SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૩. તદભવ શબ્દો ૧૩. અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તભવ શબ્દોમાં મહાપ્રાણનું દિવ કરવું. ઉદા. ચોખ્ખું, ચિઠ્ઠી, પથ્થર, ઝભ્ભો, ઓબ્ધો, સુધ્ધાં, સભર. પણ સ્ તથા છો વેગ હોય તો આ લખવું, છછ નહિ. ઉદા. અચ્છેર, પચ્છમ, અછું. ૧૪. કેટલાક શબ્દોમાં (ઉદા. પારણું, બારણું, શેરડી, દેરડું, ખાંડણી, દળણું, ચાળણી, શેલડી) ૨, ૩, ળ, લને બદલે ય ઉચ્ચાર થાય છે, ત્યાં મૂળ રૂપ જ લખવું. ૧૫. અનાદિ “શ” ના ઉચ્ચારની બાબતમાં કેટલાક શબ્દમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદાડોશી-ડેસી; માશી–માસી, ભેંશ-ભેંસ; છાશ-છાસ; બાર-બારસ, એંશી–સી. આવા શબ્દોમાં શ અને સ નો વિકલ્પ રાખે. ૧૬. શક, શોધ, શું માં રૂઢ શ રાખે; પણ સાકરમાં સ લખો. ૧૭. વિશે અને વિષે એ બંને રૂપ ચાલે. ૧૮. તદ્ભવ શબ્દોમાં અંય ઈ તથા ઉ, સાનુસ્વાર કે નિરગુસ્વાર, એ અનુક્રમે દીર્ધ અને હસ્વ લખવાં. ઉદા. ઘી, છું; શું; તું ધણી; વીંછી; અહીં; દહીં, પિયુ; લાડુ; જુદું. નેધ–સામાન્ય રીતે ગુજરાતીમાં રુ અથવા રુ લખવાનો રિવાજ નથી; રૂ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હસ્વ રુ લખવાનું હોય ત્યાં છે અથવા રુ લખવું. ઉદા. છોકરું – છોકરું, બૈરું બૈરું. અપવાદ–એકાક્ષરી શબ્દોમાં નિરસુસ્વાર ઊ દીર્ધ લખવો. ઉદા, જૂ, લૂ, ૧૯. અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારનો ઉચ્ચાર પિચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ધ લખવાં. ઉદા. ઈડું, હીંડાડ; ગૂંચવાવ; સીંચણિયું; પીંછું; લૂંટ, વરસુંદ; મીંચામણું. અપવાદ– કુંવારું, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું. ૨૦. શબ્દમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઈ કે ઊ જે હોય તે હસ્વ લખવો. અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદાકિસ્તી, શિસ્ત, ડુકકર, જુસ્સો, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, જિગોડી, લુંગી, દુદ, તુંડાઈ. નેધ–સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી; છ જ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હસ્વ જિ લખવાનું હોય ત્યાં જિ લખવું. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું. ૨૧. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય (જેમ કે, જુદું, ઉદવું, ડિલ) તેવા બે અક્ષરના શબ્દમાં ઉપાંત્ય ઈ તથા ઊ દીર્ઘ લખવાં, ઉદા, ચૂક, ધૂઈ, તૂત, ખૂલે ઝીણું, ને. અપવાદ – સુધી, દુખ, જુઓ. Jain Education International Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy