SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1069
Loading...
Download File
Download File
Page Text
________________ છે, કથંચિત્ ગુણપર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છે. કથંચિત્ સંજ્ઞા, સંખ્યા, | લક્ષણની અપેક્ષાએ ગુણ-૫ર્યાયાદિ અનેક ભેદરૂપ છે, કથંચિત્ સની અપેક્ષાએ અભેદરૂપ છે. કથંચિત્ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, કથંચિત્ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આ રીતે સ્વાદ્વાદ સર્વ વિરોધને દૂર કરે છે. સ્થાત્ એટલે કથંચિત્ નય અપેક્ષાએ, વાદ એટલે વસ્તુ સ્વભાવનું કથન તેને સ્યાદ્વાદ કહે છે. સ્વાધ્યાય સ્વ+અધિ-અય= સ્વાધ્યાય. સ્વ=નિનું અધિ=જ્ઞાન અને અય=પ્રાપ્ત કરવું મેળવવું આ પ્રકારે નીજનું પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયતષ:સ્વાધ્યાયતપના પાંચ પ્રકાર છેઃ (૧) વાંચના (૨) પૃચ્છના (પુછવું) (૩)અનુપ્રેક્ષા (ચિંતન) (૪) આમ્નાય (૫) ધર્મોપદેશ વાંચના સ્વાધ્યાય=પ્રથમ તવનિરૂપક-આધ્યાત્મિક ગ્રંથોનું વાંચવું અને પોતાની બુદ્ધિથી જેટલો પણ મર્મ નીકળી શકે, પૂરી શક્તિથી કાઢવો તે વાંચના સ્વાધયાય છે. પૃચ્છના સ્વાધ્યાયઃત્યાર બાદ પણ જે કાંઇ સમઝમાં ન આવે તો તે સમઝવાના ઉદ્દેશથી કોઇ વિશેષ જ્ઞાનીને વિનયપૂર્વક પૂછવું તે-પૃચ્છના સ્વાધ્યાય છે. (૩) અનુપ્રેક્ષા સ્વાધ્યાય =જે વાંચન કર્યું, તેના પર તથા પૂછવા પર જ્ઞાની મહાપુરુષથી જે ઉત્તર પ્રાપ્ત થયો હોય તેના પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો, ચિંતન કરવું તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય છે. આમ્નાય સ્વાધ્યાયકવાંચના, પૃચ્છના અને અનુપ્રેક્ષા બાદ નિર્ણત વિષય પર સ્થિર ધારણા માટે વારંવાર ગોખવું, પાઠ કરવો તે આમ્નાય સ્વાધ્યાય (૧) ૧૦૬૯ સ્વાનુભૂતિ :આત્માનો અનુભવ. આત્માનુભવ. રવાનતિ કેમ કરવી ? રાગની વૃત્તિ પર તરફ દાય છે તેનું લક્ષ છોડીને સ્વ સન્મુખ વળે તો અનુભૂતિ થાય. સ્વાનુભુતિ સ્વાનુભવ મનજનિત છે કે અતીન્દ્રિ છે ? ઉત્તર :- સ્વાનુભવમાં ખરેખર મન કે ઈન્દ્રિયનું અવલંબન નથી, તેથી તે અતીન્દ્રિય છે; પણ સ્વાનુભવમાં મતિશ્રુતજ્ઞાન છે ને મતિશ્રુતજ્ઞાન મનના કે ઈન્દ્રિયના અવલંબન વગર હોતા નથી, તે અપેક્ષાએ સ્વાનુભવમાં મનનું અવલંબન પણ ગયું છે. ખરેખર મનનું અવલંબન તૂટયું તેટલો સ્વાનુભવ છે; સ્વાનુભવમાં જ્ઞાન અતીન્દ્રિય છે. સ્વાનુભવ :સ્વસંવેદનજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ અનુભવ સ્વાનુભવ પ્રસિદ્ધ શુદ્ધ આત્માના અનુભવથી ઉત્કૃષ્ટપણે સિદ્ધ છે. સ્વાભાવિક સુખ સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે તેથી જ્ઞાનચેતના સ્વભાવિક સુખના સંચેતન-અનુભવન-સહિત જ હોય છે. સ્વાભિમાન સ્વ+અભિમાન; આત્માની પૂર્ણ શકિતઓને ઓળખી તેના આશ્રયે જગતની સામે દીન ન થવું એ સ્વાભિમાન છે; આત્માભિમાન. સ્વામિત્વ:વસ્તુના અધિકારીપણાને સ્વામિત્વા કહે છે. સ્વામીત્વબુદ્ધિઃકર્તા બુદ્ધિ; બુદ્ધિપૂર્વકની ઈચ્છા. સ્વાયત્ત સ્વતંત્ર; સ્વાધીન; સ્વાશ્રયી. સ્વાશ્ચિત તે નિશ્ચય. જે પોતાના જ આશ્રયે હોય તેને નિશ્ચય કહીએ. તેનું જ કથન તેને મુખ્ય કથન કહીએ. જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ પ્રાપ્ત હોય તે દ્રવ્યમાં તેનું જ સ્થાપન કરવું, પરમાણુ માત્ર પણ અન્ય કલ્પના ન કરવી તેને સ્વાશ્રિત કહીએ. (૨) આત્મોત્પન્ન; આત્માને જ આશ્રય કરીને.. વાશિત તે નિશ્ચય જે પોતાના જ આશ્રયે હોય તેને નિશ્ચય કહીએ. જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ પ્રાપ્ત હોય તે દ્રવ્યમાં તેનું જ સ્થાપન કરવું, પરમાણુ માત્ર પણ અન્ય કલ્પના ન કરવી તેને સ્વાશ્રિત કહીએ. તેનું જે કથન તેને મુખ્ય કથન કહીએ. સ્વાશ્ય સ્વમાં સ્થિતિરૂપ સ્વસ્થપણું; સ્થિરતા. (૫). ધર્મોપદશે સ્વાધ્યાય વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા અને આમ્નાય (પાઠ)ની બાદ જયારે વિષય પર પૂરેપૂરો અધિકાર આવી જાય ત્યારે તેના બીજા જીવોના હિર્તાર્થ ઉપદેશ કરવો તે ધમપદેશ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય : સ્વ સન્મુખ જવું; સ્વભાવના અભ્યાસે જ પરિણમવું. અધિ =સન્મુખ; આય; જોડાવું; સ્વરૂપમાં જ જોડાવું તે સ્વાધ્યાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy