SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ દયાશંકર રવિશંકર – કવિ ન્હાનાલાલ દલપતરામ સેલ્સમૅન. અકસ્માતથી અમદાવાદમાં અવસાન. ‘પૂજાનાં ફૂલ' (૧૯૮૭) એમના કાવ્યસંગ્રહ છે. ચં.. કવિ નરસિંહરામ જેઠાભાઈ: અમરેલી તાલુકાના દેવળીયા ગામના વતની. એમના પુસ્તક ‘ઉપદેશસાગર’ (૧૮૮૯) માં ઈશ્વરભકિત વિશેના ઉપદેશનાં કુંડળિયા, પ્રહેલિકા, ચાબખા, ગરબી વગેરે પ્રકારનાં પદો છે. 'નૃસિંહનીતિ” તથા “વ્યાસગીતા’ એમની અન્ય પદ્યકૃતિઓ છે. નિ.વો. કવિ નર્મદાશંકર નારાયણ: સતયુગનાં લક્ષણોનું પદ્યમાં વર્ણન કરતી કૃતિ “સતયુગ - ૧' (૧૯૧૨) ના કર્તા. નિ.. કવિ નંદલાલ વિઠ્ઠલદાસ: સ્તવન, ભજન, રાષ્ટ્રગીતો, સુવાક્યો અને ‘સ્નેહદર્પણ અથવા વત્સરાજ-ઉદયન’ જેવા ત્રિઅંકી નાટકને સમાવત સંગ્રહ ‘રસકુંજ અથવા વિવિધ રસગભિત કાવ્યરસધાર' (૧૯૨૯)ના કર્તા. 'કસ્તૂરબા' (૧૯૪૪), તત્કાલીન રાજકીય વાતાવરણની અને લોકમાનસની પ્રાસંગિક જિજ્ઞાસા સંતોષનું ‘રણાંડી કેપ્ટન લક્ષમી’ | (૧૯૪૬) અને પ્રસંગનિરૂપણ તેમ જ વર્ણન દ્વારા ચરિત્રનાયકને પરિચય કરાવતું “અમારા સરદાર” (૧૯૪૬) એ પુસ્તકો મુખ્ય છે. શરદબાબુની “પથેરદાબી’ (બે ભાગ) તથા “અનુરાધા અને નિરૂપમાદેવીની બહેન” એ બંગાળી કૃતિઓના એમણે કરેલા અનુવાદ છે. ત્રિ. કવિ દયાશંકર રવિશંકર (૧૮૭૮, ૧૯૪૮): કવિ, અનુવાદક. જન્મ ભાવ (તા. પાદરા)માં. શિક્ષણ ખંભાતમાં. વડોદરામાંથી ‘સાહિત્યવાચસ્પતિ'. એમને ‘દર્યદમન' નામની પદ્યકતિ ઉપરાંત સત્યનારાયણની કથા અને જંબુગુરુરચિત જિનશતકના ગુજરાતી અનુવાદો તથા વિવાહમીમાંસા-ખંડનવિમર્શ’ અને ‘શિવસહસ્રનામમાલા' નામના સંસ્કૃત ગ્રંથો આપ્યા છે. ૨.ર.દ. કવિ દલપતરામ ડાહ્યાભાઈ : જુઓ, ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈ. કવિ દલપતરામ દુર્લભરામ (૧૯ મી સદીને ઉત્તરાર્ધ) : કવિ. વતન સુરત. નર્મદની સભામાં પોતાની કવિતાઓ વાંચતા. નર્મદશૈલીના કવિ. સોળ વર્ષ પરિશ્રમ ઉઠાવી એમણે ધર્મ, નીતિ, વૈદિક, યોગ, સામુદ્રિક આદિ શાસ્ત્રોની જાણકારી મેળવી હતી. એમના 'દલપતદુલ્લભકૃત’ (ભાગ ૧,૨,૩) (૧૮૬૮, ૧૮૬૯, ૧૮૭૨) કાવ્યગ્રંથ મળે છે. પહેલા ભાગમાં બ્રહ્મસ્વરૂપ અને ઈશ્વરપ્રાર્થના, બીજા ભાગમાં કન્યાઓ માટે રચેલ 'ગીતગરબાવલી' ગવવા ને ત્રીજા ભાગમાં પ્રકીર્ણકાવ્યો છે. ભાષા અશુદ્ધ હોવા ઉપરાંત નર્મદનો જે પણ એમની રચનાઓમાં નથી. ચારાદ કળા અને શાસ્ત્રોની સમજ રજૂ કરતો, સંસ્કૃત-પ્રાકૃતમાંથી અનૂદિત પદ્યગ્રંથ ‘સકલશાસ્ત્રનિરૂપણ” એ એમને નોંધપાત્ર ગ્રંથ છે. આ ઉપરાંત, ‘ભાષાભૂષણ' (૧૮૭૮) પણ એમની પાસેથી મળે છે. કૌ.બ. કવિ દામોદર શિવલાલ: “શ્રી સયાજીરાવ સુયશ' તથા 'શ્રી ફરિહરાવ લગ્નમહોત્સવના કર્તા. નિ.પો. કવિ દામોદરદાસ નિરૂજી : ભગવાન શિવના સ્તુતિવિષયક ગરબાઓને સંગ્રહ ‘શિવ બાવળી' (૧૮૯૮)ના કર્તા. નિ.. કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર' (૧૮૯૫) માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે. નિ.. કવિ દુર્ગાશંકર આદિત્યરામ : “ભકિતવિલાસકાવ્ય” અને ગુજરાતી ગેય ઢાળમાં અનૂદિત કરેલાં મહાભારત” તથા “શિવપુરાણ'ના કર્તા. - બિ.વ. કવિ નટવરલાલ નહાનાલાલ (૨૨-૮-૧૯૧૭, ૧૭-૨-૧૯૮૯): કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૫૦માં મૅટ્રિક. મિલ-જિન સ્ટોર્સમાં કવિ નાગેશ્વર : ૧૮૫૫ ની સાલ આસપાસ સૌરાષ્ટ્રના ગાધકડા ગામમાં આ કવિ થઈ ગયાની વીગત છે. સૌરાષ્ટ્રમાં એમનું નામ બહુ જાણીતું હતું, પરંતુ અત્યારે એમનાં કાવ્યો, લેખો કે ઉલ્લેખે ઉપલબ્ધ નથી. રાંટો. કવિ નૂર મહમદ: ‘ઇન્દ્રાવતી' કાવ્યને કર્તા. નિ.વા. કવિ નાનાલાલ દલપતરામ, પ્રેમભકિત' (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬): કવિ, નાટયલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે કવિ'. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાનો અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર ન હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર' બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલિફન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કોલેજોમાં શિક્ષણને લાભ મેળવી ૧૮૯૯ માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. એમને અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસને તત્ત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્ત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભકિતભાવના, ધર્મદૃષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૩ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy