SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુકિ — વાંસના અંકુર શિકારી’(૧૯૫૪), ‘શિકારીની તરાપ’ (૧૯૫૮), ‘પિનાં પગક્રમા’ (૧૯૬૨), ‘શેરખાન’, ‘હાથીના ટોળામાં’(૧૯૬૩) વગેરે પુસ્તકોનો સમાવેશ થાય છે. 'કીમિયાગર કબીર'(૧૯૫૯)નામના પુસ્તકમાં એમણે કીટસૃષ્ટિની કથા આલેખીને નાનાં જીવજંતુઓના પરિચય આપ્યો છે. એમણે ‘અવકાશની યાત્રા'(૧૯૬૪), ‘દરિયાની દોલન’(૧૯૬૨) વગેરે પરિચયપુસ્તિકાઓ પણ લખી છે. નિ.વા. વાસુકિ જનો, જેથી ઉમાશંકર પ્રવાસ. વાહ રે મેં વાહ (૧૯૫૩) : કનૈયાલાલ મુનશીનું સામાજિક પ્રાસન. લેખક તેને 'ફેન્ટસી' 'અસભવ' તરીકે ઓળખાવે છે. ભારત સરકારના પોલિટિકલ એજન્ટની જવાબદારી સ્વીકારી હૈદ્રાબાદ જવાની તૈયારી કરતી વેળાના નિરૂપાયેલા પ્રસંગમાં લેખક પોતાની ઠેકડી ઉડાડે છે. જતાં પહેલાં મુનશીને સપનું આવે છે અને એમનાં વિવિધ પાત્રો ફરિયાદ કરે છે. સલાહ પણ આપે છે. આમાં આયોજનનો નવતર પ્રયોગ થયો છે છતાં નાટક ઊપસતું નથી. નાટયાત્મક સંઘર્ષ, પરિસ્થિતિ, વળાંક, પરાકોટી કે નાટયાત્મક ગતિ, કાન્ટિંગ કે જીવન ચરિત્રચિત્રણને ગાઝો અનુભવ થતો નથી. સંવાદો બોલકા છે અને ઘટનાના અંકોઠા સુષિત નથી. અન્ય સામાજિક નાટકો જેવી હાસ્યની માવજત પણ અહીં થઈ નથી. ર.ઠા. વાળંદ નરોત્તમ માધવલાલ (૧૮-૯-૧૯૩૧) : હાસ્યકાર, વિવેચક, ચરિત્રલેખક, ભાળગીત, સંપાદક. જન્મ બેચરા (જિ. મહેસાણા)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૫૪માં બી.એ. ૧૯૫૬માં એમ.એ. પૂનાની સમર સ્કૂલ ઑવ લિગ્વિસ્ટિક્સમાં ભાષાવિજ્ઞાનનો અભ્યાસ. ૧૯૫૬થી ભરૂચની પેનૂપુરી નાર્સ કોલેજના ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક. ‘મફતિયા મેન્ટાલિટી’(૧૯૭૦) અને ‘પરોપદેશે પાંડિત્યમ્ ’ (૧૯૮૨) એમના હાસ્યસંગ્રહો છે. ‘સંકૃતિ અને ગુજરાત' (૧૯૭૯) તથા ‘સૌરભ’(૧૯૭૯) એમના વિવેચનગ્રંથો છે. એમણે ‘રણછોડદાસ ઝવેરી’(૧૯૬૬), ‘આપણા જ્યોતિર્ધરો' (૧૯૮૦), ‘છેટુભાઈ પુરાણી’(૧૯૮૪) જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. 'છીપળી'(૧૯૭૬) એમનો બાળગીતસંગ્રહ છે. ‘રણયજ્ઞ’નું સંપાદન (૧૯૭૫) અને ‘બહુચરાજી’(૧૯૬૮) નામક ાિશે ધન એમની પાસેથી મળ્યાં છે. ૨.પા. વાળા અરિડ નાથાભાઈ (૭-૫-૧૮૮૦, ૩-૧-૧૯૪૬): કવિ. જન્મ અમરેલી જિલ્લાના સરખડી ગામે. ચાર ધોરણ સુધી અભ્યાસ. આફ્રિકાના બાનમાં વેપાર અને નોકરી. સ્વદેશગમન પછી ખેતી. એમની પાસેથી વિવિધ પ્રકારનાં રાગ, ઢાળ અને સવૈયામાં લખાયેલાં ઈશ્વરભકિત વિશેનાં બેધક કાવ્યો અને પ્રકીર્ણ ગીતાન સંગ્રહ ‘વાળાની વાણી'- ભા. ૧, ૨ (૧૯૬૬, ૧૯૭૭) મળ્યો છે. નિવા ૫૪૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International વાળા શિવસિંહ કાળુભાઈ : ૧૯૩૫માં પ્રગટ થયેલી ‘સતી ઉજળી અને મેહ જેવા', 'સતી સોન કંસારી', 'નાગવાળે અને નાગ મતિ’; ૧૯૩૬માં પ્રગટ થયેલી ‘જોગીદાસ ખુમાણ’, ‘લાખણી અને માણેકદે’, ‘વીર રામવાળા’, ‘રાણા અને કોટાળી કુંવર’; ૧૯૩૭માં પ્રગટ થયેલી માળ્યો અને નાગદ', “કા માણી’, ‘સંઘજી કાવઠીઓ’, ‘મૂળુ માણેક' વગેરે એમની પ્રેમ-શૌર્યકથાઓ છે. ‘પ્રેમનું પૂજન-ખીમરો અને ખંભાતણ’(૧૯૩૭), ‘દેવાના દરબારમાં : સ્વર્ગની મુસાફરી’(૧૯૩૮) વગેરે એમની નવલકથાઓ છે. ‘અક્કલના ઓથમીર’, ‘અડવાનાં નવાં પરાક્રમો', એભલવાળા વગેરે એમની બાળસાહિત્યકૃતિઓ છે. મુ.મા. વાળા સુરગવાળા બાવાવાળા (૧૫-૩-૧૯૦૪, ૧૫-૫-૧૯૫): જન્મ વડીયા (જિ. અમરેલી)માં. વડીયા ગામના રાજવી. મુંબઈમાં અવસાન. એમની પાસેથી મોરી કરેલ પ્રવાસનું વર્ણન આપનું પુસ્તક 'કાઠિયાવાડથી કન્યાકુમારી'(૧૯૩૮) મળ્યું છે. મુ.મા. વાંક બહાદુરભાઈ જગાભાઈ (૧૩-૫-૧૯૩૭): વાર્તાકાર. જન્મ જેતપુરમાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ઓગણત્રીસ વર્ષ એસ.ટી. ખાતા સાથે સંલગ્ન. અત્યારે ફ઼ી ગાન્ય આર્ટિ. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ વર્ગ એ ચિત્રકલાના મૌન શા. ‘હાનારત’(૧૯૮૬) લઘુનવલ તથા ‘પીછા’(૧૯૮૮) વાર્તાસંગ્રહ એમની પાસેથી મળ્યાં છે. વાંઝા પુરૂષોત્તમ વસરામ : બેનસંગ્રહ 'ભકિતરસ કીર્તનમાળા' (૧૯૫૪) નવા ‘પુણ્યોત્તમ પુષ્પમાળા'(૧૯૬૪)ના કર્તા, મુ.મા. વાંટાવદરકર શિવલાલ ત્રિભુવન, ‘મંગલ': ૧૯૨૫માં પ્રગટ થયેલી ‘એક જ પૈસા’, ‘ઝેરી ઝવેરી’, ‘વિષના વરસાદ’, ‘વીરનું વેર’, સાડા ત્રણ ભાઈબંધ' અને ૧૯૨૬માં પ્રગટ થયેલી “ધિપતિ કે લૂંટારો’, ‘અર્જુનદેવ’, ‘ચંપા’, ‘દોઢ દિવસની દુનિયા', ‘પવિત્રાનો પ્રતાપ’, ‘વીરપૂજન’, રાજા નોંઘણજી’ વગેરે નવલકથાઓના કર્તા. મુ.મા. વાંસનો અંકુર (૧૯૬૮) : ધીરુબહેન પટેલની નવશે. થાનાયક કેશવની નસામાં સ્વાભિમાની માતા સુશીલાનું બંડખાર લાહી વહે છે. પતિને હાર જમાઈ ન થવા દેતાં સુશીલાએસ્વેચ્છાએ ગરીબી સ્વીકારેલી. પુત્રને જન્મ આપી એ મૃત્યુ પામેલી ત્યારે કેશવનો હવાલો દાદાએ લીધેલા. હવે કેશવે એમની પ્રતિકૃતિ બનવાનું હતું. કરાવ બળવો કરે છે, તે પણ દાદાજીની શૈલીએ જ ! અંકુર ખરો, પરંતુ તે વાંસના જ. કેશવના લાગણીતંત્રના આઘાત-પ્રત્યાઘાત અને સાત્ત્વિક સંઘર્ષનું સ્પર્શક્ષમ ઘટનાઓ, પ્રાકૃતિક સો અને કલ્પનાને સારે. આહીં કલાપૂર્ણ નિરૂપણ થયું છે. દોહિત્ર કેશવ, જમાઈ મોતીલાલ અને દાદાજીનાં મનોગતને સૂચક રીતે વ્યકત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy