SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ સની શિવલાલ બહેચરદાસ – સેયનું નાકું અનુવાદો છે. ભારતની કહાણી' (૧૯૫૪), ‘ચમત્કારો આજે પણ બને છે' (૧૯૭૫), ‘અનંતના યાત્રીઓ' (૧૯૭૭), ‘શ્રીકૃષ્ણપ્રેમ” વગેરે એમનાં અન્ય અનુવાદ પુસ્તકો છે. નિ.વ. સની શિવલાલ બહેચરદાસ : પદ્યકૃતિ ‘દેવશર્મા દુ:ખદર્શક ગાયન' (૧૮૯૬) ના કર્તા. સોમપુરા સુરેશ રતિલાલ (૨૯-૮-૧૯૩૪) : નવલકથાકાર, નિબંધલેખક. જન્મ મુંબઈમાં. અંગ્રેજી છે ધણ રાધીને અભ્યારણ. ૧૯૫૧માં મારબલ અને ટાઇસ ફેકટરીમાં કલાર્ક તરીકે જોડાઈ મેનેજર-પદ સુધીની વિવિધ કામગીરી. ૧૯૬૬ થી ‘ચિત્રલેખા'માં પત્રકાર. ‘યુવદન'ના સંપાદક. એમણે વિવિધ ભારતીય ભાષાઓમાં અનૂદિત થયેલી, કાપાલિક અને અઘારી રાંપ્રદાયોને નિરૂપતી અનુભવકથાઓ ‘ચમત્કારને નમરકાર’(૧૯૭૬), ‘અધોરીમો સાથે પાંચ દિવસ' (૧૯૭૭), ‘અભય' (૧૯૮૦), ‘મંત્ર'(૧૯૮૩), 'પ' (૧૯૮૪) અને ‘ચાયું પરિમાણ’ ઉપરાંત ‘ઝંખના' (૧૯૬૮), ‘અને પછી ?' (૧૯૬૯), ‘જન્માંતર' (૧૯૮૭) વગેરે નવલકથાઓ આપી છે. “સમિધા’ (૧૯૮૨), ‘સ્વધર્મ અને કલ્પનાયોગ' (૧૯૮૩), ‘માનસ' (૧૯૮૫) વગેરે એમના ચિંતનાત્મક નિબંધસંગ્રહો છે; તો 'જૂઠ બોલે કૌંઆ કા' (૧૯૮૪) એમનો હારલેખોનો સંગ્રહ છે. સેનેરી ચાંદ રૂપેરી સૂરજ (૧૯૬૭) : ઝીણાભાઈ દેસાઈ, ‘નેહરરિમ'ને ૩૫૯ હાઈકુ અને ૬ તાંકા કાવ્યો સમાવતા હાઈકુસંગ્રહ. હાઈકુના સ્વરૂપની એમાં પ્રતિષ્ઠા છે. મૂળ તાંકામાંથી ઊતરી આવેલે જાપાની કાવ્યપ્રકાર હાઈકુ સત્તર શ્રુતિની લાઘવયુકત રચના છે. ક્ષણને સૌદર્યાનુભવ એમાં ક૯૫નરૂપે અભિવ્યકિત પામ્યો હોય છે. ઘટકતની સ્પર્શક્ષમતા વસ્તુલક્ષિતા, સ્ફોટકતા ને તાજગી એની લાક્ષણિકતા છે. આ સંગ્રહમાં ઉકત લક્ષણો સાથે કવિકલ્પના અને કવિત્વશકિતનો સુપેરે પરિચય થાય છે. અનેક રચનાઓ એનાં લાઘવ, સફાઈ, લયની પરખ અને હાઈકના સ્વરૂપ પરની કવિની હથોટીની પ્રતીતિ કરાવે છે. અનેક કૃતિઓમાં કલ્પનાના પ્રાબલ્ય સાથે વ્યંજકતા પ્રગટે છે. અન્યોકિતની ક્ષમતા પણ ઠેરઠેર વરતાય સમાણી દામોદર રતનશી : 'કામસેન અને રસિક નાટકમાંનાં ગાયન' (૧૮૭૮), ‘પંચાંકી નાટક મૃચ્છકટિકનો સાર' (૧૮૮૪) તથા રંગમંચ પર ૧૮૮૪ માં ભજવાયેલું પણ મુદ્રિત નહિ થયેલું નાટક ‘ગોપીચંદ’ના કર્તા. દ.વ્યા. પાન: જુઓ, મહેતા મેહનલાલ તુલસીદાસ. સેમદાસ : પદ્યકૃતિ ‘પ્રેમપ્રસાદી'(૧૯૫૦)ના કર્તા. સેમિનાથ દલસુખરામ: ‘આરતીસંગ્રહ' (૧૯૩૭)ના કર્તા. માણી ધીરેન્દ્ર અમૃતલાલ, ‘રંગ સુલતાન’, ‘રંગપૂજારી', 'રંગે મગરૂબ’, ‘ડી. એ. ભાવસાર' (૧૫-૩-૧૯૩૫): નાટયલેખક. જન્મ અમદાવાદમાં. મૅટ્રિક સુધીને અભ્યાસ. પ્રિન્ટોરિયમ, અમદાવાદમાં સુપરવાઇઝર. ‘સતી રાણકદેવી અને રા'ખેંગાર' (૧૯૭૮) અને 'રાજા ગોપીરાંદ' (૧૯૭૮) એમનાં નાટકો છે. ટી. સામૈયા જેઠાલાલ, ‘લાટ સાહબ' (૧૯-૧૨-૧૯૧૨) : આઝાદ ચાર નામના એક નાયકનાં ચોરીનાં વિવિધ પાકોને નિરૂપતી રોમાંચક નવલકથાઓ “આઝાદ ચોર' (૧૯૬૬), “અલબેલે અપરાધી’ (૧૯૬૬) વગેરેના કર્તા. સામપુરા ચીમનલાલ જયશંકર, ‘વિષ્ણુ શર્મા' (૨૦-૭-૧૯૨૦) : નવલકથાલેખક. જન્મ ધ્રાંગધ્રા (જિ. સુરેન્દ્રનગર)માં. માધ્યમિક શિક્ષણ ધ્રાંગધ્રામાં. ૧૯૩૯માં મૅટ્રિક. આરંભે ધ્રાંગધ્રા કેમિકલ્સ કંપનીમાં, પછીથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંલગ્ન. એમણે “પ્રીતિસંગમ' (૧૯૭૦), ‘લખ્યા લેખ લલાટે (૧૯૭૦), ‘ઉમિના અગનખેલ' (૧૯૭૩) વગેરે નવલકથાઓ ઉપરાંત ચરિત્રસંગ્રહ કપાળ ગૌરવ ગંધ’, એકાંકીસંગ્રહ 'કલંક ભૂંસી નાખે’ (૧૯૬૨) અને ‘દસ નાટકો' તથા વાર્તાસંગ્રહ ‘લોક અદાલત’ (૧૯૬૯) વગેરે પુસ્તકો આપ્યાં છે. ૨.ર.દ. સેમપુરા રેવાશંકર ઓઘડભાઈ (૨૬-૧૧-૧૮૯૨, -): ચરિત્રલેખક. જન્મ પાલિતાણા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પાલિતાણામાં. ૧૯૧૨ માં મૅટ્રિક. ૧૯૧૮માં બી.એ. બાલાસિનેર, ભાવનગર તથા બોટાદની હાઈસ્કૂલોમાં વિજ્ઞાન શિક્ષક તથા આચાર્ય. એમણે ‘એડિસનનું જીવનવૃત્તાંત' (૧૯૧૯) અને ભારતના મહાન વૈજ્ઞાનિકો'(૧૯૩૦) જેવાં ચરિત્ર ઉપરાંત ‘આરોગ્યના પ્રદેશ' (૧૯૩૦), ‘વિજ્ઞાનને વિકાસ' (૧૯૩૦) વગેરે પુરિતકાઓ આપી છે. ૨.ર.દ. મૈયા નું જીવરાજ, ‘વનસુલ' (૧૩-૮-૧૯૨૯) : વાર્તાકાર. જન્મ યુગાન્ડાના મસાકામાં. બ્રિટનના વતની. મૅટ્રિક સુધી અભ્યાસ. મેનેજિટીસને કારણે બંને કાન નિષ્ક્રિય. ‘નવબ્રિટન” માસિકના તંત્રી. લેસ્ટરમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ. “યુગાન્ડાને હાહાકાર' (૧૯૭૭)માં વાર્તારૂપે યુગાન્ડામાંના એશિયનોની હકાલપટીને ઇતિહાસ નિરૂપાયો છે. ચં... સેયનું નાકું: યંતી દલાલનું એકાંકી. અહીં એક બાજુ શેઠ નંદનંદનના અવસાનની શોકસભાનાં પ્રશસ્તિવચને અને બીજી બાજુ એને છેદ ઉડાડતી પાર્ષદ તેમ જ ચિત્રગુપ્ત સમક્ષ ખૂલતી એમની શ્રેણલીલાઓ-એ બંનેની સહપરિથતિથી નાટયાત્મક પરિસ્થિતિ રચાય છે. ચંટો. ૬૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy