SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1043
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તથી આત્મામાં કંઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય, તેના આસવને સામ્પરામિક આસ્રવ કહે છે. સાય સમતા; સમભાવ; (૨) મોહ અને ક્ષોભ રહિત પરિણામ. સામ્ય, ધર્મ, ચારિત્ર એ બધા એકાર્યવાચક છે. (૩) સમતા, સમભાવ (વિષમતા વિનાનો સુસ્થિત આત્માનો ગુણ) (૪) સમતા; સમભાવ. (૫) સમતા; સમભાવ. (૬) યથાસ્થિત આત્મગુણ; વિષમતા વિનાનો-સુસ્થિતઆત્માનો ગુણ હોવાથી સામ્ય છે. સમતા, સમભાવ. (૭) સમતા, સમભાવ. સામ્ય મોહક્ષોભરહિત, એવો આત્માનો ભાવ છે. (૮) સમતા; સમભાવ. સાપ્ય છે :દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતા સમસ્ત મોહ અને મોક્ષના અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ સાય ધર્મપણું નક્કી કરીને સામ્ય એ ધર્મ છે એમ નકકી કરીને સાધ્યભાવ:વીતરાગતા. સામયિક આત્મદ્રવ્ય-નિજદ્રવ્ય સ્વભાવમાં પરિણમવું તે સામયિક છે. (૨) સમતાપૂર્વક-સમતાના ભાવપૂર્વક એકાગ્રચિત્તે બેસી કરવાનું નિત્યકર્મ. સામગ્રી :બાહ્ય સાધનો. સામર્થ્ય યોગ્યતા. (૨) શક્તિ; સમર્થતા; તાકાત; બળ; જોર. (૩) યોગ્યતા; સમર્થતા; બળ; શક્તિ; તાકાત. સામાન્ય અનેક દ્રવ્યોમાં સમાનતાથી રહેલા ધર્મને સામાન્ય કહે છે. અથવા દરેક વસ્તુમાં ત્રિકાળી દ્રવ્યગુણરૂપ, અભેદ એકરૂપ ભાવને સામાન્ય કહે છે. (૨) સાધારણ. (૩) વિશેષ સ્વરૂપ = દર્શન-શાન સ્વરૂપ. સામાન્ય અને વિશેષ જીવ અને અજીવ તત્ત્વો સામાન્ય છે, અને બીજા પાંચ તત્ત્વો, પર્યાયો હોવાથી, વિશેષ કહેવાય છે. (૨) વસ્તુનો સ્વભાવ સામાન્યવિશેષસ્વરૂપ છે. આત્મા પણ વસ્તુ હોવાથી તે સામાન્ય-વિશેષ સ્વરૂપ છે. અર્થાત્ દર્શન જ્ઞાન સ્વરૂપ છે. ૧૦૪૩ દર્શન ઉપયોગ સામાન્ય છે અને જ્ઞાન-ઉપયોગ વિશેષ, સામાન્ય એટલે ભેદ પાડ્યા વગર જ્ઞાન થયા પહેલાં. ૫ર વિષયથી ખાલી, એકલો આત્મ વ્યાપાર તે દર્શન ઉપયોગ અને દરેક વસ્તુને ભિન્ન ભિન્નપણે રાગના વિકલ્પ વગર જાણવું તે જ્ઞાન ઉપયોગ આત્મા દ્રવ્ય અરૂપી, તેના ગુણ અરૂપી તેની પર્યાય પણ અરૂપી છે. તે ત્રણે થઈને અખંડ વસ્તુ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, પરમાણુ અને આકાશ વગેરે વસ્તુ વસ્તુના ગુણ અને વસ્તુની પર્યાય તે અનાદિ અનંત નિર્મળ છે. તે બધી વસ્તુ છે. તેમ હું પણ એક વસ્તુ છું. માટે હું પણ દ્રવ્યથી ગુણથી અને પર્યાયથી અનાદિ અનંત નિર્મળ છું. આવો હું આકાશાદિ વસ્તુની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. બધા દ્રવ્યોથી, ગુણથી અને પર્યાયથી ત્રણે કાળ નિર્મળ છે. એક છૂટો પરમાણું પણ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી નિર્મળ છે તો પછી મારામાં આ મલિનતા ક્યાંથી પેસી ગઈ ? પર વસ્તુના નિમિત્તે થતી સાપેક્ષ પર્યાયમાં મલિનતા થઈ છે. પરંતુ મારી નિરપેક્ષ પર્યાય આકાશાદિ દ્રવ્યની જેમ અનાદિ અનંત નિર્મળ છે. (૩) સામાન્ય એટલે ભેદ પાડ્યા વિના જાણવું તે દર્શન, અને વિશેષ એટલે જુદું જુદું જાણવું તે જ્ઞાન. એવા સામાન્ય વિશેષણાને હું ઉલ્લેખતો નથી માટે હું દર્શન જ્ઞાનમય છું. સામાન્ય અને વિશેષણો :અસ્તિત્વ; વસ્તુત્વ; દ્રવ્યત્વ; પ્રમેયત્વ; અગુરુલઘુત્વ; ચેતનવં; અચેતનવં; પ્રદેશ7:મૂર્તત્વ અને અમૂર્તત્વ આ દ્રવ્યોના દસ સામાન્યગુણ છે. આ દસમાંથી દરેક દ્રવ્યને આઠ સામાન્ય ગુણ હોય છે. કેમ કે જીવ દ્રવ્યમાં અચેતનત્વ અને મૂર્તિત્વ એ બે ગુણ હોતા નથી, અને પુદગલ દ્રવ્યમાં ચેતનત અને અમૂર્તત્વ એ બે ગુણ હોતા નથી. તથા ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાલદ્રવયમાં ચેતનત્વ અને મૂર્તિત્વ એ બે ગુણો હોતા નથી. આ પ્રમાણે દસ સામાન્ય ગુણોમાંથી બબ્બે ગુણો ન હોવાથી દરેક દ્રવ્યમાં આઠ આઠ ગુણો હોય છે. તથા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્પર્શ, રસ, ગંધ વર્ણ, ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાહન હેતુત્વ, વર્તના હેતુત્વ, ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તત્વ, અમૂર્તિત્વ આ દ્રવ્યોના સોળ વિશેષ ગુણો છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy