SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલું; પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું. (૧૪) ટકતો; ટકે છે; હોવાથી (૧૫) નિશ્ચળ; સ્થિર; ધ્રુવ. (૧૬) રહેલું; ટકેલું. અવસ્થિત અવધિજ્ઞાન :જે અધિજ્ઞાન એક સરખું કહે, ન વધે-ન ઘટે, તેને અવસ્થિત અવધિજ્ઞાન કહે છે. અવસ્થિત પ્રમાણ નિયત પરિમાણ; નિશ્ચિત માપ. (ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્યનું માપ, લોક જેટલું નિયત છે.) અવસ્થિતપણું :સ્થિરપણું; ટકી રહેવું તે. એકરૂપપણું અવિચળપણું. અવસ્થિતિ હયાતી; હાજરી. (૨) આચરણ; અનુષ્ઠાન. અવસત્ર :જિનસૂત્રથી વિરુદ્ધ. ચારિત્રથી ભ્રષ્ટ, આળસુ એવા, વેષધારીને અવસન્ન કહેવાય. અવશ્યભાવી જરૂર હોનાર; અપરિહાર્ય. અવસર :અવ + સર, અવ = નિશ્ચય, સર એટલે બાણુ; - શુદ્ધનયરૂપી ધનુષ્ય અને શુદ્ધ ઉપયોગની તીક્ષ્ણતાની એકાગ્રતારૂપી બાણ વડે સર્વ કર્મ કલંકનો નાશ થઈ જાય, તેવો અવસર જલદી પ્રાપ્ત કરવાની ભાવના છે. (૨) તે તે ભાવની સ્થિરતાની અવસ્થા; એકાગ્રતા; અહીં મુખ્યપણે મુનિપણાની નિગ્રંથદશાને અવસર ગણ્યો છે. (૩) પ્રસંગ; સમય; કાળ; સારો સમય; સારો વખત; સાચે કાળ, મોકો; તક; લાગ. (૪) અવ =નિશ્ચય, સર = શ્રેયોમાર્ગ; નિશ્ચય શ્રેયોમાર્ગ. (૫) પ્રસંગ; ટાણું. અવસર્પિણી કાળ ઊતરતો કાળ; જે કાલમાં જીવોની શક્તિઓ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. ૧૦ ક્રોડાકોડી સાગરનો આ કાલ હોય છે. (૨) નીચે સરકતો જતો એટલે ઉત્તરોત્તર નીચે ઊતરતો પડતો કાળ તે અવસર્પિણીકાળ. પંચમકાળ-કળિયુગ. નિર્ણય. : આ ભવિજ છે એવો નિર્ણય થવો તે અવાય છે, કેમ કે તેનામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ દેખાય છે માટે એ ભિવ છે- આવો જ્ઞાનમાં નિશ્ચય-નિર્ણય થાય તે અવાય છે. આવો નિર્ણય પોતામાં રહેલા જ્ઞાનને કારણે થાય છે હોં, એ કાંઈ પરવસ્તુને કારણે કે પરને અનુસરીને થાય છે એમ નિહ. આ છ ૧૨૪ મતિજ્ઞાનની કેટલી તાકાત ! અહો ! સામો જીવ સમ્યગ્દષ્ટિ-જ્ઞાની છે, માટે ભવિ જ છે એવો નિર્ણય કરવાની મતિજ્ઞાનની અચિંત્ય તાકાત છે. અહો ! આવું મતિજ્ઞાન ! છતાં, તે નિર્ણયનો પર્યાય સામા જીવને લઈને થાય છે એમ નથી, સામો જીવ છે તો આ નિર્ણય થયો છે એમ નથી; પરંતુ અંદરમાં ત્રિકાળી સ્વભાવજ્ઞાન છે અને તેને અનુસરીને આ નિર્ણય થયો છે, અને થાય છે. જુઓ આ ભગવાન આત્માના જ્ઞાનનો વૈભવ ! પહેલાં પ્રથમનું જ્ઞાન-અવગ્રહ થાય, પછી ઈહા-વિચારણા થાય, અને પછી અવાય-નિર્ણય થાય છે. જો તે બધીય પર્યાયોનો પ્રવાહ અંદરના ત્રિકાળી જ્ઞાનગુણને અનુસરીને આવે છે, અર્થાત્ એ ધ્રુવ-ખાણમાંથી-અંદરમાંથીપ્રવાહ આવે છે, બહારમાંથી નહિ. દ્રવ્ય સત્તાને ગુણ-સત્તા ત્રિકાળ છે તેમાંથી વર્તમાન પર્યાય સત્તાનું હોવાપણું આવે છે. ત્રિકાળ છે એમાંથી જ્ઞાનનો પ્રવાહ વહે છે એમ વાત છે. અવાક વાચા રહિત; કહી શકે-નિર્દેશ કરી શકે નહિ તેવું; માંદગીની પરા કોટિએ બોલવાની શિક્ત નથી રહી તેવું; બેભાન; બેશુદ્ધ; બેહોશ. (૨) બોલવું બંધ થઈ જાય. (૩) કહી ન શકાય નહિ એવું. અવાસ્થ્ય :વચન અગોચર. (૨) અવર્ણ; અકથ્ય; ન વંચાય એવું. (૩) ન કહી શકાય એવું. (૫) કહી શકાયનહિ એવું; અવક્તવ્ય. અવાંતર :કોઈ પણ બે પદાર્થ-સ્થિતિ-સંયોગો વચ્ચે રહેલું; વચ્ચે રહેલું; વચલા ગાળાનું; સમાવેશ પામેલું; ગૌણ; બાહ્ય; બહારનું. (૨) વિશેષાત્મક અવાંતર સત્તા ઃજે એક વસ્તુની સ્વરૂપ સત્તા છે તે બીજાની નથી. તેથી તે અનેક કહેવાય છે. (૨) પ્રતિનિશ્ચિત (એકેક નિશ્ચિત) વસ્તુમાં રહેનારી સ્વરૂપઅસ્તિત્વને સૂચવવાની, અવાન્તર સત્તા (વિશેષ સત્તા) છે. અવાંતર જાતિ :પેટા જાતિ. (પૃથ્વીકાય, અકાય, તેજઃકાય અને વાયુકાય, એ ચારમાંના દરેકના સાત લાખ પેટાજાતિરૂપ ભેદો છે; વનસ્પતિકાયના, દસ લાખ પેટા ભેદો છે.) અવાંતરસત્તા પ્રતિનિયત વસ્તુમાં વ્યાપનારીતે અવાંતર સત્તા છે. નિશ્ચિત એક પર્યાયમાં વ્યાપના રીતે અવાંતર સત્તા છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy