SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અરૂપી જેમાં રૂપ આદિ પુદ્ગલના ગુણ ન હોય તે. (૨) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રહિત તે અરૂપી. (૩) અમૂર્ત. (૪) સૂક્ષ્મ. અરૂપી સ્પર્શ, રસ, ગંધ, વર્ણરહિત તે અરૂપી. આર્યવિચાર ઃમુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાન કાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન તથા તે અજ્ઞાન અને અભાનમાં કારણોનો વિચાર. અધિજ્ઞાન તે મન-ઈન્દ્રિયોના નિમિત્ત વિના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે છે. અરવિંદ ઃકમળ. અદ્વૈત :સર્વજ્ઞ પરમાત્મા, અર્હત એટલે સર્વને પૂજનીય છે, પર્યાયમાં બધાને પૂજવા લાયક છે, એમ ભગવાન આત્મા, પણ પૂજનીય અર્હત છે. પૂજનાર પર્યાય છે. પૂજવા યોગ્ય, ભગવાન આત્મા છે. (૨) અત્યંત; અરિહંત; જેમણે રાગ-દ્વેષ-મોહને અજ્ઞાનને હણીને પૂર્ણ જ્ઞાન તે આનંદની દશા પ્રગટ કરી છે એવા કાર્યપરમાત્મા તે અદ્વૈત-પરમેશ્વર છે. (૩) પૂજ્ય, ત્રણ કાળના ઈન્દ્રા વડે ત્રિલોક પૂજ્ય છે, ત્રણે લોકમાં સર્વને વંદનીય છે. બધા ગુણો નિર્મળ ઊઘડી ગયા છે અને પરમ પૂજ્ય ગુણની મુખ્યતા જેનામાં પ્રગટ છે તેથી પૂજ્ય છે એવા. (૪) પૂજવા યોગ્ય. (૫) સર્વને પૂજનીય. અરહંત પદ :અરહંતપદ, ભાવમોક્ષ, જીવનમોક્ષ તથા કેવલ જ્ઞાનની ઉત્પત્તિ આ ચારે શબ્દો એક જ વસ્તુને સૂચવનારા છે. નિર્વિકલ્પ સમાધિમાં લીન થવાથી આત્મામાં રહેલાં એવાં જ્ઞાનાવરણ, ઘાર્શનાવર, અંતરાય અને મિથ્યાવાદ આદિ ચાર ધાતિયાં કર્મો નાશ પામે છે. તેથી આત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તે સમયે આત્મા અરિહંત, કેવલજ્ઞાની તથા જીવનમુક્ત કહેવાય છે. પછી અઘાત્યિાં કર્મો (આયુષ્ય, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મો) નો વિધ્વંસ કરી સિદ્ધ પરમાત્મા થાય છે. સિદ્ધ પરમાત્મા વિદેહમુક્ત કહેવાય છે. અરિહંત તથા સિદ્ધની આરાધના કરવાથી આત્મા પોતાના સ્વરૂપને પામે છે. અરિહંત ભગવાનનું જ્ઞાન સમસ્ત પદાર્થોના સમસ્ત પર્યાયોનો એકી સાથે એક સમયમાં જાણે છે તથા દર્શનથી દેખે છે. જે જ્ઞાન ઈન્સિય વિનાનું છે, ૧૦૮ મતિજ્ઞાનની સમાન ક્રમપૂર્વક થતું નથી. તે કેવલી ભગવાનું સુખ તથા જ્ઞાન અવિનાશી, અતીન્દ્રિય તથા અનંત છે. એમાં શંકા કર્તવ્ય નથી. અત્યંત પ્રવચનનો અંશ :ભગવાનશ્રી અરિહંતના શ્રીમુખેથી નીકળેલી દિવ્ય ધ્વનિવાણી– પ્રવચન એનો એક અંશ છે. અહંત-સિદ્ધ-સાધુઓ અર્હત સિદ્ધ-સાધુઓમાં અર્હત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પાંચેય સમાઈ જાય છે. કારણકે સાધુઓમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણ સમાય છે. (નિદોર્ષ પરમાત્મા પ્રતિક્ષભૂત એવાં આર્ત રૌદ્ર-ધ્યાનો વડે ઉપાર્જિત જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિનો તેમનો, રાગાદિ વિકલપરહિત ધર્મ-શુકલધ્યાનો વડે વિનાશ કરીને, જેઓ ક્ષુધાદિ અઢાર દોષરહિત અને કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સહિત થયા, તેઓ અદ્વૈત કહેવાય છે. લૌકિક અંજનસિદ્ધ વગેરેથી વિલક્ષણ એવા, જેઓ જ્ઞાનાવરણાદિઅષ્ટકર્મના અભાવથી સમ્યક્ત્વાદિ-અષ્ટ-ગુણાત્મક, છે અને લોકાગ્રે વસે છે, તેઓ સિદ્ધ છે. વિશુદ્ધ જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે, એવા આત્મ તત્ત્વની નિશ્ચયરુચિ, તેવી જ જ્ઞપ્તિ, જેવી જ નિશ્ચળ અનુભૂતિ, પરદ્રવ્યની ઈચ્છાના પરિહારપૂર્વક તે જ આત્મા, દ્રવ્યમાં પ્રતપન અર્થાત્ તપશ્ચરણ અને સ્વશક્તિને ગોપવ્યા વિના તેવું જ અનુષ્ઠાન-આવા નિશ્ચય પંચાચારને, તથા તેના સાધક વ્યવહાર પંચાચારને - કે જેની વિધિ, આચારાદિ શાસ્ત્રોમાં કહી છે તેને - એટલે કે ઉભય આચારને જેઓ પોતે આચરે છે અને બીજાઓને અચરાવે છે, તેઓ આચાર્યો છે. પાંચ અસ્તિકાયોમાં જીવાસ્તિકાયને, છ દ્રવ્યોમાં શુદ્ધ જીવ,દ્રવ્યને, સાત તત્ત્વોમાં શુદ્ધ જીવ, તત્ત્વને અને નવ પદાર્થોમાં, શુદ્ધ જીવ પદાર્થને જેઓ નિશ્ચયનયે ઉપાદેય કહે છે, તેમ જ ભેદાભેદ રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગને પ્રરૂપે છે, અને પોતે ભાવે(અનુભવે) છે, તેઓ ઉપાધ્યાયો છે. નિશ્ચય-ચતુર્વિધ-આરાધના વડે, જેઓ શુદ્ધ આત્માસ્વરૂપને સાધે છે, તેઓ સાધુઓ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy