SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રાર્થ વિશારદ :સૂત્રોના અને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ. સમાન ગુણવાળાના સંગથી ગુણરક્ષા થાય છે. સૂત્રાર્થ વિશારદ :સૂત્રોના અને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ. સ્થૂલ :પ્રાકૃતિક; ભૌતિક; ઈન્દ્રિય-ગ્રાહ્ય; મોટા કદનું; જાડું; પુષ્ટ; લઠ્ઠ; અચંચલ; જડ; (૨) અલ્પ સ્થૂળ, તેથી પણ સ્થૂળ, દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર; એમ જણાય છે. અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઇકને પણ હોવાનું સિધ્ધ થઇ શકે છે. સ્થૂળ લક્ષ્ય :અજ્ઞાનીનું લક્ષ્ય (ધ્યેય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભકિતનું જ પ્રધાનપણું હોય છે. સ્થળ વિશુધ્ધ પરિણામો :શુભભાવ સૂક્ષ્મ અત્યંક બારીક, અત્યંત નાનું, અણુરૂપ (૨) બે પ્રદેશાદિક સ્કંધો (૩) બહુબારીક. (૪) ચૈતન્ય દ્રવ્ય અરૂપી-અમૂર્ત ને સૂક્ષ્મ છે, તેને સમજવા માટે ઉપયોગ સૂક્ષ્મ કર. જે પરિણામથી સ્થૂળ એવાં દેહ, ઈન્દ્રિયોને વિભાવથી ભિન્ન નિજ ચૈતન્યપ્રભુ પકડાય તેને અહીં સૂક્ષ્મ ઉપયોગ કહે છે, અને જે પરિણામથી શાયપ્રભુ પછડાતો નથી તેને સ્થૂળ ઉપયોગ કહે છે. (૫) અત્યંત નાનું; બારીક; અણુ-રૂપ; નાજૂક; સૂક્ષ્મ અને બાદર નામ કર્મ :જે કર્મના ઉદયથી શરીર, એવું સૂક્ષ્મ હોય કે તે બીજાને (પૃથ્વી આદિને) રોકે નહિ, ને બીજાથી રોકાય નહિ તેને સૂક્ષ્મનામ કર્મ કહે છે; અને જે કર્મના ઉદયથી શરીર એવું સ્થૂળ હોય કે તે બીજાને રોકે ને બીજાથી રોકાઇ જાય તેને બાદરનામકર્મ કહે છે. સૂક્ષ્મ પર દ્રવ્ય પ્રતિબંધ પર દ્રવ્યમાં સૂક્ષ્મ પ્રતિબંધ (૨) પર દ્રવ્યમાં સૂક્ષ્મ પ્રતિબંધ. (આગમ વિરૂદ્ધ આહારવિહારો તો મુનિએ છોડ્યા હોવાથી તેમાં પ્રતિબંધ થવો તે તો મુનિને દૂર છે, પરંતુ આગમકથિત આહાર-વિહારાદિમાં મુનિ પ્રવર્તે છે. તેથી તેમાં પ્રતિબંધ થઈ જવો સંભવિત હોવાથી તે પ્રતિબંધ સૂક્ષ્મ છે.) સુક્ષ્મ બાદર સૂક્ષ્મસ્થળ. રસ, ગંધ આદિ સૂક્ષ્મ વિચારણા :મહા મંથન. ૧૯૧૯ સમત્વ પ્રતિજીવ ગુણ ઃનામ કર્મના અભાવપૂર્વક જે ગુણની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે તે ગુણને પ્રતીજીવી ગુણ કહે છે. (૨) નામ કર્મના અભાવપૂર્વક જે ગુણનો શુધ્ધ પર્યાય પ્રગટ થાય છે તે ગુણને સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહે છે. સૂક્ષ્મતા નિર્મળતા. સ્ખલના :ભૂલચૂક, દોષ, ખડી પડવું, ચુકી જવું સ્તર ઃકક્ષા; થર; પડ સ્તવન :ગુણ પ્રશંસાનો પદ્ય-સમૂહ; સ્તુતિ; સ્રોત. (૨) સ્તુતિ; એકાગ્રતા સ્તવના પ્રશંસા. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ ઃસ્પશ, રસ, ગંધ ને વર્ણ ઇન્દ્રિયગ્રાહ્ય છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોના વિષયો છે. તેઓ ઇન્દ્રિયો વડે ભલે ગ્રાહાતા હોય કે ન ગ્રહાતા હોય તો પણ તેઓ એકદ્રવ્યાત્મક સૂક્ષમપર્યાયરૂપ પરમાણુથી માંડીને અનેક દ્રવ્યાત્મક સ્થૂલ-પર્યાયરૂપ પૃથ્વીસ્કંધ સુધીના સર્વ પુદગલને અવિશેષપણે વિશેષગુણો તરીકે હોય છે; અને તેઓ મૂર્ત હોવાને લીધે (પુદગલ સિવાયનાં) બાકીના દ્રવ્યોને નહિ વર્તતા હોવાથી પુદગલને જણાવે છે. ૧. પરમાણુ, કાર્મણવર્ગણા વગેરેમાં ઇન્દ્રિયગ્રાહ્યપણું વ્યકત નથી તો પણ શક્તિરૂપે અવશ્ય હોય છે, તેથી જ ઘણા પરમાણુઓ સ્કંધરૂપે થઇ સ્થળપણું ધારણ કરતાં ઇન્દ્રિયો વડે જ જણાય છે. સ્પર્શ :હલકો, ભારે, લૂખો, ચીકણો, કર્કશ, સુંવાળો, ઠંડો અને ગરમ એ આઠ પ્રકારના સ્પર્શ છે. (૨) ટાઢો, ઊનો, હલકો, ભારે, ચીકણો, લૂખો, કરકરો ને સુંવાળો. (૩) પુદ્ગલ દ્રવ્યમાં આઠ પ્રકારના સ્પર્શ છે. ટાઢો, ઊનો, ચીકણો, લુખો, ભારે, હળવો, કોમળ અને કઠોર. તે બધી પુદગલ દ્રવ્યના સ્પર્શ ગુણની અવસ્થા છે. (૪) સ્પર્શના આઠ ભેદો છે. કોમળ, કઠોર, ભારે, હલકો, ઠંડો, ગરમ, લૂખો અને ચીકણો. આ આઠ મૂળ ભેદ છે. સ્પર્શન :વસ્તુના ત્રણે કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. (૨) વેદન. (૩) વસ્તુના ત્રણે કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. સ્પર્શન ઇન્દ્રિય ઃસ્પેશન ઇન્દ્રિયના આઠ વિષય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy