SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1076
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરતત્વ :પુણ્ય-પાપરૂપ અશુધ્ધ ભાવને (આસવને) આત્માના શુધ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે. અને તદાનુસાર કર્મોનું આવવું સ્વયં (સ્વતઃ) અટકવું તે દ્રવ્ય સંવર છે. વર તત્વ :સંવરતત્ત્વમાં આત્માની શુદ્ધ પર્યાયનું પ્રગટવું હોય છે અને નિર્જરાતત્ત્વમાં આત્માની શુદ્ધ પર્યાયની વૃધ્ધિ થાય છે. આ શુધ્ધ પર્યાયને એક શબ્દથી શુધ્ધેય યોગ કહેવાય છે, બે શબ્દોથી કહેવું હોય તો સંવર નિર્જરા કહેવાય છે. અને ત્રણ શબ્દોથી કહેવું હોય તો સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર કહેવાય છે. સંવર નિર્જરામાં અંશે શુધ્ધ પર્યાય હોય છે એમ સમજવું (૨) રાગ-દ્વેષ-મોહરૂપ જીવના વિભાવનું ન હોવું અને દર્શન જ્ઞાનરૂપ ચેતનાભાવનું સ્થિર થવું તે સંવર છે; તે જીવનો પોતાનો ભાવ છે અને તેનાથી પુદગલકર્મ જનિત ભમણ મટે છે. એ રીતે એ તત્ત્વોની ભાવનામાં આત્મતત્ત્વની ભાવના પ્રધાન છે; તનાથી કર્મની નિર્જરા થઇને મોક્ષ થાય છે. આત્માના ભાવ અનુક્રમે શુધ્ધ થયા તે નિર્જરા તત્ત્વ છે. અને સર્વ કર્મનો અભાવ થવો તે મોક્ષ તત્ત્વ છે. સંવર તત્ત્વની ભૂલ :નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ જીવને હિતકારી છે, સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો જેટલો અભાવ તે વૈરાગ્ય છે, અને તે સુખના કારણરૂપ છે, છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે અથવા સંવર તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. સંવર નિર્જરા ઃ સંવર-નિર્જરા, તે જીવની શુદ્ધ પર્યાય છે સંલેખના :જૈનોનું વ્રત (૪) વ્રત સંશય ઃસંદેહ; શંકા; વહેમ; દહેશત; ભય (૨) આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે. એવું જે પરસ્પર વિરુધ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેને સંશય કહે છે; જેમ કે આત્મા પોતાના કાર્યને કરી શકતો હશે કે જડના કાર્યને કરી હશે! એવું જાણવું તે સંશય છે. (૩) વિરૂદ્ધ બે તરફનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. સંદેહ શંકા. જેમકે રાત્રે કોઈને જોઈને સંદેહ થયો કે આ પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ પ્રતિભાસે છે. (૪) વિરૂદ્ધ બે તરફનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. જેમ રાત્રે કોઈને જોઈને સંદેહ થયો કે આ ૧૦૭૬ પદાર્થ માણસ પણ પ્રતિભાસે અને વ્યંતર જેવો પણ પ્રતિભાસે છે. ચોકકસ નક્કી ન કહી શકાય તે સંશય છે. (૫) વસ્તુતત્ત્વના યથાર્થ શ્રદ્ધાનમાં વિરૂદ્ધ અનેક કોટિનો સ્પર્શનાર એ કોઈનો પણ નિશ્ચય ન કરનાર શ્રદ્ધાનને સંય મિથ્યાત્વ કહે છે જેમ કે મોક્ષમાર્ગ દર્શનજ્ઞાન ચારિત્રરૂપ છે કે નહિ. આ પ્રકારે કોઈ એક પક્ષનો સ્વીકાર ન કરવાનો સંદેહ ચાલુ રાખવો તે. (૬) વિરોધતા સહિત અનેક પ્રકારોને અવલંબન કરનારૂં જ્ઞાન. જેમકે, આ છીપ હશે કે ચાંદી હશે ? આત્મા પોતાનું જ કાર્ય કરી શકતો હશે કે પરનું પણ કરી શકતો હશે ? દેવ-ગુરૂ-શાસ્ત્ર, જીવાદિ સાત તત્ત્વ વગેરેનું સ્વરૂપ આવું જ હશે કે અન્ય મતમાં કહે છે તેવું હશે ? (૭) શંકા; અનિશ્ચિતતા. સંશય મિથ્યાત્વ આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે, કે પર વસ્તુના કાર્યનો કર્તા થતો હશે ? એ વગેરે પ્રકારે સંશય રહેવો, તે સંશય મિથ્યાત્વ છે. સંશ્લેષ :સંયોય; સંબંધ (૨) બંધ; સંબંધ. (૩) સંયોગ; ગાઢ આલિંગન. સંશ્લેષ સંબંધ :નિમિત્ત, નૈમિત્તિક સંબંધ, ભેટવું એ, આલિંગન ગાઢ આશ્લેશ, આલિંગન, બે ભિન્ન વસ્તુઓનું ભેટવું સંવૃત :વીંટી લીધેલું; છુપાવેલું; સંતાડેલું (૨) સંકોચી લેવું; અટકાવી દેવું; બંધ વાળી દેવું સંવૃત્ત કરવું સર્વ પ્રકારની ઇચ્છા જેના પ્રત્યે આવની નિરોધ થઇ છે. સંવૃત કરવો સ્વભાવમાં સ્થિરવૃત્તિરૂપ વર્તના એજ મોક્ષ. અંદરનો આ વૃત્તિ પલટણરૂપ ભાવસંસાર બંધ કરવો જોઈએ. સંવૃત કરવો જોઈએ. સ્વભાવવૃત્તિની સ્થિરતા માટેનં પાંચ સાધનો : (૧) સ્વભાવવૃત્તિની સ્થિરતા થવા માટે શૂન્ય-વિલ્પશૂન્ય થવું જોઈએ, નિર્વિકલ્પ દશા પામવી જોઈએ. (૨) શૂન્ય-વિકલ્પશૂન્ય થવા-નિર્વિકલ્પ દશા પામવા સંત સમાગમરૂપ અત્યંત બળવાન સ્વધન જોઈએ. (૩) સંતવિરહે સત્સંગ રૂપ બળવાન સાધન જોઈએ. (૪) સંતવિરહે-સત્સંગ વિરહે ઉત્તમ આર્ય પુરૂષોએ આચરેલું આચરણ ચારવું જોઈએ-આત્માને જાણી શ્રદ્ધી આત્મામાં વર્તવારૂપ ચારિત્ર સેવવું જોઈએ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy