SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ રામદાસ માણેકલાલ– શાહ વિપિન શકિત તો છે જ, સૂકમ શબ્દશકિત પણ છે. આ શકિતયનું રસાયણ રચાતાં કવિતામાં ભાવ સૌંદર્ય પ્રગટે છે. એમની કવિતાનો પ્રધાન ગુણ માધુર્ય છે. ઉચિત પ્રતીક-કલ્પનોને વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ-અલંકાર-લય-પ્રાસાદિનું ૨Iઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પતિ એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે. એમણે ગુજરાતી સાહિત્ય મંડળ, કલકત્તાના વાર્ષિક ‘કેસૂડાંમાં ‘સુરદાસ” અને આઈ.એન.ટી.ના સામયિક ‘એકાંકી'માં ‘ગતિ-મુકિત’ એમ બે એકાંકીઓ પ્રકાશિત કર્યા છે. એમણે આઠેક વાર્તાઓ પણ લખી છે. કવિ જયદેવ-વિરચિત પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિ ‘ગીતગોવિંદ'ને એમણે કરેલો સમલૈકી અનુવાદ ધ્યાનાઈ છે. પ્ર.બ્ર. શાહ રામદાસ માણેકલાલ : કથાકૃતિ ‘મસ્તીખેર માં(૧૮૯૩)ના કર્તા. નિ.વે. શાહ લખમશી શિવજી : પદ્યકૃતિ ‘રનારારના કર્તા. .િવા. શાહ લાલચંદ સુંદરજી : સંવત ૧૯૫૬ ના દુષ્કાળને વર્ણવતી કથાકૃતિ છપ્પનના પટ્ટા ને ગજબને ગેલે' (૧૯૦૦)ના કર્તા. નિ.વા. શાહ લીલાબહેન જયંતીલાલ : ‘રાધેકૃષ્ણ ભજનામૃત'-ભા. ૩ (૧૯૫૯)નાં કર્તા. નિ.. શાહ વજુભાઈ મણિલાલ (૬-૨-૧૯૧૦, ૯-૧-૧૯૮૩) : ચરિત્રલેખક. જન્મ વાવડી (તા. કંડોરણા, જિ. રાજકોટ)માં. ૧૯૨૭માં મૅટ્રિક. ૧૯૨૯માં કરાંચીની ઍન્જિનિયરિંગ કોલેજમાં. લાહોર કોંગ્રેસ અધિવેશન વખતે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરવાને સંકલ્પ કરી અભ્યાસ છોડી રાષ્ટ્રસેવા સ્વીકારી અને જીવનપર્યંત અર્થોપાર્જન માટે કોઈ વ્યવસાય ન કર્યો. ‘નવરચના' માસિક તથા સ્વરાજધર્મ’ પાક્ષિકના તંત્રી. અમદાવાદમાં અવસાન. એમણે જીવનચરિત્ર ‘મહાદેવભાઈ' (૧૯૪૫) આપ્યું છે. આ ઉપરાંત સિયારામશરણ ગુમની હિન્દી નવલકથા “નારી'ને ચિરંતન નારી'(૧૯૪૩) નામે તથા પર્સબકકૃત ‘વેરવિંડીને ‘અથડાતા વાયરા' (૧૯૪૫) નામે અનુવાદ આપ્યા છે. ૨.ર.દ. શાહ વરજીવનદાસ કેશવલાલ: ‘નવીન સુધચન્દ્ર નાટક (૧૯૦૧)ના કર્તા. નિ.. શાહ વર્ધમાન સ્વરૂપચંદ : બોધક કૃતિ “પુત્રી ગીતા તથા પ્રકીર્ણ કૃતિ “અવિદ્યાને જુલમ' (૧૮૯૯)ના કર્તા. નિ.વે. શાહ વલ્લભજી કુબેરદાસ : ઈશ્વરસ્તુતિ અને ભકિત વિશેનાં ગીતને સંગ્રહ 'કીરતનાવલી' (૧૯૦૪)ના કર્તા. નિ.. શાહ વાડીલાલ અમથા : નવલકથા “સંસારચિત્ર : શાણી સુભદ્રા (પટેલ લલ્લુભાઈ ગો. સાથે, ૧૮૮૯)ના કર્તા. નિ.વો. શાહ વાડીલાલ ઈશ્વરલાલ : પદ્યકૃતિઓ “અમૂલ્ય મતી યાને વણિકવિજય' (૧૯૧૩), ‘મનોરંજનમાળા(૧૯૧૪), “મધુર મહિની' (૧૯૧૫) તથા “સંવાદસંગ્રહ' (૧૯૨૫)ના કર્તા. નિ.. શાહ વાડીલાલ મોતીલાલ, કેવલ્ય', “મોટું મીંડું, ‘યુવક, વોન્સોર રમૂજી’, ‘શોધક' (૧૧-૭-૧૮૭૮, ૨૧-૧૧-૧૯૩૧): નિબંધલેખક. જન્મ વિરમગામમાં. વતન અમદાવાદ જિલ્લાનું વિશલપુર. પ્રાથમિક શિક્ષણ વિરમગામમાં. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. કોલેજકાળના આરંભમાં જ મુનિશ્રી છગનમલજી સ્વામીના સંપર્કથી જેનેની સંકુચિત વૃત્તિ સામે વિદ્રોહ. ૧૯૧૧ માં રતલામમાં જૈન ટ્રેનિંગ કૉલેજની રથાપના. ‘જેન હિતેચ્છું માસિક અને જૈન સમાચાર' સાપ્તાહિકના તંત્રી. વેદાંત, જૈનદર્શન, નિજો અને શેપનહોરની તત્ત્વવિચારણાથી પ્રભાવિત એમનાં લખાણો અભ્યાસી અને રસાધક કક્ષાનાં છે. એમની ‘નમીરાજ' (૧૯૦૬), 'સુદર્શન'- ભા. ૧(૧૯૦૮) અને “મૃત્યુના મોંમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું (૧૯૨૧) જેવી ' નવલકથાઓ ધર્મતત્વને લક્ષ્ય કરે છે. “સતી દમયંતી' (૧૯૦૨), ‘ઋષિદના આખ્યાયિકા' (૧૯૦૪) અને મસ્તવિલાસ' (૧૯૨૫) એમની ધર્મપ્રવણ કથાઓ છે. ‘હિતશિક્ષા' (૧૯૦૪)માં ભાષણેરૂપે ઉપદેશ છે; તે “શ્રી મહાવીર' (૧૯૦૮) ચરિત્રમૂલક છે. ‘મહાત્મા કબીરનાં આધુનિક પદો'- ભા. ૧ (૧૯૧૧), ધર્મસિંહ બાવની' (૧૯૧૧) અને 'જેન સમાચાર ગઘાવલિ': ખંડ ૧-૮ (૧૯૧૨), ખંડ ૯-૧૦(૧૯૧૩) એમનાં સંપાદનો છે. આ ઉપરાંત અનેક ધર્મતત્ત્વવિષયક ગ્રંથો એમણે આપ્યા છે. ચં... શાહ વાડીલાલ હરગોવનદાસ : નાટયકૃતિ “અજબ તોફાની' (૧૯૧૬), 'કુસુમાવતી નાટકનાં ગાયન’ અને ‘નગરો સાપ નાટકનાં ગાયનના કર્તા. નિ.. શાહ વિજય : કાવ્યસંગ્રહ ‘હું એટલે તમે' (૧૯૭૭)ના કર્તા. નિ.. શાહ વિઠ્ઠલદાસ કસનજી : નાટયકૃતિ 'કિશોરકાન્ત નવીન નાટય” (શાહ મૂળજીભાઈ ભેગીલાલ સાથે, ૧૯૦૫) ના કર્તા. નિ.વો. શાહ વિનયચંદ ધનજી : “મુગ્ધ મત્તખંડન નાટક' (ઇચ્છારામ ભાઈચંદ ભેજક સાથે, ૧૮૮૭)ના કર્તા. નિ.વો. શાહ વિપિન : બહુમુખી પ્રતિભા ધરાવતા માઇકલ ઍજેને સચિત્ર પરિચય આપતી કૃતિ 'માઇકલેજેલો' (૧૯૭૫)ના કર્તા. નિ.. ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy