SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1048
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યપોહનમાં વધુ વૈષમ્ય દૂર થઈને પૂર્ણપણે સમતાભાવનો પ્રાદુર્ભાવ થાય છે- ચાહે તે ગમે તેટલા થોડા સમય માટે કેમ ન હોય. આ રીતે આ સંક્ષેપમાં સામાયિક અથવા સંતુલિત સમતાભાવરૂપ આવશ્યકનું સ્વરૂપ છે. એનું જ સામાયિક પાઠ આદિમાં વ્રતરૂપે નીચે પ્રકારે પ્રરૂપણ કર્યું છે : સમતા સર્વભૂતેષ સંયમઃ શુભ-ભાવના ! આર્ત રૌદ્ર-પરિત્યાગસ્તદ્ધિ સામાયિક વ્રતમ્ | અર્થ :- સર્વભૂત-પ્રાણીઓમ સમતાભાવ-રાગ-દ્વેષનો અભાવ (કારણકે રાગ દ્વેષ જ આત્માના ભાવોની સમતા-તુલાને સમ ન રાખતાં વિષમ બનાવે છે), ઈન્દ્રિયો તથા પ્રાણના બે ભેદરૂપ બન્ને પ્રકારના સંયમ. શુભ ભાવના અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનના પરિત્યાગને સામાયિક વ્રત કહે છે. આવશ્યક તથા વ્રતરૂપે આ બન્ને સામાયિકોના સ્વરૂપમાં જે અંતર છે તેનાથી એકનો વિષય અલ્પ (સર્વ પ્રાણીઓ સુધી સીમિત) તો બીજાનો વિષય મહાન (સર્વ દ્રવ્યોની સર્વ અવસ્થામાં સુધી વ્યાપ્ત) જણાય છે. તેથી જ સામાયિક વ્રતરૂપે ગૃહસ્થોને માટે અને આવશ્યક રૂપે મુનિઓ માટે વિહિત (કહેલી છે. વ્રત રૂપે સામાયિકમાં શુભ ભાવના, આદિ થવાથી પુણ્યનો આસ્રવ પણ બને છે. જ્યારે આવશ્યક રૂપે સામાયિકમાં પુય-પાપ કોઈપણ પ્રકારનો આસ્રવ ન થતાં અંતર જ થાય છે. સંવરના કારણભૂત સામયિકમાં મંત્રાદિ જપવાનું અથવા કોઈના નામની માળા ફેરવવાનું બનતું નથી. સામાયિકના પ્રકાર :જ્ઞાન સામાયિક, દર્શન સામાયિક, દેશ નિરવ સામાયિક અને સર્વવિરત સામાયિક-એમ ચાર પ્રકારની સામાયિક છે (૧) પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવનો આદરને વિકારનો અનાદર તે જ્ઞાન-દર્શનરૂપ સામાયિક છે. પહેલાં મિથ્યાત્વને લીધે એમ માનતો કે પુયે સારાં અને પાપ ખરાબ,અમુક મને લાભ કરે ને અમુક નુકશાન કરે, તેથી શ્રદ્ધા અને જ્ઞાનમાં વિષમભાવ હતો. હવે કોઈ પર મને લાભ. નુકશાન કરનાર નથી, ને પુણ્ય તથા પાપ બન્ને મારું સ્વરૂપ નથી. એવી સ્વભાવના આશ્રયે સમ્યક્ શ્રદ્ધા થતાં જ્ઞાનદર્શનમાં સમભાવ પ્રગટવો. દયાભાવ હો કે હિંસાભાવ હો, તે મારું ૧૦૪૮ સ્વરૂપ નથી, ત્રિકાળ ચૈતન્ય ભાવ તે હું છું - એમ સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન કરવામાં તે શ્રદ્ધા-જ્ઞાનરૂપ સામાયિક છે. આરંભ-પરિગ્રહમાં રહેલા સમ્યગ્દષ્ટિને પણ તે સામાયિક હોય છે. એ સામાયિક બે ઘડીની જ નથી હોતી, પણ સદાય વર્તે છે. ત્યાર પછી (૩) સ્વભાવની લીનતારૂપ ભાવ પ્રગટે તે રાગાદિ ટળે ત્યારે દેશ વિરતિરૂ૫ સામાયિક હોય છે. (૪) અને ઘી સ્વભાવ લીનતા પ્રગટ થતાં સર્વ સંગ પરિત્યાગી મુનિદશા પ્રગટે છે. તે સર્વવિરતિરૂપ સામાયિ છે. સાર: સત્ય; ઘનતા; કઠિનતા (૨) દ્રવ્યકર્મ; ભાવકર્મ; નોર્મ રહિત શુદ્ધ આત્મા. (૩) હિતકારી; હિતકારી સુખ જાણવું (૪) સન્વ; ઘનતા; કઠિનતા (૫) વિપરીતતાનો પરિહાર; યથાર્થપણાનો ઘાતક. યોગસારનો યથાર્થપણે (સમ્યક્રરીતે) યોગ એટલે “આત્મસ્વરૂપમાં જોડાણ” એવો થાય છે. (૬). ઉપાદેય; ગ્રહણ કરવા યોગ્ય હિતકારી; સુખ. (૭) નિચોડ. (૮) ઉત્કૃષ્ટ, (૯) ઉત્તમ વસ્તુ. (૧૦) દ્રવ્યકર્મ, ભાવકર્મ, અને નોકર્મ રહિત છે. (૧૧) હિતકારી, હિતકારી સુખ જાણવું, અંતર આત્મા શુદ્ધ વસ્તુ છે, તેને જાણતાં, સાચું જ્ઞાન અને સાચુ સુખ થાય. આનંદનો અનુભવ થાય, નિમિત્તને જાણતાં, કાઈ નહિ. સાર્થ :સંઘ (૨) સંઘ, કાફલો, વેપારીઓની વણઝાર, ટોળું (૩) યથાર્થ જ્ઞાન. સાર્થક સફળ, કૃતાર્થ, કૃતકૃત્ય સારભૂત શ્રેષ્ઠ, તાત્ત્વિક. સારવર્જિત :સત્ત્વનો ત્યાગ કરેલ; સાલ :નડતર, હરફત; ફાંસ;આડખીલી; દુઃખ; સંકટ; વિM. સાણંબન : પરાવલંબી સાવા :હિંસા (૨) નિંદનીય, નિદ્ય, દોષવાળું, દોષિત, ગુનેગાર (૩) પાપ યુક્ત. સાવધ કર્મ હિંસાદિ કર્મ; દોષિતકર્મ; નિંદનીય કર્મ; નિદ્યકર્મ સાવધયોગ :નિંદનીય યોગ; નિંદ્યયોગ; દોષવાંળું; દોષિત (૨) હિંસાદિસહિત સાવાવૃત્તિ:નિંદનીય વૃત્તિ; દોષિતવૃત્તિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy