SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ગૂજરાતી લેખકોને પોતાની ભાષાની શુદ્ધિને વિષે એટલો ગર્વ રહેવો જોઈએ, એટલે અંગ્રેજોને પોતાની ભાષાને વિષે હોય છે. જે અંગ્રેજ શુદ્ધ જોડણીથી પોતાની ભાષા નહીં લખી શકે તે જંગલી ગણાશે. પણ અંગ્રેજને જવા દઈએ. આપણી અંગ્રેજી નિશાળમાં ભણનારા જેટલી ચીવટ અંગ્રેજી જોડણી વિષે રાખે છે, જેટલી તેમને રાખવી પડે છે, એટલી આપણે સહુ પોતાની ભાષા વિષે કાં ન રાખીએ ? વિદ્યાપીઠે આમ કરનારને સારુ તુરત સાધન પેદા કરવું જોઈએ. તેનો કેશ તે છે જ. પણ તેથી સાદો ને સસ્તો ખીસાકેશ થવો જોઈએ. મેજૂદ શબ્દકોશમાં બની શકે તેટલા શબ્દો ને તેને ટૂંકા અર્થો આપવાનો પ્રયત્ન થયો છે. ખીસાકાશમાં કેવળ જોડણી જ હોય તે બસ છે. તેમાંય બધા શબ્દોની જરૂર ન હોય. જેની જોડણી વિષે શંકાને જરા પણ સ્થાન હોય એટલા જ શબ્દો આપવા જોઈએ. નિયમાવલિ પૈસે બે પૈસે નોખી આપવી ઘટે છે. પણ નિયમાવલિ સમજવાની તસ્દી બધા લેશે એમ ન માનવું જોઈએ. લોકોને તો તૈયાર સામગ્રી જોઈએ. તે તો જોડણી કોશ જ પૂરી પાડી શકે. (મેહનદાસ કરમચંદ ગાંધી) જ્યાં સુધી પરસ્પર સંગતિ-વ્યવહાર વધે નથી, ઘણા ગ્રંથકારો થયા નથી, અનેક કેશગ્રંથ થયા નથી; જ્યાં સુધી પ્રદેશ પ્રદેશની ભાષા સંમિશ્રણ એકરૂપ થઈ નથી, ત્યાં સુધી લેખનશુદ્ધિ વિષે અવિચળ નિયમ બંધાવા દુર્લભ છે. હમણાં નિયમ બાંધવા તે માત્ર એ વિષે લક્ષ તથા ચર્ચા કરાવવાનું અને નિશાળમાં ભણનારાં ચચ્છ વર્તે તેને અંકુશમાં રાખવાને માટે છે... ... ... ગુજરાતી ભાષાના શબ્દોનાં કાળ-કાળનાં રૂપાંતર જેવાથી સ્પષ્ટ જણાય છે કે, ભાષા ઉત્તરોત્તર સુધરતી આવી છે. હમણાંની ભાષામાં કેટલાક શબ્દો એવા છે કે જે પિતાની છેલ્લી ને ઉત્તમ સ્થિતિમાં આવી રહ્યા છે, અને કેટલાએક રૂડે સંસ્કાર પામતા જાય છે. .. આ શબ્દરૂપાંતર શુદ્ધ છે કે અશુદ્ધ એ કહેવું યોગ્ય નથી. કાળ ૫ર ઓછું વધતું સુંદર છે એમ ભણવું યથાર્થ છે. (ઈ. સ. ૧૮૭૩, “નર્મકેશ ની પ્રસ્તાવનામાંથી) નર્મદાશંકર લાલશંકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy