SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અવભાસે છે ઃજણાય છે. અવભાસન અવભાસવું તે; પ્રકાશવું તે; જણાવું તે; પ્રગટ થવું તે. (૨) પ્રકાશવું; દેખાવું; જણાવવું. (૩) વિક્લ્પ; અવભાસવું તે; પ્રકાશવું તે; જણાવું તે; પ્રગટ થવું તે. અવભાસ્યું :નિજ સ્વરૂપુ સ્વરૂપ અવભાસ્યુ= આત્માનું સ્વરૂપ અવ આત્માસ્વરૂપની મર્યાદા પ્રમાણે જેમ છે તેમ ભાસ્યું- જાણયું;પૂણૅ આત્માજ્ઞાન પ્રાપ્ત કર્યું. અવમૌદર્ય :ઉણોદરી; અલ્પાહાર. અવ્યક્ત :અસ્પષ્ટ; અદૃશ્ય; અજ્ઞાત; પરમાત્વ તત્ત્વ. (૨) ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક. (૩) ઈન્દ્રિયોને ગોચર નથી; ઈંદ્રિયોથી અગોચર; અસ્પર્શ. (૪) અપ્રગટ. (૫) અદૃશ્ય; અસ્પષ્ટ; અજ્ઞાન; (૬) અનેરો; જુદો; અન્ય ઈંન્દ્રિયોથી અગોચર; ઈન્દ્રિયોથી જણાય નહિ તેવો. (૭) ઈન્દ્રિયગોચર નહિ તે; ઈંદ્રિયોથી ન જાણી શકાય તે (૮) ધ્રુવ દ્રવ્ય. (૯) અપ્રગટ; અજ્ઞાત; (૧૧) ઈન્દ્રિય અપ્રત્યક્ષ; અતીન્દ્રિય પ્રત્યક્ષ. અવ્યક્તત્વાદિ :અવ્યક્તત્વ વગેરે; અપ્રકટત્વ વગેરે. અલ્પાના :અપ્રગટતા. (૨) નિરાકુળતા અવ્યગ્રતા :નિરાકુળતા; અનાકુળતા; નિર્વ્યગ્ર. અવ્યુત્પન્ન :અનુભવ વિનાનું; આવડત વિનાનું; વ્યાકરણનું જ્ઞાન જેને નથી તેવું; વિશેષ જ્ઞાનરહિત. અવ્યતિરેક :અભિન્નતા. અવ્યતિરિક્ત ઃઅભિન્ન. (સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે. તેથી જ્ઞાન ચેતના સ્વભાવિક સુખના સંચેતન-અનુભવન-સહિત જ હોય છે.) (૨) અભિન્ન. (જેમ ‘સાકર એક દ્રવ્ય છે અને ગળપણ તેનો ગુણ છે કોઈ સ્થળે દૃષ્ટાંતમાં કહ્યું હોય તો તે સિદ્ધાંત તરીકે ન સમજવું જોઈએ, તેમ અહીં પણ જીવના સંકોચ વિસ્તારરૂપ દૃષ્કૃતને સમજાવવા માટે રત્ન અને દૂધમાં ફેલાયેલી) તેની પ્રભાને જે અવ્યતિરિકતપણું કહ્યું છે તે સિદ્ધાંત તરીકે ન સમજવું પુદ્ગલાત્મક રત્નને દૃષ્ટાંત બનાવીને અસંખ્યપ્રદેશી જીવદ્રવ્યના સંકોચવિસ્તારનો કોઈ રીતે ખ્યાલ કરાવવાના હેતુથી અહીં રત્નની પ્રભાને ૧૨૦ રત્નથી અભિન્ન કહી છે. (અર્થાત્ રત્નની પ્રભા સંકોચ વિસ્તાર પામતાં જાણે કે રત્નના અંશો જ રત્ન જ - સંકોચ વિસ્તાર પામેલ હોય એમ ખ્યાલમાં લેવાનું કહ્યું છે.) (૩)અભેદ. (૪) અભિન્ન; જુદું નથી; અભિન્નતા; એકપણું. (૫) અભિન્ન; જુદું નહિ તે. અવ્યતિરિક્ત ભાવ ઃઅવ્યતિરિક્તભાવ = અભિન્ન ભાવ.અભિન્નપણું. અવ્યાબાંધ મોક્ષ; કેવળ; નિરપેક્ષ; નિર્વિકલ્પ અવ્યભિચારી જે જ્ઞાનમાં કદી અન્યથા પરિણામરૂપ વ્યભિચારી દોષ આવતો નથી તેને અવ્યભિચારી સમજવું જોઈએ. (૨) જેનું કદી પણ સંશયવિપર્યયાદિરૂપ અન્યથા પરિણમન થતું નથી. અવ્યય શાશ્વત; કદીય ખૂટે નહિ, એવી. (૨) કદીય જેનો અભાવ થવાનો નથી તે. ભગવાન આત્માવસ્તુપણે અવ્યય છે. (૩) સર્વજ્ઞપણું પ્રગટ થયું, પછી કદીય એનો અભાવ થવાનો નથી. એ અપેક્ષાએ તેઓ ભગવાન અવ્યય છે. પર્યાય બીજે સમયે વ્યય થાય, એ જુદી વાત છે. પણ એક વખત સર્વજ્ઞપણું પ્રગટ થયું, પછી અલ્પજ્ઞ થઈ જાય, એમ કદીય બનતું નથી. સર્વજ્ઞદશા, એ વ્યય વિનાનો ઉત્પાદ છે. ભગવાન, આત્મા વસ્તુપણે અવ્યય છે. (૪) અવિનાશી (૫) અવિનાશી; નિત્ય; પોતાના શુદ્ધ-બુદ્ધ સ્વભાવથી ચ્યુત થતા નથી. (૬) અવિનાશી, નિત્ય, શાશ્વત, ન બદલાય એવું, અચ્યુત. અવ્યયપદ :મોક્ષ. (૨) અવિનાશી પદ; જેનો કદી નાશ ન થાય તેવું પદ; મોક્ષપદ. અવ :અંશ. (૨) આખી વસ્તુનો વિભાવ, અંશ; સાધન; ઉપકરણ. અવયવભૂત ઃઅંશરૂપ. અચવરૂપ :અંગરૂપ; અંશોરૂપ. ભાગરૂપ; હિસ્સારૂપ; પક્ષોરૂપ. અવસ્થા :પયાર્ય. અવ્યવસ્થિત વ્યવસ્થા વગરની, ઢંગધડાવગરની અવ્યવહાર રાશિ :નિરર્થક સમૂહ અવયવી :અવયવવાળાં; સાયવ; અંશવાળા; અંશી; જેમને અવયવો (અર્થાત્ એકથી વધારે પ્રદેશો) હોય એવા. (૨) અંશી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy