SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1042
Loading...
Download File
Download File
Page Text
________________ સાયિક બુધ્ધિવાળો સાધવું સિદ્ધ કરવું; પુરવાર કરવું; સાબિત કરવું; પ્રાપ્ત કરવું; મેળવવું. સાધારણ અને અસાધારણનો અર્થ જે ગુણ સામાન્ય રીતે દરેક દ્રવ્યમાં પ્રાપ્ત થાય છે તેમને તો સામાન્ય અથવા સાધારણ ગુણ કહે છે અને જે ગુણ ખાસ ખાસ દ્રવ્યમાં જ પ્રાપ્ત થાય તેમને વિશેષ અથવા અસાધારણ ગુણ કહે છે, અર્થાત્ જ સર્વ દ્રવ્યોમાં રહે તે સામાન્ય અને જે કોઈ વિશેષ દ્રવ્યમાં રહે તે વિશેષ કહેવાય છે. ઉદાહરણ :- સત્ ગુણ બધા દ્રવ્યોમાં સમાનપણે પ્રાપ્ત થાય છે તેથી બધા દ્રવ્યો સત્ કહેવાય છે પરંતુ જ્ઞાનગુણ બધા દ્રવ્યોમાં પ્રાપ્ત થતો નથી પણ જીવમાં જ પ્રાપ્ત થાય છે તેથી જ્ઞાન વિશેષ ગુણ છે સત્ સામાન્ય ગુણ છે. એ જ રીતે દ્રવ્યોમાં સામાન્ય ગુણ સમાન છે અને વિશેષ ગુણ જુદા જુદા છે. સાધારણ ધર્મો વસ્તુમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુલધુત્વ ઇત્યાદિ ધોં છે. સાધારણ નામકર્મ જે કર્મના ઉદયથી, એક શરીરના અનેકજીવ સ્વામી (માલિક) હોય, તેને સાધારણ નામ કર્મ કહે છે. સાધારણ શરીરનામ કર્મ જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ સ્વામી હોય તેને સાધારણ શરીર નામકર્મ કહે છે. સાધિક ઃઅધિક બુદ્ધિમાન. સાનુકૂળતા યોગ્યતા સાન્ત ઃઅંતવાળું; વિનાશી; ભંગુર; નશ્વર સાનંદ :આનંદથી પરિપૂર્ણ સાન્નિપાતિક સપ્રમાણ મળતું આવતું; ક્રમે ક્રમે ઊતરી આવવું તે. સાન્વય સમુચિત સંતાનવાહિની :સંતત; સતત; નિરંતર; ધારાવાહિની; અતૂટક. (જયાં સુધી અપ્રયત ચર્યા છે ત્યાં સુધી સદાય હિંસા સતતપણે ચાલુ છે.) સાપેક્ષા બીજા કારણ, હેતુની જરૂરિયાત ઇચ્છે છે. (૨) કોઈ-કર્મ આદિથી સહિત, કોઈની અપેક્ષા સહિત. કર્મના નિમિત્તના સદ્ભાવ-અભાવની અપેક્ષા કાઢી ૧૦૪૨ નાખો તો વસ્તુ, વસ્તુનો ગુણ અને વસ્તુના અંશરૂપ પર્યાય તે પરથી અપેક્ષા વગર કાયમ ટકી રહ્યા છે. કર્મના નિમિત્તના અભાવથી અપેક્ષાએ મારામાં મોક્ષનો ઉત્પાદ અને સંસારનો વ્યય દેખાય છે. એવો ઉત્પાદ-વ્યય પર નિમિત્તે દેખાય છે. પણ જો વસ્તુનો અસલ સ્વભાવ લક્ષમાં લો વસ્તુ અનાદિ અનંત નિરપેક્ષપણે સાકાર પરિણામી છે, મારી ચીજને બીજા કોઈની અપેક્ષા નથી એકલી નિરપેક્ષ વસ્તુ છે, તે વસ્તુ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી ત્રિકાળ નિર્મળ,નિર્મળ અને નિર્મળ છે. સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ ઃએકબીજાને લઇને. સાપેાદ્રષ્ટિ વસ્તુતઃ મુખ્ય રાખે અને તે વસ્તુના બીજા ગુણને પેટામાં (ગૌણ) રાખે તે દ્રષ્ટિને નય અથવા સાપેક્ષદ્રષ્ટિ કહેવાય છે. સાંપ્રત હમણાંનું; હાલનું; યોગ્ય; ઉચિત; વર્તમાનકાળે સાંપ્રતે ક્ષણ વર્તમાનના સુખને જોનાર. સાંપ્રતકાલ હાલનો સમય; ચાલતો સમય; વર્તમાન કાળ. સાંપ્રતિક :વર્તમાન પદાર્થને લગતું. સાંપ્રતિકપણું વર્તમાનપણું; તાત્કાલિકપણું. સંપ્રાપ્ત કરે છે. :અંગીકાર કરે છે. સાબીત :સિદ્ધ થયેલું; પુરવાર થયેલું; સિદ્ધ. સામગ્રી :બાહ્ય સાધનો સામંતો રાજાના સગાંઓને જાગીર આપી હોય તે. સામાન્ય અને વિશેષ સત્ સામાન્ય છે, પરિણામ વિશેષ છે. ન તો સામાન્ય વિના વિશેષ હોઈ શકે અને ન વિશેષ વિના સામાન્ય હોઈ શકે છે. તેથી સામાન્ય વિશેષાત્મક-સ-પરિણામ બન્ને સમકાળ ભાવી છે અને કથંચિત્ અભિન્ન છે. સાપરાયિક આસવ :આ આસવ સંસારનું જ કારણ છે. મિથ્યાત્વ ભાવરૂપ આસવ અનંત સંસારનું કારણ છે; મિથ્યાત્વનો અભાવ થયા પછી થતો ભાવાસવ અલ્પ સંસારનું કારણ છે. (૨) જે કર્મ પરમાણુ જીવના કષાયભાવોના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy