ રાગનું આકુળતાનું કાર્ય કેમ કરે ? અને પરનું કારણ બનાવી, પોતાનાં કાર્ય કેમ કરે ? અહાહા .... અકાર્ય કારણત્વશક્તિ વડે તે પરનું કારણ પણ નથી, અને પરનું કાર્ય પણ નથી. અકાર્ય-કારણત્વ શક્તિ જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણત્વશક્તિ. (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે સ્વરૂપ અકાર્યકારણત્વ શક્તિ.) અકારાંતર :અન્ય આકારે. અકાલ :અસમય. અશ્વિન :સ્વેચ્છાએ સર્વત્યાગ; જેની પાસે કશું જ (દ્રવ્યાદિ) નથી તેવું. (૨) જેની પાસે કશું જ (દ્રવ્યાદિ) નથી તેવું; નિર્ધન; સાવ ગરીબ; આત્મા સિવાય મારું કંઈ નથી; અસંગ ભાવ. (૨) જેની પાસે કંઈ પણ પરિગ્રહ નથી એવો. અહિંથન્ય-ધર્મ જે મુનિ નિઃસંગ થઈ, સુખ-દુઃખદાયક નિજભાવને રોકી નિદ્રપણે વર્તે છે તેને આકિંચન્ય ધર્મ છે. અકિંચિત્થર એક બીજાને કાંઈ કરી શકે નહિ. (૨) કાંઈ કરતું નથી. (૩) કશું જ ન કરનારું, અસમર્થ; સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી-કાંઈ કરતો નથી. (૪) પોતાનું ધારેલું કાંઈ કરી શકતો નથી, પરમાં કોઈનું કાર્ય કંઈ કરી શકાતું નથી. (૫) કાંઈ પણ કરવા સમર્થ નથી. (૬) કાંઈ કરતો નથી. (૭) બીજાને કાંઈ કરી શકે નહિ તે. (૮) કંઈ કરતો નથી, સ્વભાવનો, કિંચિત્ ઘાત કરતો નથી. અકિંચિત્કર છે કંઈ કરતું નથી; સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી. અખંડ કયારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું અખંડ એકરૂપપણું. (૨) આત્માનું જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે અર્થાત અનેક સેવાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી. જ્ઞાન અખંડપણે જ રહે છે. (૩) એકરૂપ. (૪) કોઈપણ વસ્તુના સંયોગમાં રહ્યા છતાં તેમાં પરાધીનતા આવતી નથી કે ભેદ પડતા નથી, ચૈતન્યનો કોઈ અંશ અચેતન પણે કે રાગદ્વેષપણે થઈ જતો નથી. (૫) ક્યારે પણ ખંડિત ન થાય; મંદ ન થાય; નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ. (૬) ક્યારે પણ ખંડિત ન થાય; મંદ ન થાય; નાશ ન પામે એવું. અખંડ જન :ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન. અખંડ નીતિ દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં, સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેતું, તેનું નામ નીતિ છે. એ નીતિ મૂક્યાં પ્રાણ જાય, એવી દશા આવશે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને પુરુષનું વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાભ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વે વૃત્તિઓ, નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. અખંડ દ્રવ્યદષ્ટિના જોરે સ્વની અસ્તિના જોરે. અખંડિત :નિરંતર શાશ્વત સ્થિતિવાળા. (૨) પરિપૂર્ણ; અતીન્દ્રયજ્ઞાન માત્ર. અખંડિત અરિહંત આત્મઐશ્વર્યયુક્ત, અખંડિત, નિરંતર, શાશ્વત સ્થિતિવાળા અરિહંત. અખિલ :સમસ્ત (૨) સર્વ યત્નથી અંગ :મસ્તક, પીઠ, હૃદય, બાહ, ઉદર, ઢીંચણ, હાથ, પગ તેને અંગ કહે છે. (૨) બે પગ, બે હાથ, નિતંબ, પીઠ, પેટ અને મસ્તક આ આઠ અંગ છે. (૩) શરીર. (૪) વત્સ. અંગ અને અંગી આત્મા તે અંગી અને સ્વભાવભૂત સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર તે અંગ. અંગ બાહ્ય અંગ બાહ્ય શ્રુતમાં ચૌદ પ્રકીર્ણક હોય છે. આ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના જે દિવસે તીર્થકર ભગવાનનો દિવ્યધ્વનિ છૂટે છે ત્યારે ભાવશ્રુતરૂપ પર્યાયથી પરિણત ગણધર ભગવાન એક જ મુહૂર્તમાં ક્રમથી કરે છે. આ બધાં શાસ્ત્રો નિમિત્ત માત્ર છે; ભાવ શ્રુતજ્ઞાનમાં તેને અનુસરીને તારતમ્યતા હોય છે – એમ સમજવું. અગણિત :બેહદ; અપરિચિત. અગતિ :અવગતિ; નરકમાં પડવું તે. અગદ :ઔષધ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy