SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧e નોંધ –મુકાવું, ભુલાવું, મિચાવું, એવાં કર્મણિ રૂપમાં હસ્વ થાય છે. જુઓ નિયમ ૨૪ મો. ૨૨. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય (જેમ કે, ઉપર, ચુગલ, કરતું, મુગટ, અંગુર) તેવા બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઈ કે ઉ પછી લઘુ અક્ષર આવે તે તે દીર્ઘ લખવાં, અને ગુરુ અક્ષર આવે તો તે હસ્વ લખવાં. ઉદાનીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખેડૂત, દુકાળ, સુતાર, તડૂક, કિનારે, ભુલાવ, મિચાવ, તડુકાવ. અપવાદ ૧ – વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ પરથી બનતાં ભાવવાચક નામમાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા. ગરીબ-ગરીબાઈ વકીલ–વકીલાત; ચીકણું-ચીકણાઈ શકાશ, મીઠું-મીઠાશ, મીઠાણ; જૂઠું-જૂઠાણું; પીળું-પીળાશ; ઝીણું-ઝીણવટ. નોંધ – વેધી–ધિત્વ, અભિમાનિત્વ, એવા શબ્દો તત્સમ સંસ્કૃત હોઈ ફેરફાર કરવામાં આવે છે. અપવાદ ૨– કેટલાક શબ્દો બોલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઈ કે ઉ જે હોય તે દીર્ઘ કરવાં. ઉદા. ગોટીલ, દાગીને, અરડૂસો, દંતૂડી, વગેરે. નેંધ – જેમાં આ જાતને ભાર નથી આવતો એવા શબ્દો: ટહુકા, ફઉડી, મહુડું. ૨૩. ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઈ કે ઉ હસ્વ લખવાં. ઉદા. ભુલામણું, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિયો, ટિટિયારે, ટિચકારી. વિકલ્પ-ગુજરાત-ગૂજરાત નેંધ – આ જાતનો શબ્દ સમાસ હોય તો સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર, હીણકમાઉ, પ્રાણીવિદ્યા, સ્વામીદ્રોહ; મીઠાબેલું. નેધ ૨–કૂદાકૂદ, બૂમાબૂમ, ભુલભુલામણી, એવા કિર્ભાવથી થતા શબ્દોમાં દિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી. ૨૪. પ્રાથમિક શાબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપિમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર કલમ ૨૧, ૨૨, ૨૩, ૨૪ પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલ – ભુલામણી, ભુલાવવું; શીખ-શિખાઉ, શિખામણ; નીકળ – નિકાલ; ઊઠ – ઉઠાવું, ઉઠાડ, ઉઠાવ, ઉઠમણું; મૂક- મુકાણુ, મુકાવવું. નેંધ – નિયમ ૧૯, ૨૦ પ્રમાણે સાનુસ્વાર ઈ ઉ વાળા શબ્દમાં ફેર નહિ થાય. જેમ કે, ચૂંથવું, ચૂંથાર, ચૂંથાવું, ચૂંથાવવું; કંગલાણ, કિગલાવું, કિંગલાવવું. નેંધ ૨-ધાતુના અક્ષર ગણવામાં તેનું સામાન્ય કૃદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે, ઊથલ(૬), મૂલવ(વું); ઉથલાવ(વું), તડૂકવું), તડુકાવ(વું), તડુકા(વું). અપવાદ ૧- કર્મણિ રૂપને નિયમ ૨૧માં અપવાદ ગણી હસ્વ કરવાં. જેમ કે, મિચા(વું), મુકા(વું), ભુલા(ડું). અપવાદ – ક્રિયાપદનાં કૃદંત રૂપમાં મૂળ જોડણી જ કાયમ રાખવી. જેમ કે, ભૂલનાર, ભૂલેલું; ભુલાવનાર; ભુલાયેલું; મૂકનાર, મૂકેલું મુકાયેલું, મુકાવનાર; મુકાવડાવેલું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy