SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1077
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અથવા તેમ નિર્વિકલ્પ થવા સંત-સત્સંગ-આર્ય-આચરણવિરહે નિજ સ્વરૂપનું ભકિતથી ઉપાસન રૂપ પ્રબળ સાધન જોઈએ. એટલે જ માગ્યું ન હોય તો જિનભક્તિમાં અતિશુદ્ધભાવે લીનતા સિવાય કાંઈ નથી જોઈતું. આ ઉક્ત સાધન સિવાય ઈષ્ટ કાર્યસાધક બીજું કોઈ સાધન નથી, એટલે માગવા જેવું કાંઈ રહેતું નથી. કારણકે ઉક્ત સાધનો જ મુખ્ય છે. આ સિવાયનાં બીજાં સાધન ગૌણ છે. (૧) ગમ પડ્યા વિના આગળ અનર્થકારક થ ડે છે. (૨) સત્સંગ વિના ધ્યાન તરંગપરૂપ થઈ પડે છે. (૩) સંત વિના અંતની વાતમાં અંત આવતો નથી. (૪) લોક સંજ્ઞાથી લોકાગ્ર જવાતું નથી. (૫) લોકસાહિત્ય વિના વૈરાગ્ય યથા યોગ્ય સ્થિતિ પામવો દુર્લભ છે. સંવત કરવો :ભાવ સંસાર બંધ કરવો જોઈએ. સંવૃત્તિઃકસવની નિવૃત્તિ. સંવેદે છે :સંચેતે છે; જાણે છે; અનુભવે છે. સંવેદન :જ્ઞાનનું પ્રમાણ દ્રષ્ટિથી સંવેદન અર્થાત જ્ઞાન કહેતાં અનંત ગુણપર્યાયોનો પિંડ સમજાય છે. તેમાં જો કર્તા, કરણ આદિ અંશો પાડવામાં આવે તો કર્તાઅંશ તે અખંડ આત્મદ્રવ્ય છે અને કરણઅંશ તે જ્ઞાનગુણ છે. (૨) જ્ઞાન (૩) પ્રત્યક્ષ જ્ઞાન (૪) જ્ઞાન; પ્રમાણે દૃષ્ટિથી સંવેદન અર્થાત્ જ્ઞાન કહેતાં અનંત ગુણ-પર્યાયોનો પિંડ સમજાય છે. તેમાં જો કર્તા, કરણ આદિ અંશો પાડવામાં આવે તો કર્તા-અંશ તે અખંડ આત્મદ્રવ્ય છે અને કરણ-અંશ તે જ્ઞાન ગુણ છે. (૫) જ્ઞાન સંવેદનશાન :આનંદ સહિતનું જ્ઞાન એ જ નિજ આત્મજ્ઞાન છે ને તે જ જ્ઞાન વર્તમાન સુખનું કારણ છે ને મોક્ષની સિદ્ધિનું કારણ છે. શાસ્ત્રજ્ઞાન-વ્રત-તપ આદિના જે શુભ વિકલ્પો છે તે વિકલ્પો તે જ ક્ષણે દુઃખરૂ૫ છે ને ભાવી દુઃખનું કારણ છે . વસંવેદનશાન છે તે વર્તમાન સુખરૂપ છે અને ભાવી સુખનું કારણ છે, તેથી સ્વસંવેદનજ્ઞાનનો જ મહિમા છે. (૨) પ્રમાણ દ્રષ્ટિથી સંવેદન અર્થાત્ જ્ઞાન કહેતાં અનંત ગુણ પર્યાયોનો ૧૦૭૭ પિંડ સમજાય છે. તેમાં જો કર્તા, કરણ આદિ અંશો પાડવામાં આવે તો કર્તા અંશતે અખંડ આત્મદ્રવ્ય છે અને કરણ-અંશ તે જ્ઞાનગુણ છે. સંવેદના :અનુભૂતિ. સંવેદનાત્મક જ્ઞાનાત્મક. (૨) આત્માના શુદ્ધ અનુભવરૂપ. સંવરભાવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને રાગ વગરનું ચારિત્ર એ સંવરભાવ છે. સંવાક સંવર કરનાર. (૨) સંવર કરનાર, સંવર કરનાર નિમિત્તરૂપે સંવાર્થ :અંતરરૂપ થવા યોગ્ય. સુંવાર્ય સંવરરૂપ થવા યોગ્ય સંવાસ સહવાસ. સંવિત્તિ:જ્ઞાન આત્મ સંવિત્તિ = આત્મ જ્ઞાન-દર્શન. સંવિદિત :સ્વયં પોતાના દ્વારા પોતાને જાણે છે. સંસત :સંબંધિત-આસવેલા; સંબંધ પામેલા. (૨) જે વૈદ્યક, જ્યોતિષ, વિદ્યા, મંત્રથી આજીવિકા કરે, રાજાદિકના સેવક થાય, તેવા વેષધારીને સંસક્ત કહેવાય છે. (૩) સારી રીતે આસક્તિવાળુ (૪) સંબંધિત; સંબંધમ આવેલા. સંસક્ત યુગલો સંબંધિત આસવેલા પુગલો. સંસાર મિથ્યા થા, રાગ અને દ્વેષ છે તે સંસાર છે. લોકો સ્ત્રી, કુટુંબ-પરિવારને સંસાર માને છે. એ બધી તો પર ચીજ છે. આત્માનો સંસાર બહારમાં નહિ, પણ અંદર એની દશામાં જે મિથ્યા શ્રધ્ધા, રાગ, દ્વેષ છે તે છે. (૨) સં=સારી રીતે, સુઘઝ સરી જવું પોતાના શુધ્ધ સ્વરૂપમાંથી સારી રીતે સરી જવુંખસી જવું તે સંસાર છે. જીવનો સંસાર રમી, પુત્ર, લક્ષ્મી, મકાન વગેરે નથી, તેઓ તો જગતના સ્વતંત્ર પદાર્થો છે. જીવ તે પદાથોં ઉપર પોતાપણાની કલ્પના કરીને તે પદાર્થોને ઇટ-અનિટ માને છે તે વિકારી ભાવને સંસારી કહેવામાં આવે છે. (૩) મન,વાણી, દેહમાં સંસાર નથી, જડમાં સંસાર નથી. પણ દહાદિ તથા રાગ-દ્વેષ મારાં છે એવી ઊંધી માન્યતારૂપ અજ્ઞાનભાવ તે જ સંસાર છે. (૪) સંસારનું ઉપાદાન તો આત્માનો અશુદ્ધ ભાવ છે પણ તે અશુદ્ધ ભાવ થવામાં જડકર્મની હાજરી ન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy