SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક ચિત્રોની સ્વરચના -- કેસરવિજયજી કેવલિયા મૂલશંકર હીરજી: ‘નામાજીકૃત ભકતમાલના ઐતિહાસિક ભકતો -એક અધ્યયન' (૧૯૮૮)ના કર્તા. એ.ટી. કેવલિયા લલિત, ‘બકુલ': મુખ્યત્વે પ્રણયના વિવિધ ભાવાનુભાવાને નિરૂપનાં કાવ્યો, ગઝલ અને મુકતકોને સંગ્રહ ‘iધ પાંપણન દરવાજ' (૧૯૮૦)ના કર્તા. નિ.વા. કેવળચંદ કેવળદાસ; “રત્નસેન રનમંજરીને રાસ' (૧૯૮૪)ના કર્તા નિ.વા. કેવળદાસ મગનલાલ: પદ્યકૃતિ ‘ગુણસંગ્રહ' (૧૮૬૮) તથા 'શ્રીકૃષગજન્મચરિત્રના કર્તા. નિ.વા. કેશવરાજજી : કાવ્યકૃતિ 'રામરના કત. નિ.વા. કેશવરામ શાંડિલોત્રી: મહાશંકર લલ્લુભાઈ ભટ્ટ સંપાદિત, વસંતતિલકાની ૧૬૧ કડીઓનું દૂતકાવ્ય ‘ચન્દ્રાંતિકા'(૧૯૦૩)ના કર્તા. ગદ્યને ઉપયોગ પણ છે. સ્વાનુભવકેન્દ્રી આ રચના અંગત- જીવન, પ્રેમ, પ્રકૃતિ, પ્રભુભક્તિ અને ચિંતનને સ્પર્શે છે. ‘મણિમય સેંથી’ અને ‘શ્રાવણી મુમ્હન’ મહવની રચનાઓ છે. બીજા ભાગમાં નાનાલાલની પ્રતિભાના મહત્વના અને રાંધરાયેલા છે. આત્મલક્ષી કાવ્યોની સંખ્યા અહીં ઘટી છે અને બૃહદ્ માનવસંવેદનાને સ્પર્શતી રચનાઓ કૃતિરમ્ય વ્યંજન-સંકલના દ્વારા નદમાધુર્યના અનુભવ કરાવે છે. ગુજરત, હિન્દુ અને દુનિયામાં કરતી નવચેતનાને કવિતામાં ઉતારવાની અને પાંડિત્યરીલીને નરમ પાડવાની કવિની નેમ છે. 'નયણાંની ધાર’, ‘ઝીણા ઝીણા મેહ', ‘હરિનાં દર્શન’ જેવાં ઉત્તમ ગીતો, ‘યૌવના’ અને ‘સૌભાગ્યવતી’ જેવા ડોલનશૈલીના વિશિષ્ટ પ્રયોગો, ‘ગિરનારને ચરણે’ જેવું રમ્ય વસંતતિલકાને આવિષ્કાર કરતું છંદોબદ્ધ કાવ્ય વગેરે અહીં આકર્ષણો છે. ત્રીજા ભાગમાં નહિ લાંબી નહિ ટૂંકી એવી ચાર કાવ્યરચનાઓ સમાવિષ્ટ છે : `મહારે મારે', 'બ્રહ્મજન્મ’, ‘પારેવડાં', ‘સરકૃતિનું પુષ'. ન્હાનાલાલની વિલક્ષણતા સિવાયને બીજા કોઈ વિશેષ ભાગ્યે જ આ રચનાઓમાં જોઈ શકાય છે. ચ.ટા. કેટલાંક ચિત્રોની સ્વરરચના: વિભૂત શાહની ટૂંકીવાર્તા. અહીં આદિમકાળ અને મધ્યકાળથી આજ પર્યંતનાં ચિત્રોની હારમાળાને અને એ જ રીતે પુનરાવૃત્ત થનાર ભાવિના સમયનું પરિમાણ વિથિક સંગીતની પ્રતીતિ કરાવે છે. ચ.ટા. કેતકર શ્રીધર વાંકટેશ: ઉપયાગી સંદર્ભગ્રંથ ગુજરાતી જ્ઞાનકાપભા. ૧, ૨ (૧૯૨૯) ના કર્તા. નિ.વો. કેતન મુનશી : જુઓ, મુનિફ નચિકેત દ્રુપદલાલ. કેન્દ્ર અને પરિઘ (૧૯૮૦): યશવંત શુકલને ચિંતનાત્મક નિબંધોનો સંગ્રહ. વીસેક વર્ષની સમયાવધિ દરમિયાન વિવિધ વિષયો પર લખાયેલા આ લેખ પૈકી ઘણા લેખકે આપેલાં વ્યાખ્યાનની નીપજ છે. લેખકના સમગ્ર ચિંતનના મૂળમાં માનવકલ્યાણની ભાવના છે, તેથી માનવચૈતન્યના આવિષ્કારરૂપે પ્રસરેલી જીવનની વિવિધ પ્રવૃત્તિઓને જાણવા-સમજવાની વૃત્તિ આ લેખામાં છે. અહીં કેટલાક લેખમાં લોકશાહી અને સામ્યવાદી વિચારસરણીનાં પાયાનાં મૂલ્યને સમજવાની ખેવના છે, તો કેટલાક લેખમાં ઇતિહાસ અને ધર્મનું માનવકલ્યાણમાં શું મહત્વ તેને વિચાર છે. ‘ઇતિહાસની ધર્મભાવના' તથા ઇતિહાસને અનુનય’ એ બે લિખે પ્રખ્યાત ઇતિહાસવિદ ટૉયલ્બીના માનવજીવન અને ધર્મ વિશેના વિચારોને સમજાવે છે. એ સિવાય અહીં ‘મૂલ્ય અને કવિ ધર્મ, 'કવિતાને સમાજસંદર્ભ” જેવા લેખે સાહિત્યને સામાજિક ને માનવીય મૂલ્યના સંદર્ભમાં તપાસે છે. લખાણની ચુસ્તતા, બોલચાલના ઘસારો ન પામેલા શબ્દો સાથે પ્રશિષ્ટ પદાવલિના અરૂઢ યોગવાળી ભાષાને લીધે વિચારોની અભિવ્યકિતમાં તાજગી અનુભવાય છે. " કેશવલાલ દલપતરામ: ઐતિહાસિક સામગ્રી ઉપર આધારિત, બીબાઢાળ શૈલીની ‘ચંદાકુમારીની વારતા' (૧૮૭૩)ના કર્તા. નિ.વા. કેશવલાલ મનસુખરામ : શ્રી વલ્લભાચાર્યના જન્મ અને જીવન સંબંધી ચમત્કારિક હકીકતો અને તેમણે કરેલા પુષ્ટિમાર્ગના સિદ્ધાંતના પ્રચારકાર્યને વાર્ણવતું પુસ્તક “શ્રી આચાર્યજી મહાપુરુષનું જન્મચરિત્ર' (૧૮૭૨)ના કર્તા. નિ.વા. કેશવલાલ હરિવિઠ્ઠલદાસ : નાટકો ‘કન્યાવિક્રયખંડન નાટક' અને ‘પ્રમદા’ તેમ જ ગુજરાતના મહાપુરુષોનાં ચરિત્રાના સંગ્રહ ‘સત્યવકતાની ચરિત્રાવલી' (૧૮૯૯)ના કર્તા. કેશવાણી મહંમદહુસેન હબીબભાઈ, ‘વાચાળ', 'સાકિન કેશવાણી' (૧૨-૩-૧૯૨૯, ૩૧-૩-૧૯૭૧): કવિ. જન્મ ભાવનગરમાં. મૅટ્રિક સુધીને અભ્યાસ. વ્યવસાયે વેપારી. ભાવનગરમાં અવસાન. ‘આરહાણ' (૧૯૬૩) એ એમની ગઝલ-મુકતકોના સંગ્રહ છે. ચાંદનીનાં નીર’માં એમનાં ઉત્તરકાલીન ગઝલ અને મુકતક સંગ્રહાયાં છે. બા.મ. કેશવાણી વિનુ : નવલકથાકાર. નબળા ઘટનાસંયોજનને કારણે અને વિદેશી સ્ટંટ પિકચરની અસરને લીધે અપ્રતીતિકર લાગતી રહસ્યકથા ‘આઠ દિવસ' (૧૯૬૬)ના કર્તા. પા.માં. કેસરવિજયજી: ધર્મ અને અધ્યાત્મમાર્ગના ગ્રંથા “આત્મજ્ઞાન પ્રવેશિકા' (૧૯૨૩), ‘આનંદ અને પ્રભુ મહાવીર' (૧૯૨૬), ૭૮: ગુજરાતી સાહિત્યકોશ-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy