SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ઓતરાતી દીવાલો-કડકિયા કૃષણકાન્ત ઓચ્છવલાલ ઓતરાતી દીવાલે (૧૯૨૫): અસહકારની લડતમાં ભાગ લેવા બદલ સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિ- સૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદને આલેખતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું લદાપુસ્તક. અહીં ચાર દીવાલ વચ્ચેની આનંદયાત્રા છે. કુદરતઘેલા લેખકની, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ કે વિદ્રત્તાને સ્થાને અનુભવની, સુખદુ:ખની અને કલ્પનાની આપ-લે છે. લેખકના દુનિયા તરફના પ્રેમ અને એમની ખુશમિજાજીએ બંધિયાર જેલજીવનની વચ્ચે પણ કીડીઓો, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોકને સૌન્દર્યપરખ નજરથી ઝડપ્યો છે. દીવાલમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકે એ લેખકના એકાન્તના કુતૂહલને ઉરોળ્યું છે. નિરૂપણમાં રહેલી હળવાશ અને વિનેદવૃત્તિઓ તેમ જ પ્રસનરશ્ચિએ લેખનનું લલિતરૂપ ધારણ કર્યું છે. કચ્છનું સંસ્કૃતિદર્શન (૧૯૫૯): રામસિંહજી રાઠોડને ગુજરાતના કરછ વિસ્તારને સમગ્રલક્ષી પરિચય કરાવતે ગ્રંથ. પ્રમાણે આપીને પ્રસ્તુત કરાયેલી વિગતેને વિશેષ સ્પષ્ટ કરવા માટે રેખાચિત્રા કે ફોટોગ્રાફ પણ અહીં પ્રસ્તુત કર્યા છે. પ્રકરણ ૧માં કરછ વિસ્તારની ભૌગોલિક, ભૂસ્તરશાસ્ત્રીય, ખનીજ, વ્યવસાય, પ્રકૃતિ, વન્ય અને રણ પ્રાણીસૃષ્ટિની વિગતે તેમ જ સાંસ્કૃતિક વિગતે પ્રસ્તુત થયેલી છે. પ્રકરણ ૨ માં ગુજરાતના ઇતિહાસમાં કચ્છનું સ્થાન સ્પષ્ટ કર્યું છે. પ્રકરણ ૩ થી ૨૮ માં કરછના ધાર્મિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યવસાયકેન્દ્રરૂપ સ્થળને વિગતે પરિચય કરાવ્યો છે; ઉપરાંત કચ્છના રણને વિગતે પરિચય આપ્યો છે. પ્રકરણ ૨૯ કચ્છના લેકસાહિત્યને લગતું, તે પ્રકરણ ૩૦ કચ્છના ઐતિહાસિક લેખોને લગતું છે. ચં.. ઓથારિયે હડકવા : અતિરેકથી લખવાને વળગેલા લેખકો પર કટાક્ષ કરતે નવલરામ પંડવાને પત્રશૈલીને નિબંધ. ચં... ઓધવદાસજી (૧૮૮૯, ૧૪-૧-૧૯૫૬): કવિ. જન્મ અબડાસા (કરછ)માં. શંકરાનંદજીની ગાદીના પૂર્ણકામજી પછીના સંચાલક. ઈશ્વરનગર ગુરુકુળના સંસ્થાપક. એમણે ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં પદરચના કરી છે. ૨.ર.દ. ઓધારિયા અરવિંદ જયંતીલાલ, “રાહી ઓધારિયા' (૨૧-૩-૧૯૪૬): કવિ. જન્મ ભાવનગરમાં. એમ.એ., બી.એડ. આફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગરમાં શિક્ષક. આભ વસ્યું આંખમાં' (૧૯૭૮) અને તમે કહે તે' (૧૯૮૨). એમના કાવ્યસંગ્રહો છે. ચં.. ઓરડે: વતનના ઘરના ઓરડાના સમગ્ર અસબાબ વચ્ચે અનેક ક્ષણોને વાગોળતા પ્રવીણ દરજીને લલિતનિબંધ. ચંટો. ઓરપાડી છગનલાલ નરોત્તમદાસ: ‘શ્રીનાથદ્વારા ગરબાવળી’ (૧૮૯૬) ના કર્તા. નિ.. ઓલિયા જોષી: જુઓ, કોઠારી જગજીવનદાસ ત્રિકમજી. ઓથીંગણ: આત્મજ્ઞાનનાં ભજન’ (બે ભાગ)ના કર્તા.. નિ.. કચ્છી જયસુખલાલ ભગવાનદાસ: ગિરનાર-યાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારવિષિ' (૧૮૮૫) ના કર્તા. ૨.૨.દ. કચ્છી યુવકુમાર (૮-૧૦-૧૯૨૧): વાર્તાકાર, જન્મ જૂનાગઢમાં. ૧૯૪૨ માં બી.કોમ., ૧૯૪૬ માં એલએલ.બી. સહાયક વેચાણવેરા કમિશનર. એમણે “વારસ' (૧૯૫૧) અને “વિધિના લેખ' (૧૯૬૨) જેવા વાર્તાસંગ્રહો તેમ જ લેખસંગ્રહ ‘બે નંબરને હિરે' (૧૯૭૭) જેવાં પુસ્તક આપ્યાં છે. નિ.વે. કચ્છી પ્રીતમલાલ નૃસિંહલાલ: ‘તુલનાત્મક ભાષાશાસ્ત્ર' (૧૯૨૦)ના કર્તા. કટારિયા ઇબ્રાહિમ હસન (૧૭-૮-૧૯૨૬): કવિ. જન્મસ્થળ ધોરાજી. છ ધોરણ સુધી અભ્યાસ. શિક્ષક. એમણે કાવ્યસંગ્રહ “અજોડ' (૧૯૭૦) આપ્યો છે. નિ.વે. કટારિયા હુસેન ઈબ્રાહિમ (૨-૧૨-૧૯૪૫): જન્મસ્થળ જેતપુર. મૅટ્રિક્યુલેટ. શિક્ષક. એમણે ‘સ્વર્ગનાં ઝરણા” ગ્રંથ આપ્યો છે. ૨.ર.દ. કરેલી દોરાબ બી.: રહસ્યકથા “અભુત ઉઠાવગીરના કર્તા. ક. દ. ડા. : જુઓ, ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈ. કકલ્યા રતન છે. એક રાજપૂત વીરાંગનાએ પતિના અપમૃત્યુના વેરની કરેલ વસૂલાતનું નિરૂપણ કરતી વાર્તા ‘વીર વનિતા (૧૯૩૭) ના કર્તા. કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ (૨૯-૯-૧૯૪૦): વિવેચક, જન્મ દેવગઢબારિયામાં. ૧૯૬૨ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૪ માં એમ.એ. નાટયવિદ્યામાં ડિપ્લોમા. ૧૯૭૬ માં પીએચ.ડી. હાલમાં સાબરમતી આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. ‘કાવ્યગંગ : દમછાયા' (૧૯૬૧) એમને કાવ્યસંગ્રહ છે. ‘પુરુરામ જોગીભાઈ : એક અધ્યયન' (૧૯૬૭) જીવનચરિત્ર છે. ૨.૨,દ. ૪૬ : ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy