SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે, કારણકે તે અભિપ્રાયપૂર્વકના આસવોથી, નિવર્યો છે. તેને પ્રવૃત્તિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે, તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી, પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે, ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસવ-બંધ થાય છે, તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં, તો તે આસવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે. જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે, તેનું કારણ આ પ્રમાણે છે:મિથ્યત્વસંબંધી બંધ, કે જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (કહેવા ધારેલો) છે. અવિરતિ આદિથી બંધ થાય છે, તે અલેપ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસારનું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છેઃ-જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યત્વનો ઉદય હતો ત્યાં સુધી, તે અજ્ઞાન કહેવાતું હતું અને મિધ્યત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચરિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી, તેથી જ્ઞાનીને બંધ નથી; કારણકે વિકાર કે જે બંધરૂપ છે, અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. અવિરતપણે સતતપણે. અવિરતિ : અવિરતિ :અસંયમ. (૨) વિરતિનો અભાવ, વૈરાગ્યનો અભાવ; (૩) તે ચારિત્રમોહનીય કર્મની પર્યાય છે. (૪) પર પદાર્થ પ્રત્યેની આસક્તિનો અત્યાગભાવ તે જીવઅવિરતિ; પોતાના સ્વરૂપમાં સ્થિર નહિ રહેતાં અસ્થિર થઈ જાય તે અવિરતિ; સમ્યગ્દર્શન થતાં પર પદાર્થની આસક્તિનો શ્રદ્ધામાંથી ત્યાગ થઈ ગયો હોય, જે જે રાગ-દ્વેષના પરિણામ આવે તેનાથી જુદું ભાન વર્તતું હોય તો પણ અસ્થિરતામાંથી આસક્તિ છૂટી ન હોય તેનું નામ જીવઅવિરતિ. તે જીવઅવિરતિ વખતે અપ્રત્યાખ્યાનાવરણીય આદિ ચારિત્રમોહનો ઉદય છે તે અજીવ અવિરતિ છે. (૫) પાપોમાં પ્રવૃત્તિ; અસંયમ, અવ્રત. (૬) વૈરાગ્યનો અભાવ. (૭) અવિરતિના પાંચ ભેદ છે :હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ. (૮) વળી જીવોને જે | ૧૨૯ અવિસ્મરણ અર્થાત્ અત્યાગભાવ છે તે અસંયમનો ઉદય છે. પરની આસક્તિથી નિવર્યો નથી તે અત્યાગભાવ છે, એટલે કે અવિરતિભાવ છે. તે અવિરતિભાવમાં કર્મના ઉદયનું નિમિત્ત છે. (૯) પર વસ્તુમાં આસક્તિ તે અવિરતિ છે. પરવસ્તુમાં પ્રીતિનો અત્યાગભાવ તે અવિરતિ છે. અત્યાગભાવ. (૧૧) (a) ચારિત્ર સમ્બન્ધી નિર્વિકાર સ્વસંવેદનથી વિપરીત અવ્રત પરિણામરૂપ વિકારને અવિરતિ રહે છે. (b) હિંસાદિક પાપોમાં તથા પાંચ ઈન્દ્રિયો અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવાને અવિરતિ કહે છે. અવિરતિના બાર ભેદ છે; છ કાયના જીવોની હિંસાના ત્યાગરૂપ ભાવ ન કરવો તથા પાંચ ઈંદ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી એ રીતે અવિરતિના ૧૨ ભેદ છે. (૧૨) ચારિત્ર ગુણનો વિકાર. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણે અવસ્થા પર્યાય છે. એ ત્રણે ઉપયોગરૂપ, એ ત્રણે ચેતન્યનો અરૂપી વિકાર છે. નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઈત્યાદિ અબ્ધ છે તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પદુલ કર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઈત્યાદિ જીવ છે તે મૂર્તિક પુલકર્મથી અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે. • ચારિત્ર સમ્બન્ધી નિર્વિકાર સ્વસંવેદનથી વિપરીત અકાત પરિણામરૂપ વિકારને અવિરતિ કહે છે, (૨) હિંસાદિક પાપોમાં તથા પાંચ ઈન્દ્રિય અને મનના વિષયોમ પ્રવૃત્તિ કરવાને અવિરતિ કહે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ :સમ્યગ્દર્શન સહિત, પરંતુ વતરહિત એવા ચોથા ગુણસ્થાનવર્તી જીવ. અવિરતિનું સ્વરૂપ :પાંચ ઈન્દ્રિયો તથા મનના વિષયો અને પાંચ સ્થાવર તથા એક ત્રસની હિંસા એ બાર પ્રકારના ત્યાગરૂપ ભાવ ન થવા તે બાર પ્રકારની અવિરતિ છે. જેને મિથ્યાત્વ હોય તેને તો અવિરતિ હોય જ છે, પરંતુ મિથ્યાત્વ છૂટી ગયા પછી તે કેટલાક કાળ રહે છે. અવિરતિ તે અસંયમ પણ કહેવાય છે. સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી દેશચારિત્રના બળ વડે એક દેશ વિરતિ થાય તેને અશ્વત કહેવાય છે. મિથ્યાત્વ છૂટયા પછી તરત અવિરતિનો પૂર્ણ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy