SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કારિયા અશ્વિનકુમાર નવલચંદ – કાલિદાસ મગનલાલ કારિયા મોહનલાલ વિઠ્ઠલદાસ: નાટક “વીર જસરાજ' (૧૯૩૭૩૯) તથા “મહારાજશ્રી જલારામજીનું ચરિત્ર' (૧૯૧૪) ના કર્તા. કારિયા વલ્લભજી ગોરધનદાસ: ગિરનાર-યાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારવિધિ' (૧૮૮૫)ના કર્તા. કારિયા હરૂભાઈ ગોવિદજી (૨૬-૯-૧૯૩૨): બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪ માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી સ્યુગર મિલમાં ખરીદી અધિકારી. એમણે બાળવાર્તાસંગ્રહ ‘લઘુ અને ટલ્લુ' (૧૯૫૩) આપે છે. કાર્લો કર નારાયણ ગોવિદજી: ‘ઠગસેન રાજકુંવરની અદ્ભુત ને ચમત્કારિક વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૮૫)ના કર્તા. સાહિત્યના ક્ષેત્રે અનેક પ્રકારનાં સંશોધન-સંપાદન કરીને કચ્છની સંસ્કૃતિની સાથે સાથે તેમાં ડુંગરા, ગુફાઓ, વનસ્પતિ, નદીઓ તેમ જ રાગને પાર લોકોને પરિચય કરાવ્યો અને કચ્છના મેઘાણીનું બિરુદ મેળવ્યું. એમનું સાહિત્ય મુખ્યત્વે કરછી-ગુજરાતી ભાષામાં અને સંશોધિત લોકસાહિત્યની પ્રાપ્ત સામગ્રીને આધારે સર્જાયેલું છે. કારાણી-કાવ્યકુંજ: ભા. ૧ થી ૫' (૧૯૩૫-૧૯૭૮)નાં એમનાં, લોકગીતોના આસ્વાદ્ય ઢાળોમાં અને છંદમાં લખાયેલાં ગીતકાવ્યોમાં જીવનનાં ગહનતમ રહસ્ય અને ઘેરા આનંદની કાવ્યોચિત ને હૃદયસ્પર્શી અભિવ્યકિત થઈ છે. “ઓનલબાવની અથવા ઘરભંગજી ગાથા..' (૧૯૬૫) એ પોતાની પત્નીના મૃત્યુ-પ્રસંગે એસી જેટલાં કવિતામાં લખાયેલી કરુણપ્રશસ્તિ છે. ‘ગાંધીબાવની’ (૧૯૪૮) હિંદી વ્રજ ભાષામાં, ‘શાહ લતીફને રસાલે' (૧૯૭૯) સિંધી ભાષામાં, ‘શાયર નઝીર' (૧૯૭૯) ઉર્દૂમાં અને કચ્છી- કિસાબાવની(૧૯૮૩) કચ્છી ભાષામાં લખાયેલી એમની કાવ્યકૃતિઓ છે. કચ્છના કલાધરો' (૧૯૩૪), 'કચ્છના સંતો અને કવિઓ: ભા. ૧-૨ (૧૯૫૯, ૧૯૬૪), “મેકણદાદા' (૧૯૬૦), કરછની રસધાર’ના ૧ થી ૪ ભાગ વગેરે પુસ્તકોમાં કરછની ઉજજવળ લોકગાથાઓ, શૌર્યકથાઓ તેમ જ સંત-ભજનિકો અને વીરપુરનાં જીવનચરિત્રો પ્રેરક અને રસપ્રદ શૈલીમાં આપ્યાં છે. ‘જામ ચનેસર ૧૯૬૬), ‘જામ રાવળ' (૧૯૬૮) અને “ામ લક્ષરાજ (૧૯૭૯) એ નવલકથાના સ્વરૂપમાં લખાયેલી ઇતિહાસકથાઓ છે. “જાડેજા વીર ખેંગાર' (૧૯૬૯), ‘જગડૂદાતાર (૧૯૭૧), ‘જામ અબડો’ અને ‘ઝારેજો યુદ્ધ’ કચ્છી લોકવાણીના સામર્થ્યની પ્રતીતિ કરાવતાં એમનાં નાટકો છે. કચ્છી બેલીના મર્મીલા ચોટદાર સંવાદો, લોકકંઠે ગૂંજી રહે તેવાં ગીતે અને જીવંત કથાવસ્તુને કારણે તેના ઉપર પણ આ નાટકો સફળ બન્યાં છે. એમણે કચ્છી-ગુજરાતી શબ્દકોશ' (૧૯૮૨) તૈયાર કર્યો છે અને ‘કારા ડુંગરા કચ્છના' (૧૯૬૩)માં કચ્છને ઇતિહાસ આપે છે. ઉપરાંત કચ્છનાં રસઝરણાં' (૧૯૨૮), 'કચ્છી કહેવતો' (૧૯૩૦), ‘કચ્છનું લેકસાહિત્ય' (૧૯૬૫), 'કચ્છ કથામૃત' (૧૯૭૦), ‘કચ્છી પિરોલી' (૧૯૭૪), 'કચ્છી બાલ અખાણી' (૧૯૮૧) વગેરે પુસ્તકો આપીને એમણે કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિને વારસો જાળવી રાખવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. નિ.. કારિયા અશ્વિનકુમાર નવલચંદ (૮-૩-૧૯૪૬): કોશકાર. જન્મ મોરબીમાં. ૧૯૭૦માં અંગ્રેજી વિષયમાં એમ.એ. ૧૯૭૨ માં એલએલ.એમ. ૧૯૭૨ થી ૧૯૭૬ સુધી જૂનાગઢ તેમ જ મોરબીની લો કોલેજમાં અધ્યાપક. પછીથી ગેધરાની લો કોલેજમાં આચાર્ય. એમણે અંગ્રેજી-ગુજરાતી કાનૂની શબ્દકોશ (૧૯૮૧) રચ્યો છે. ૨૨.દ. કારિયા કરસનદાસ સી.: ‘અપમાનની આગ’ (૧૯૩૯) તથા “મેવાડી તલવાર નાટકનાં ગાયને અને ટૂંકસાર' (૧૯૩૫) ના કર્તા. ૨.ર.દ. કાર્લેકર હરિશ્ચંદ્ર ગોવિદજી : ‘ઠગસેન રાજકુંવરની અદ્દભુત ને ચમત્કારિક વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૦૫) ના કર્તા. ૨.૨.દ. કાલચક્ર: સુખદુ:ખ, સંપત્તિ-વિપત્તિના અવસ્થાન્તર સાથે રમતુલ રહેવા જ્ઞાનને આકાય સૂચવત મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને નિબંધ. ચં.કો. કાલાણી કાતિલાલ લવજીભાઈ (૨૭-૭-૧૯૩૦) : વિવેચક, ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના ઝરમાં. વતન ખેડા જિલ્લાનું સોજિત્રા. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૭૩ માં પીએચ.ડી. અમેરિકાની વેઇન સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑવ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ૧૯૫૫-૫૬ માં વિલ્સન કોલેજ, મુંબઈમાં અને ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૬૦-૬૨ વેઇન યુનિવર્સિટી, અમેરિકામાં વિઝિટિંગ સ્કલર. ૧૯૬૩ થી આજપર્યત યુ.એસ. ઇન્ફર્મેશન સર્વિસ, મુંબઈમાં ગુજરાતી વિભાગના વડા. એમણે છંદો પરના વિવેચનનું પુસ્તક “છાંદસી' (૧૯૭૨) તેમ જ જીવનચરિત્ર “સંત ફ્રાન્સિસ' (૧૯૭૬) આપ્યાં છે. “રામનારાયણ વિ. પાઠક : વાડ મયપ્રતિભા' (૧૯૮૧) એમને મહાનિબંધ છે. અમૃતનું આચમન’ના પાંચ ખંડ (૧૯૭૭, ૧૯૭૮, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩) માં ચિંતાનાત્મક નિબંધે છે. ‘કુરળ' (૧૯૭૧) તમિળ વેદનો એમણે કરેલ ગુજરાતી અનુવાદ છે. - એ.ટો. કાલિદાસ: જુઓ, ઝાલા ગૌરીપ્રસાદ ચુનીલાલ. કાલિદાસ દેવશંકર: રૂપદેવજીના ગરબા' (૧૮૭૭)ના કર્તા. કી.બ્ર. કાલિદાસ મગનલાલ: “બાલસ્તવનાવલિ' (૧૯૮૪)ના કર્તા. ૨.ર.દ. ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy