SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યચર્ચા-કાવ્યમાં શબ્દ કાવ્યચર્ચા (૧૯૭૫): સુરેશ જોશીના આ ચોથા વિવેચનસંગ્રહમાં કાવ્યને લગતા ૨૧ લેખોને ચાર વિભાગમાં અને એક પરિશિષ્ટમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં કાવ્યને લગતી સિદ્ધાંતચર્ચા; બીજા વિભાગમાં ગુજરાતી કાવ્યવિવેચનના કેટલાક પ્રશ્ન પર વિચારણા; ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય અને ભારતીય કવિતા વિશના અભ્યાસલેખો; ચોથા વિભાગમાં જીવનાનંદદાસની તથા વિદા કરંદીકરની કવિતા પરના આસ્વાદલેખે છે; તે પરિશિષ્ટમાં રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ રજૂ કરાઈ છે. પ્રભાવવાદી વિવેચનના વર્ચસે અને મર્યાદિત રૂચિએ ગુજરાતી કાવ્યવિવેચનને અને ગુજરાતી કવિતાને કેવી રીતે કુંઠિત કર્યા તેને સારો આલેખ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં સુરેશ જોશીને અભિગમ રૂપરચનાવાદી છે; એટલું જ નહિ, કાવ્યને સાચો આસ્વાદ કૃતિને કેન્દ્રમાં રાખવાથી જ થઈ શકે છે, એ અભિગમનું પણ નિદર્શને સાથે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શિ.પં. કાવ્યતત્વવિચાર (૧૯૪૭) : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધુ વના વિવેચનાત્મક લેખે તેમ જ ગ્રંથાવલકોને સમાવતો આ ગ્રંથ રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થયો છે. રામ ગ્રંથ બે ભાગમાં વહેંચાયેલો છે. સાહિત્યચર્ચા અને ગ્રંથાવલોકન. પહેલા ભાગમાં સાહિત્યનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતા ૧૯ લેખે પૈકી કવિતા', ‘સુંદર અને ભવ્ય', 'કાવ્યશાસ્ત્રના સિદ્ધાંત’, રસારવાદને અધિકાર’, ‘સાહિત્ય’, ‘સૌંદર્યને અનુભવ” વગેરે વિશેષ મહત્ત્વના છે. બીજા ભાગમાં ‘રામાયણ', ‘મહાભારત', 'ધમ્મપદ’, ‘શાકુંતલ', વિક્રમોર્વશીય’ જેવી પ્રાચીન કૃતિઓનું અવલેકનાત્મક રસદર્શન છે. “નરસિંહ અને મીરાં', ‘મીરાં અને તુલસી” એ બે લેખમાં ઉકત કવિઓનું તુલનાત્મક અવલોકન છે. પ્રાચીન ગુજરાતી સાહિત્ય” અને “ધીરો” એ બે લેખ પ્રાસંગિક પ્રવચનનું સીમિત સ્વરૂપ છે. છેલ્લો લેખ ‘ઑથેલો અને એનું રહસ્ય’ એ શૈકસપિયરની નાટકૃતિનું રસદર્શી અવલાકન છે. સમતોલ દૃષ્ટિબિંદુ, વિષયની સૂમ તપાસ, અર્થસભર મિતભાષિતા અને રસજ્ઞ એવી સાહિત્યદૃષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ ગુજરાતી વિવેચન-પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હત્રિ. કાવ્યની શકિત (૧૯૩૯): રામનારાયણ વિ. પાઠકનાં વિવેચનાત્મક વ્યાખ્યાને, લેખે તેમ જ ગ્રંથાવલેકનેને સર્વપ્રથમ સંગ્રહ. ૧૯૨૨ થી ૧૯૩૯ સુધીનાં લખાણોને સમાવતા આ ગ્રંથના પહેલા વિભાગના ૧૭માંથી ૮ લેખે સંગીત, ચિત્રકલા, નૃત્ય આદિ કલાઓને અને સામાજિક ઉત્સવને લગતા છે એ લેખકની વિશાળ કલાદ્રષ્ટિ અને જીવનનિષ્ઠા સૂચવે છે. આ વિભાગમાં મુકાયેલ ‘કાવ્યની શકિત’ એ લેખ એમની કાવ્યવિભાવનાને સુરેખ ને સર્વાગી આલેખ રજૂ કરતે, એમની સાહિત્યવિચારણાની પીઠિકારૂપ બની રહે, સંગ્રહનો સર્વોત્તમ લેખ છે. કળાના એક પ્રકાર લેખે કાવ્યની વિશેષતા ભાવનું નિરૂપણ કરવામાં છે તે સ્કૂટ કરી અલંકાર, પદ્ય વગેરે તો કાવ્યભાવને પ્રત્યક્ષીકૃત કરવામાં કેવાં કામે લાગે છે અને આ કાવ્યપ્રતીતિ વ્યવહારપ્રતીતિથી કઈ રીતે જુદી પડીને નિરતિશય આનંદ આપનારી બને છે તે અહીં સૂમ તત્ત્વપરામર્શ અને રસજ્ઞતાપૂર્વક સમજાવ્યું છે. લેખક અહીં કાવ્યને સત્ય, નીતિ વગેરે સાથે સંબંધ ચર્ચવા સુધી જાય છે અને કાવ્યની સ્વાયત્તતા સ્વીકારવા સાથે જીવનલક્ષી દૃષ્ટિબિંદુ આપે છે એ સાહિત્યવિચારક તરીકેની એમની એક આગવી લાક્ષણિકતા પ્રગટ કરે છે. સંગ્રહમાં વર્ણરચના તથા અલંકારરચનાના વિષયને સદૃષ્ટાંત અને વિગતે નિરૂપતા લેખે છે એ લેખકને રચનાપરક અભિગમ સૂચવે છે. તો, પ્રેમાનંદની ત્રણ કૃતિઓના હાસ્યરસની સમીક્ષાના લેખોમાં સંસ્કૃત રસમીમાંસાનો સુંદર વ્યવહારુ વિનિયોગ થયો છે. કવિશ્રી ન્હાનાલાલનું સાહિત્યજીવન’ અમુક અંશે કર્તા-અભ્યાસ હોવા ઉપરાંત ન્હાનાલાલની ભાવનાઓને સ્કૂટ કરતો હોઈ વિષયલક્ષી અભ્યાસ પણ બને છે. મહાભારતનું નાલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન' એક બારીકાઈભરેલા કુલનાત્મક અભ્યાસ લેખે ધ્યાનાર્હ બને છે. આમ, આટલા લેખે પણ રા. વિ. પાઠક કવિતાસાહિત્ય સાથે કેવા ભિન્નભિન્ન સ્તરે કામ પાડે છે તેના પરિચાયક બને છે. ગ્રંથના બીજા વિભાગમાં “યુગધર્મ', 'પ્રસ્થાન' નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે અને તે સર્જાતા સાહિત્ય સાથે લેખકને સહૃદયતાપૂર્ણ અને સમજદારીભર્યા સંબંધ પ્રગટ કરે છે. સંક્ષિપ્ત છતાં મર્મગ્રાહી એવાં આ અવલોકનોમાંનાં ઘણાં નિરીક્ષણો આજેય ટકી શકે તેવાં ને ધ્યાન ખેચનારાં છે. ૩૬ માંથી ૩૦ ગ્રંથાવલોકને તો કાવ્યગ્રં થનાં છે, જેમાં ‘ભાગકાર -ધારા બીજી’, ‘વિશ્વશાંતિ', કાવ્યમંગલા', 'ગંગોત્રી' ઇત્યાદિ કેટલાક મહત્ત્વના કાવ્યગ્રંથોને સમાવેશ થયેલ છે. ચં.. કાવ્યમંગલા(૧૯૩૩): સુન્દરમ્ ને વૃત્તબદ્ધ કાવ્યો, સૅનેટો, ગીતને સમાવતા કાવ્યસંગ્રહ, ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરાણીના સંયુકત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મે અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાને કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિને ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફને સમભાવ અછત નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથન શા ફુટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામ દર્શાવતાં કાવ્યમાં કલાનિક વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાને ફોટોગ્રાફ જેવી રચનાઓ અને “ત્રણ પડોશી’ કે ‘બંગડી' જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે. ચં.ટો. કાવ્યમાં શબ્દ (૧૯૬૮): ડૉ. હરિવલ્લભ ભાયાણીનાં વિવેચનાત્મક વ્યાખ્યાનો, નિબંધે તેમ જ અનુવાદોને સંગ્રહ. શબ્દ, અર્થ, છંદ, લય, સર્જન, સાહિત્યસ્વરૂપ, સ્વરૂપની વિભાવના, કલ્પન જેવી આધુનિક સાહિત્યવિચારમાં સક્રિય બનેલી સંજ્ઞાઓના પારિભાષિક અર્થોને સ્પષ્ટ કરવાને અહીં ઉપક્રમ છે. ડો. ભાયાણી ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy