SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કોઠારી અનિલ પ્રધાનભાઈ –- કારી જયંત સુખલાલ (૧૯૮૨) એમનાં નાટકો છે. ઉપરાંત તાડાપણાની સમય' (૧૯૭૭), 'સૂણી સૂણીને ફૂટયા કાન' (૧૯૮૦), 'વૃદ્ધાવસ્થાના રોગે' (૧૯૮૩) વગેરે પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિ.વા. કોઠારી અનિલ પ્રધાનભાઈ (૧૭-૯-૧૯૨૨): નવલકથાકાર. જન્મ માંડવી (જિ. કચ્છ)માં. 'જનશકિત'ના ઉપતંત્રી. સેવિયેત રાંઘ, માહિતી વિભાગ, મુંબઈમાં વૃત્તપત્ર સંપર્ક અધિકારી, મનોવૈજ્ઞાનિક અભિગમને કેન્દ્રમાં રાખી લખાયેલી નવલકથા ‘મનડું મંદીને લીલો છેડ’ (ાર. જે. ચીનવાલા સાથે, ૧૯૬૯), સાથંત કથારસ જાળવતી નવલકથા “દરિયે લાગ્યો દવ (આર. જે. ચીનવાલા સાથે, ૧૯૭૪) તેમ જ વરસે હૈયું અનરાધાર” (૧૯૭૨) અને ‘ગંદા નાલા' (અન્ય સાથે) એમની સામાજિક નવલકથાઓ છે. આતમદીપના અજવાળ’ એ ગદ્યગ્રંથ ઉપરાંત એમાણ રશિયન નવલકથા ‘એલિટેટ ગાઝ ટુ હીલ’ને ‘અગાચરની યાત્રા' (૧૯૫૧) શીર્ષક હેઠળ અનુવાદ આપ્યો છે. ‘પગદંડી અને પડછાયા' (૧૯૬૮)માં એમની અનૂદિત નવલિકા સંગ્રહોઈ છે. આ કૌ.બ્ર. કોઠારી કકલભાઈ રવજીભાઈ, કેતુ' (૧૨-૧૦-૧૯૦૪, ૩૧-૫-૧૯૬૬): ચરિત્રકાર. જન્મ ગોંડલમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. ૧૯૨૧-૨૩ દરમિયાન અધ્યાપન. ૧૯૨૩થી સૌરાષ્ટ્ર કાર્યાલય, રાણપુરમાં તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૩૦ થી ‘નવસૌરાષ્ટ્ર' સાપ્તાહિક, અમદાવાદના તંત્રી. ૧૯૪૨ થી ‘પ્રભાત” દૈનિકના પણ તંત્રી. મુખ્યત્વે પત્રકારત્વના ક્ષેત્રે રહેનાર, આ લેખકે ચરિત્રવાડમના વિકાસમાં પ્રદાન કર્યું છે. ઝંડાધારી' (૧૯૨૬) અને ‘નરવીર લાલજી (૧૯૨૯) જેવાં ચરિત્રો ઝવેરચંદ મેઘાણી સાથેનું સંયુકત લેખન છે, તો ‘રાષ્ટ્રવીર શિવરાજ' (૧૯૨૭) અને ‘બળવાખોર પિતાની તસ્વીર' (૧૯૩૯) સ્વતંત્ર ચરિત્રગ્રંથો છે. ‘જીવનપરાગ’ (૧૯૩૩)માં એમણે વિવિધ દેશપ્રેમીઓનાં સંક્ષિપ્ત વૃત્તાન્તા આપ્યાં છે. સુભાષચન્દ્ર (અન્ય સાથે, ૧૯૩૭) એમનું સંપાદન છે. એમણે 'ત્રિલોચના' (અન્ય સાથે, ૧૯૩૫) જેવી યુટોપિયા પ્રકારની નવલકથા પણ આપી છે. એ.ટી. કોઠારી ગિરધરલાલ દયાલદાસ, ‘ત્રીસ': ‘ડાંડિયો'ના તંત્રી. નવલકથા ‘નવી પ્રજ' તેમ જ ભાષાન્તર દેરાસેલાસ’ અને ‘હિંદુધર્મશાસ્ત્રસંગ્રહના કર્તા. ૧૯૦૩ માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ગોંડલ રાજયમાં ૨૫ વર્ષ સુધી મુનસફ અને ટ્રેઝરી અમલદાર, પછી ખીરસરા અને વિઠ્ઠલગઢ રાજયના કારભારી. અતિરેકપૂર્ણ હાસ્યને રંજકતા અને બેધકતાથી પ્રગટાવતા આ લેખકે ‘ઑલિયા જોશીને અખાડો' : ભા. ૧-૨ (૧૯૨૬, ૧૯૩૨), ‘નક નગરિયો' (૧૯૩૭), ‘હરહુસાટ' (૧૯૪૩), ‘ગાંડાનો ગવારો'(૧૯૪૪), ‘યંગવિનોદ' (૧૯૪૪) જેવાં હાયપુસ્તકો આપ્યાં છે. ૧૯૬૨ માં “આરામે હાસ્ય’, ‘દીવાને હાસ્ય', ‘મુશાયરે હાસ્ય', ‘હાસ્ય તબેલા’ અને ‘આનંદને અખાડો' વગેરે એમનાં પુસ્તકોનાં નવસંસ્કરણ મળે છે. એમણે રાજા ચંદના ન રાસા પરથી ‘ચન્દ્રશેખર (૧૯૧૫) જેવું તખ્તાલાયકી ધરાવતું નાટક પણ આપ્યું છે. ર.ટા. કોઠારી જયંત સુખલાલ (૨૮-૧-૧૯૩૦): વિવેચક, સંપાદક. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮ માં મૅટ્રિક. ૧૯૧૫૭ માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.એ. અને ૧૯૫૯માં એમ.એ. ૧૯૭૭ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટિક્સને ડિપ્લોમા. ૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાને. સાથે સાથે રાજકોટમાં રેલવે કલેઈમ્સ એજન્ટ. ૧૯૫૯-૬૨ માં અમદાવાદની પ્રકાશ આર્ટ્સ કોલેજમાં અને ૧૯૬૨ થી આજ સુધી ગુજરાત લો સોસાયટીની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્યકોશ'ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન. એમણે નટ ભાઈ રાજપરા સાથે રહી લખલે ‘મારતીય કાવ્યસિદ્ધાંત' (૧૯૬૦) ગ્રંથ મહત્ત્વને સંદર્ભગ્રંથ છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ-નિમિત્તે લખાયેલા બીજા ગ્રંથ 'પ્લેટો ઍરિસ્ટોટલની કાવ્યવિચારણા' (૧૯૬૯)માં બે ગ્રીક સાહિત્યચિંતકોની કાવ્યવિચારણાની તપાસ છે. પરંતુ ધ્યાનપાત્ર વિવેચક તરીકે એમની પ્રતિષ્ઠા બંધાય છે ‘ઉપક્રમ' (૧૯૬૯)થી. વિષય તરફ જોવાની સમતોલ દૃષ્ટિ તથા અભિપ્રાયો પાછળ નિખાલસ અને કડક પરીક્ષણવૃત્તિ એમના આ સંગ્રહમાં પ્રેમાનંદ તત્કાલ અને આજે, “જીવનના વૈભવમાં કળાને મહેલ’‘કાનનું ગદ્ય', ‘નાટકમાં રસ અને ક્રિયા' જેવા લેખમાં સહજ ઊપસી આવે છે. પછીના ગ્રંથોમાં લેખકની આ શકિતઓ વિશેષરૂપે પ્રગટ થતી આવી છે. “અનુક્રમ' (૧૯૭૫)માં પ્રેમાનંદનાં મુખ્ય આઠ આખ્યાનો તેમ જ અખાના ભકિતવિચાર અને ગુરુવિચાર પરના તથા કેટલીક આધુનિક કૃતિઓ વિશેના અભ્યાસલેખે એમની, મધ્યકાલીન અને અર્વાચીન બંને પ્રકારના સાહિત્યના વિવેચન તરફની ગતિ બતાવે છે. 'વિવેચનનું વિવેચન' (૧૯૭૬)માં ‘ગુજરાતી સાહિત્યવિવેચન : વળાંકો અને સીમાચિહ્ન' એ મહત્ત્વના દીલેખ ઉપરાંત સાત અદ્યતન વિવેચનગ્રંથોની તપાસ કરતા લેખો છે. “અનુષંગ' (૧૯૭૮)માં “સાહિત્યકાર અને સમાજભિમુખતા', 'રૂપ અને સંરચના' એ સિદ્ધાંતચર્ચાના અભ્યાસલેખા છે, તો 'કલ્પનનું સ્વરૂપ અનુવાદલેખ છે. 'વ્યાસંગ(૧૯૮૪) માં કોઠારી ગેવર્ધન: પદ્યકૃતિ “શ્રી ભગવ—સાદાખ્યાન' (૧૮૮૨)ના કર્તા. નિ.વા. કાહારી જગજીવનદાસત્રિકમજી, ઓલિયા જોશી (૧૮-૫-૧૮૭૭,-): હાસ્યલેખક. જન્મ રાજકોટમાં. વતન ગોંડલ. પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલફ્રેડ હાઈસ્કૂલમાં. ૮૦: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy