SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ છે; વ્યંજનાવગ્રહ પછી જ્ઞાન પોતાને પ્રગટરૂપ થાય છે તેને અર્થાવગ્રહ કહે | છે. ચહ્યું અને મન દ્વારા અર્થાવગ્રહ જ થાય છે. મન તથા અશ્રુદ્વારા થતું જ્ઞાન વિષય સાથે ભિડાઈને (સ્પર્શાઈને) થતું નથી પણ દૂર રહેવાથી જ થાય છે; તેથી મન એ ચક્ષુ-દ્વારા જે જ્ઞાન થાય તે જ્ઞાન વ્યકત કહેવાય છે. ચહ્ન તથા મન દ્વારા થતું જ્ઞાન અવ્યક્ત હોતું જ નથી. તેથી તે દ્વારા અર્થાવગ્રહ જ થાય છે. જ્યારથી વિષયની વ્યકતતા ભાસવા લાગે છે ત્યારથી તે જ્ઞાનને વ્યક્ત જ્ઞાન કહે છે- તેનું નામ અર્થાવગ્રહ છે. આ અર્થાવગ્રહ (અર્થ સહિત એવગ્રહ) બધી ઈન્સિયો તથા મન દ્વારા થાય છે. અર્થાવબોધ :પદાર્થ જ્ઞાન અર્થી અભિલાષી (૨) ગરજવાળો; (૩) અભિલાષા (૪) ગરજવાન; મતલબી; યાચક; ગ્રાહક; ગ્રહણ કરનાર. અથપણે ગરજુપણે; યાચકપણે; સેવકપણે; કાંઈક પ્રાપ્ત કરવાના પ્રયોજનથી (અર્થાત્ હિતપ્રાપ્તિના હેતુથી). (૨) ગરજુ થઈને; સેવક થઈને; દાસ થઈને; યાચક થઈને. અર્થો પદાર્થો (૨) પદાર્થો. (પ્રવચનસારની ૮૭મી ગાથામાં સમજાવ્યા પ્રમાણે પર્યાય પણ અર્થ છે.) (૩) પદાર્થો; એટલે દ્રવ્યો, ગુણો અને પર્યાયો. (દ્રવ્ય જ, ગુણો અને પર્યાયોનો આત્મા-સ્વરૂપ-સર્વસ્વ-સત્ત્વ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં ગુણ-પર્યાયોનું દ્રવ્યથી અપૃથકપણું હોવાથી, તેમનો દ્રવ્ય જ આત્મા છે.) (૪) પદાર્થો. (પર્યાયો પણ અર્થ છે. જૂઓ પ્રવચનસાર. ગાથા ૮૭). અર્થોની વ્યવસ્થા પદાર્થોની સ્થિતિ. અર્થો-પદાર્થો :દ્રવ્યો, ગુણો અને પર્યાયો. એ સિવાય વિશ્વમાં બીજું કાંઈ નથી. અર્ધ પૂજાની સામગ્રી અર્ધદગ્ધપણું પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું. અર્ધદગ્ધ અધકચરા જ્ઞાનવાળું; (૨) અધકચરા જ્ઞાનવાળો; નહીં જ્ઞાની જેવો સમજુ, તેમ નહીં અજ્ઞાની જેવો જિજ્ઞાસુ. ૧૦૭ અર્ધ ઘડી ૧૨ મિનિટ. અર્ધનારાય સંહનન : જેના ઉદયથી, શરીરના કાંઠાની, અર્ધમેખવાળી હોય. અર્ધમાગધી મહાવીર સ્વામીએ મગધ દેશમાંની પાલિથી જુદા પડતા પ્રકારની જે ભાષામાં ધર્મોપદેશ આપ્યો તે પ્રાકૃત ભાષા-પ્રકાર. અર્ધપુદગલ પરાવર્તન પ્રાણ :જગતના જેટલા પુદ્ગલ પરમાણું છે, તે એક એકને ભોગવી લેતાં જેટલો સમય લાગે તેને તીર્થંકર પ્રભુએ પુલ પરાવર્તન કાળ કહ્યો છે. તેનાથી અડધો સમય તે અર્ધ પુલ પરાવર્તન કાળ-તેમાં અસંખ્ય કાળચક્રો ફરી જાય છે. અવિલોકનરૂપ કટાશ :અરધી મીંચેલી આંખના કટાક્ષરૂપ; અધદષ્ટિકટાક્ષ. આપણતા આજ્ઞારાધન; આજ્ઞાંક્તિપણું; સ્વેચ્છાનો ત્યાગ; ઈચ્છાની સોંપણી. મન, વચન, કાયા અને તેમની પ્રવૃત્તિઓ પરત્વે અહંતા મમતાનો ત્યાગ. અર્પણતા એટલે પોતાના બાહ્ય સ્વરૂપી વ્યક્તિત્વનો સ. (૨) શરણભાવ. અર્પવું જણાવવું. અર્પવાનો સ્વભાવ :જણાવવાનો સ્વભાવ. અÍઈ જવું:તણાઈ જવું. (૨) જોડાઈ જવું; ખૂંપી જવું. અર્પિત જે કથન મુખ્યતાએ કર્યું હોય, તેને અર્પિત કહેવામાં આવે છે. (૨) પ્રધાનતા (૩) શાસ્ત્રમાં જે કથન મુખ્યતાએ કર્યું હોય તેને અર્પિત કહેવામાં આવે છે. અર્પિત અને અનર્ષિત દરેક વસ્તુ અનેકાંત સ્વરૂપ છે, એ સિદ્ધાંત આ સૂત્રમાં સ્યાદવાદ દ્વારા કહ્યો છે. નિત્યતા અને અનિયતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નિપજાવનારાં છે; તેથી તે દરેક દ્રવ્યમાં હોય જ. તેનું કથન મુખ્ય-ગૌણપણે થાય છે, કેમકે બધા ધર્મો એકી સાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા લેવાય છે. તે મુખ્યતા-પ્રધાનતાને અર્પિત કહેવામાં આવે છે અને તે વખતે જે ધર્મ ગૌણ રાખ્યા હોય તેને અનર્પિત કહેવામાં આવે છે. અનર્પિત રાખેલ ધર્મ તે વખતે કહેવામાં આવ્યા નથી તોપણ વસ્તુમાં તે ધર્મો રહેલા છે એમ જ્ઞાની જાણે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy