SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અવાન્તર ભેદો :ભેદોના ભેદો, ભાગોના પણ ભાગો. અવાન્તર રૂપ:ભેદરૂપ. અવાન્તર સત્તા વિશેષ સત્તા. કોઈપણ વિવક્ષિત પદાર્થોની સત્તાને, અવાન્તર સત્તા કહે છે. અનાનુપૂર્વી એક જ કામમાં નવકારમંત્રનું સ્મરણ કર્યા કરવાથી તે મુખપાઠી જ થઈ જાય છે. જેથી પાંચે નમસ્કાર માટે અંક નિશ્ચિત કરી તેને લામવિલોમ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે અને જે અંક હોય તે પદનું સ્મરણ કરી નમસ્કાર કરવામાં આવે છે. આવા લોમ વિલોમ સ્વરૂપમાં ગોઠવાયેલા અંકવાળ કોષ્ટકને અનાનુપૂર્વી કહે છે. આ અનાનુપૂર્વીના અંક અનુસાર નમસ્કાર કરવામાં ચિત્તને વધુ એકાગ્ર બનવું પડે છે, એથી બીજા વિચારો કરતાં અટકે છે. પરિણામે કર્મની નિર્જરા વિશેષ થાય છે. અવાય :વિશેષ ચિહ્ન દેખવાથી, એનો નિશ્ચય થઈ જાય, તે અવાય છે. (૨) ઈહાજ્ઞાનથી જાણેલા પદાર્થવિષયક સંદેહનું દૂર થઈ જવું તે, “અવાય' (નિર્ણય) છે. પહેલાં ઈહાજ્ઞાનથી શું આ ભવ્ય કે અભવ્ય છે, એ પ્રકારે જે સંદેહરૂપી બુદ્ધિ દ્વારા વિષય કરવામાં આવેલો જીવ છે, તે અભવ્ય નથી, ભવ્ય જ છે. કેમકે તેમાં ભવ્યત્વના અવિનાભાવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ પ્રગટ્યા છે,-એ પ્રકારે ઉત્પન્ન થયેલ ચય (નિશ્ચય) જ્ઞાનનું નામ અવાય છે. (૨) અવાયનો અર્થ નિશ્ચય અથવા નિર્ણય થાય છે; ઈહા પછીના કાળ સુધી ઈહાના વિષય પર લક્ષ્ય રહે તો જ્ઞાન સુદઢ થઈ જાય છે. અને તેને અવાય કહે છે. જ્ઞાનના અવગ્રહ, ઈહા અને અવાય એ ત્રણે ભેદોમાંથી અવાય ઉત્કૃષ્ટ અથવા સર્વથી અધિક વિશેષજ્ઞાન છે. (૩) નિર્ણય. (૫) ઈહાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે અન્ય નથી વા દઢ જ્ઞાનને અવાય કહે છે; જેમ કે - તે ઠાકુરદાસજી જ છે, બીજો કોઈ નથી. અવાયથી જાણેલા પદાર્થમાં સંશય તો થયો નથી પરંતુ વિસ્મરણ થઈ જાય ૧૨૫ અવિપાક નિર્જરા :ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં જે કર્મો આત્માના પુરુષાર્થના કારણે આત્માથી જુદા થઈ ગયાં તે અવિપાક નિર્જરા છે તેને સકામ નિર્જરા. પણ કહેવાય છે. અવિકલ:બાવરું નહિ તેવું, વ્યાકુળ નહિ તેવું, અવિચળ, સ્થિર, સ્થિતપન્ન (૨) પવિત્ર. (૩) અખંડ; પૂર્ણ; વ્યવસ્થિત અવિકલ્પ અભેદ; ભેદ વિનાનો. (૨) શંકાનો અભાવ; ચોક્કસપણું; નિશ્ચય; ભેદની કલ્પનાથી રહિત; અભિન્ન. અવિકળ : અખંડ; પૂર્ણ; વ્યવસ્થિત; જેમાંથી કલા-અંશમાત્ર પણ ખંડિત થયા નથી તેવું. (૨) નર્મળ; પરિપૂર્ણ; અખંડ; વ્યવસ્થિત; વ્યાકુળ-ગભરાયેલું નહિ એવું. (૩) આયુકર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય. અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે. આયુષયકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે. આયુષ્યપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. બીજી પ્રવૃતિઓ ભવમાં વેદાય અને અન્ય ભવમાં પણ વેદાય. જીવ જે ભાવની આયુષ્યપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધ-પ્રકૃતિ છે. તે બંધ-પ્રકૃતિનો ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષ્યપ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી. આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભોગવાતી નથી. ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવાં તેનો આધાર આયુષકર્મ ઉપર છે. જેમકે, એક માણસની સો વર્ષની આયુષ્યકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે; તેમાંથી તે એંસીમે વર્ષે અધૂરે આયુષે મરણ પામે તો બાકીના વીશ વર્ષ ક્યાં અને શી રીતે ભોગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમા વર્ષથી નથી; તેથી કરીને આયુષ ઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહિ. જે જે પ્રકારે બંધ પડ્યો હોય; તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ ત્રુટવાનું આવે; પરંતુ તેમ બની શકતું નથી. સંક્રમણ, અવાસ્તવિક વાજબી નહિ એવું; અયથાર્થ;
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy