SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્ય-સમયમાં વ્યુત્પત્તિરનાકર નામની વિસ્તૃત વૃત્તિ રચી હતી; જેની પ્રતિ જેસલમેરમાં થીરશાહના ભંડારમા વિદ્યમાન છે. તેની ૧૨ પદ્યવાળી અંતિમ પ્રશસ્તિ અમે જેસલમેર ભાં. ગ્રન્થસૂચી (ગા. એ. સી. નં. ૨૧ ૫ ૬૧)માં સંવત ૧૯૭૮ માં દર્શાવેલ છે તથા ત્યાં અપ્રસિદ્ધ ગ્ર– ગ્રન્થકૃત પરિચય (પૃ. ૬૪)માં પરિચય કરાવ્યો છે. આ કોશ પર કુશલસાગરની ટીકા તથા સાધુરત્નની અવચૂરિ હોવાનું અન્યત્ર નોંધાયેલ છે, તથા અ. ચિં ના ની પ્રતીકાવલી પણ જણાય છે. તથા અભિધાનચિંતામણિનામમાલાનાં ૩ બીજકો જાણવામાં આવ્યાં છે. (૧) સં. ૧૬૬૧ માં શુભગણિવિજયનું, (૨) દેવવિમલગણિનું અને (૩) અજ્ઞાતનામવાળું છે. વેલનકર-સંકલિત “જિનરત્નકેશ” પૃ. ૧૩–૧૪ "માં એની નોંધ છે. અભિધાન-ચિંતામણિનાં પ્રકાશને વિક્રમની ઓગણીસમી સદીમાં (૧) શ્રી હેમચંદ્રાચાર્યના શબ્દ-કેશોએ છેલ્લા બે સૈકામાં પણ આ દેશના અને પરદેશના અનેક વિદ્વાનોનું લક્ષ્ય ખેચ્યું જણાય છે, તેને પરિણામે મુદ્રણયંત્રના આ યુગમાં લગભગ દોઢસો વર્ષો પહેલાં-વિ, સં. ૧૮૬૪માં (વેર્વેનાનાથ-વિમાન્ડે =ઈસ્વીસન ૧૮૦૮માં વિપ્ર બાબુરામે લિખિત આ અભિધાનચિંતામણિ કેશ, અનેકાર્થસંગ્રહ આદિ સાથે કલિકત્તાથી કેલબ્રક સાહેબની આજ્ઞાથી વિદ્યાકર-મિશ્રની સૂચિ સાથે પ્રકટ થયો હતો. વિક્રમની વીસમી સદીમાં (૨) આ કેશ ઈ. સન ૧૮૪૭માં (વિ. સં. ને સાથે લિગમાં મુદ્રિત થઈ સેન્ટપિટર્સબર્ગથી પ્રકાશિત થયો હતો. બેટલિક અને યુ નામના જર્મન વિદ્વાનોએ ૨૦૪ શ્લોવાળી શેષનામમાલા સાથે તેને સંપાદિત કર્યો હતો.
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy