SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાસ અમથારામ લીલાધર - વ્યાસ કાન્તિલાલ બળદેવરામ વ્યાસ કરુણાશંકર જેઠાલાલ : પદ્યકૃતિ 'કાળખંડ' (૧૯૧૫). કર્તા. વ્યાસ કરુણાશંકર હરજીવન : પદ્યકૃતિ 'સુબાધક શકિતરસુતિ' (૧૯૦૦)ના કર્તા. વ્યાસ કલ્યાણજી રણછોડજી : “ચોરાશી વૈષ્ણવની વાર્તા' (૧૮૯૮), ‘પચર ગીતા(૧૮૯૯) તથા ઐતિહાસિક નવલકથા પૃથ્વીરાજ રહાણ (૧૯૦૩)ના કર્તા. વ્યાસ અમથારામ લીલાધર (૧૮૬૭, ~): કવિ. જન્મ બોલી (તા. ઈડર)માં. ઈડર રાજયાશિત સંસ્કૃત પાઠશાળાના સ્થાપક. એમની પાસેથી પઘકૃતિ “શ્રી શંકર સ્તવન’ મળી છે. મૃ.મા. વ્યાસ અમૃતલાલ મોતીલાલ : જીવનચરિત્ર ‘સરદાર વલ્લભભાઈ (અન્ય સાથે, ૧૯૬૬) ના કર્તા. મૃ.મા. વ્યાસ અવિનાશ આનંદરાય (૨૧-૭-૧૯૧૧, ૨૦ ૮ ૧૯૮૪): કવિ. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ. ફિલ્મક્ષેત્રે સંગીત-નિયોજક તરીકેનો મુખ્ય વ્યવસાય. મુંબઈમાં અવસાન. ‘દૂધગંગા' (૧૯૪૪), ‘સથવારો' (૧૯૫૨), વર્તુળ” (૧૯૮૩) વગેરે એમના ગીત અને ગરબાના સંગ્રહો છે. સંગીતતત્ત્વને કારણે ગુજરાતી સમાજમાં એમની ઘણી રચનાઓ ખૂબ લોકપ્રિય બનેલી છે. મેદીનાં પાન” (૧૯૪૭; સંવ. આ. ૧૯૫૮) એમને નૃત્યનાટિકાઓને સંગ્રહ છે. “રાખનાં રમકડાં(૧૯૫૨) અને ‘અર્વાચીના'(ધનસુખલાલ મહેતા સાથે, ૧૯૪૭) એમનાં નાટકો ક. વ્યાસ કાન્તા, નેતિ': નવલકથા “સાચી ઘર કયાં છે? (૧૯૭૪)નાં ૨.ર.દ. વ્યાસ કાતિલાલ કરશનદાસ : અંતેવાસીની હતથી માં આનંદમયી સાથેના પ્રશ્નોત્તર તથા જીવનપ્રસંગોને નિરૂપનું પુસ્તક ‘મા આનંદમયીના સાંનિધ્યમાં' (૧૯૫૨)ના કર્તા. જ.ગા. વ્યાસ અશ્વિનકુમાર વાડીલાલ (૨૮-૧-૧૯૧૭) : નવલકથાકાર. જન્મ વઢવાણમાં. ૧૯૩૪માં મૅટ્રિક. ૧૯૪૦માં બી.એ. ૧૯૪૨ માં એમ.એ. ૧૯૫૨માં એલએલ.બી. ઍડિશનલ લેબર કમિશનર તથા પ્રોવિડન્ટ ફંડ કમિશનર તરીકે કામગીરી. ‘લીના' (૧૯૫૮)માં એક લઘુનવલ અને સત્તરે નવલિકાઓ સંગૃહીત છે. “અતૂટ નેહબંધન' (૧૯૭૬), “અમારીના આગિયા’ (૧૯૭૭), 'સ્નેહસેતુ' (૧૯૮૦), 'ફૂલ કોઈ ખીલે, કોઈ કરમાય (૧૯૮૧) વગેરે એમની નવલકથાઓ છે. ર.ટી. વ્યાસ ઇચ્છાશંકર અમથારામ: પદ્યકૃતિઓ “નામદાર રખાવતે બહાદુર શેઠાણી હરકુંવરબાઈ શ્રી સમેતશિખરની જાત્રાએ સંઘ કાઢી ગયાં' (૧૮૬૪), ‘જાદુકપટપ્રકાશ' (૧૮૬૮), “ત્રીસાના દુકાળની દશા” વગેરેના કર્તા. કૌ.. વ્યાસ ઈશ્વરલાલ દેવશંકર: “પટેલ પગલદર્શક નાટક' (૧૮૮૪). -ના કર્તા. મુ.મા. વ્યાસ ઉત્તમરામ પ્રાણનાથ : પદ્યકૃતિ “દૃષ્ટિમૃત' (૧૮૬૯)ના કર્તા. મૃ.મા. વ્યાસ એમ. બી.: કથાકૃતિ “અક્લની વાત યાને શિખામણની સેટી' (૧૯૨૯)ના કર્તા. મૃ.માં. વ્યાસ કાન્તિલાલ બળદેવરામ (૨૧-૧૧ ૧૯૧૦): ભાષાવિ, વિવેચક, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના હામપુરમાં. ૧૯૨૬ -માં મૅટ્રિક. ૧૯૩૦માં ગુજરાત કોલેજ, અમદાવાદથી ઇતિહારા અને અર્થશાસ્ત્ર વિષયે સાથે બી.એ. ૧૯૩૩માં એમ. ટી. બી. કૉલેજ, સુરતથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૬૮ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ડી.લિટ, ૧૯૩૭થી ૧૯૫૯ સુધી, ઍલિફન્ટસ્ટન કૉલેજ, મુંબઈમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ૧૯૫૯થી ૧૯૬૫ સુધી એમ. એન. કોલેજ, વિસનગરમાં; ૧૯૬૫-૬૬માં ધર્મેન્દ્રસિંહ કોલેજ, રાજકોટમાં અને ૧૯૬૬૬૭ માં શામળદાસ કોલેજ, ભાવનગરમાં પ્રિન્સિપાલ. ૧૯૬૮ થી ૧૯૭૧ સુધી યુ.જી.સી.ના ઉપક્રમે મીઠીબાઈ કૉલેજ, મુંબઈમાં પ્રોફેસર. ૧૯૭૧ થી ૧૯૭૪ સુધી સી. એમ. કૅલેજ, વિરમગામમાં અને ૧૯૭૪-૭૫ માં શૂરજી વલ્લભદાસ આર્સ એન્ડ કોમર્સ કોલેજ, માંડવીમાં પ્રિન્સિપાલ. ૧૯૭૫માં નિવૃત્ત. ૧૯૪૮ માં ઈગ્લેન્ડની રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો. ૧૯૬૩માં ‘ગુજરાતીને અધ્યાપક સંઘના પ્રમુખ. ‘ભાષા -વૃત્ત અને અલંકાર' (૧૯૪૫), ‘પદ્મનાભ (૧૯૮૨) અને કાવ્યની શૈલી' (૧૯૮૩) એમનાં ભાષાવિવેચનનાં પુસ્તકો છે; તે ‘ગુજરાતી ભાષાશાસ્ત્રના વિકાસની રૂપરેખા' (૧૯૪૬), ‘ભાષાવિજ્ઞાન’-ખંડ ૧ (૧૯૬૪), ‘ગુજરાતી ભાષા-ઉદ્ગમ અને વિકાસ' (૧૯૬૪), 'ભાષાવિજ્ઞાન : અદ્યતન સિદ્ધાંતવિચારણા’ (૧૯૭૮) વગેરે એમનાં ભાષાશાસ્ત્રવિષયક પુસ્તકો છે. એમનાં સંપાદનમાં ‘વસંતવિલાસ' (ગુજરાતી આવૃત્તિ, ૧૯૫૭), ‘કાન્હડદે પ્રબંધ'-ખંડ ૧-૨ (૧૯૫૯), ‘કાન્હડદે પ્રબંધ' ખંડ ૩-૪ (૧૯૭૭), કુંવરબાઈનું મામેરું' (અન્ય સાથે, ૧૯૬૪) મુખ્ય છે. આ ઉપરાંત એમના નામે આઠેક જેટલાં અભ્યાસસંપાદનનાં અંગ્રેજી પુસ્તકો છે. ચંટો. ૫૫૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy