SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમરીગર જમશેદજી રૂસ્તમજી- ઊઘડતી દીવાલ નાટક તથા એક અંગત નિબંધ પણ છે. આ કૃતિઓમાં એમની વિલક્ષણ વિચારરસૃષ્ટિનો પ્રભાવ છે; પરંતુ અને વધારે કલાત્મક ને રાજળ અભિવ્યકિત સાંપડી છે. એમનાં એકાંકી નાટકામાં. ૧૯૨૨ માં લખાયેલા એમના પહેલા ધ્યાન ખેચતા નાટક ‘લામહપાણી' રામાવતા ‘મસ્યગંધા અને ગાંગેય તથા બીજી ચાર નાટકો' (૧૯૨૫) તથા ‘માલાદેવી અને બીજા નાટકો' (૧૯૨૭) નાટધસંગ્રહો પછી એમાણ ‘રવાલિની અને બીજાં નાટકો' એ નામે સંગ્રહ કરવા વિચારેલું, પણ એ થઈ શકયું નહીં અને ૧૯૨૭માં લખાયેલા છેલ્લા નાટક ‘શવાલિની' એમનાં પસંદ કરેલાં નાટકના મરણોત્તર સંગ્રહ ‘બટભાઈનાં નાટકો' (સં. અનંતરાય રાવળ, ૧૯૧૧) માં જ સમાવવાનું થયું. ‘મન્ટયગંધા અને ગાંગય તથા બીજા ચાર નાટકો'માંના 'મહમ્મદ પૈગંબર' નાટકને કારણે એમને મુસ્લિમોના વિરોધ સહન કરવાને આવ્યો અને સરકારી પ્રતિબંધને કારણે સંગ્રહમાંથી એ નાટક રદ કરી ‘મનનાં ભૂત નામ નાટક મૂકવાનું થયું. આધુનિક સમયને અનુરૂપ નવાં મૂલ્યોની દૃષ્ટિએ પૌરાણિક વિષયોને એ સ્પર્શતા અને પોતાનું નવું અર્થઘટન મૂકતા. વિચાર એમનાં નાટકોનું એક બળવાન પારણું બની રહ્યો. દુબહુલતા તથા સમયવિસ્તારને કારણે એકાંકીમાં અપેક્ષિત સઘનતાની દૃષ્ટિએ ઊણી ઊતરતી એમની આ રચનાઓ કેટલીક કચાશે ધરાવે છે, છતાં એ કૃતિઓ એના વિચારોબળ, વિચારને અનુરૂપ નાટવક્ષમ પરિસ્થિતિની સંકલ્પના, ઘાતક ને સજીવ પાત્રાલેખન અને વાછટાયુકત સંવાદોથી પોતાનું આગવું રૂપ ઘડે છે. ૧૯૨૮-૨૯ માં એ થોડા સમય માટે જોખ્ખા શુકલ સાથે ‘સુદર્શન' સાપ્તાહિકના તંત્રી બનેલા. પરંતુ વસ્તુત: આ રામયથી એમની સાહિત્યિક કારકિર્દી સ્થગિત થઈ ગઈ હતી. ૧૯૩૫ માં “રાસ અંજલિ” નામક ગરબાસંગ્રહ તથા ‘શાકુન્તલ'ને પાત્રનામે, પ્રસંગે વગેરેના ફેરફારો વડે અર્વાચીન સમયમાં ઢાળીને તૈયાર કરેલું રસલક્ષી રૂપાંતર 'શકુન્તલા રસદર્શન’ પ્રગટ થાય છે, પણ એ માત્ર ક્ષણિક ઝબકારો નીવડે છે. ૧૯૩૭ માં પ્રકાશિત કીર્તિદાને કમળના પત્ર” ૧૯૨૪-૨૫ માં “માનસી”માં લખાયેલી લેખમાળા છે. મુનશીના ‘ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર’ની સમીક્ષા નિમિત્ત આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યની સિદ્ધિ-સિદ્ધિનું રસાળ અને રમતિયાળ, પત્રરીલીએ કરેલું અરૂઢ અને મર્મગ્રાહી અવલોકન રજૂ થયું છે. ૧૯૨૨ માં “આપણા કેટલાક મહાજન' એ શીર્ષક હેઠળ ‘ગુજરાતમાં પ્રગટ થયેલાં અગ્રગણ્ય ગુજરાતીઓનાં નિજીદૃષ્ટિનાં અને નિખાલસ રેખાચિત્ર, ૧૯૨૬-૨૭ માં સુવર્ણમાલામાં પ્રગટ થયેલી 'મધુસૂદન' નામે અધૂરી નવલકથા તથા પ્રકીર્ણ લખા આદિ એમનું કેટલુંક લેખન ગ્રંથસ્થ થયું નથી. જ.કા. ઉમરીગર જમશેદજી રૂસ્તમજી: કવિ. એમણ કયાંક પારસી બોલીને મરોડ છતાં શાહનામાની ઢબે બે રચીને નીતિ-ભકિતયુકત કાવ્યસંગ્રહ ‘જમશી વાણી(૧૯૦૪) રરય છે. વળી, કલાપીના સંવાદને આધારે જેસલ-તોરલના રસંવાદને પદ્યરૂપ આપ્યું છે. પ.માં. ઉમાકાન્ત : જુઓ, પટેલ ઉમેદ ત્રિભુવન. ઉમિયાબહેન : ‘કવનમુકત ભજનાવલી - ૧'નાં કર્તા. નિ.. ઉમેદચંદ રવિચંદ: બળાહિત્યના પુનઃ ‘ગુલાબ'ના કર્તા. .િવા. ઉમેશ કવિ: જુઓ, મહેતા ઉમેશ ગૌરીશંકરે. ઉશનસ્ : જુઓ, પંડયા નટવરલાલ કુબેરદાસ. ઉષા (૧૯૧૮): કવિ ન્હાનાલાલની સર્જકતાનો એક નવો ઉન્મેષ દાખવતી, ગુજરાતની પહેલી ગણાવા પાત્ર લઘુનવલ. પ્રથમ દર્શનથી લગ્ન સુધીનાં, દિલને તડપાવતી જુદી જુદી ભાવરિથતિમાં નાયક “હુંનાં વાનર હૃદયસંવેદનનું ઊમિસભર અને કાવ્યમય ભાષામાં વાચકને સંભળાવાનું રહેલું બયાન એ આ સ્નેહકથા પ્રધાન આકર્ષણ છે. વચમાંના ઘણા તેમ જ છેલ્લા પ્રસંગના આલેખન દ્વારા ઉપસાવાતી રહેલી નાયકની સ્નેહમૂર્તિ ઉષાના ગુણ-વ્યકિતત્વની છબી પણ ઓછી આકર્ષક નથી. કથાની પૃષ્ઠભૂ આપણાં વ્રતો, ઉત્સવો, પર્વો વગેરે સહિતના ગુજરાતના સમાજજીવનની છે. ઉપાનાં લગ્ન એક શ્રીમંત કુટુંબના નબીરા સાથે મા-બાપ વડે જાય એમ ગોઠવીને કર્તા કથામાં વાસ્તવનો રંગ થોડોક લાવ્યા છે, પણ એ લક્ષ્મીપુત્રને પરાગવા ચાહતી પોતાની બેનપણીને માહ્યરામાં બેસાડી દઈ ઉપા માતા પિતાની સંમતિ જીતી લઈ અંતે નાયક સાથે ઇચ્છિત લગ્નથી જોડાય છે. અનેક સ્થળે કાવ્યકટિએ પહોંચતું તાજગીભર્યું, આલંકારિક ગદ્ય આ લદ ગદ્યકથાને કાવ્યાત્મક સાહિત્યકૃતિ બનાવે છે. અ.રા. ઉજા ફકીરચંદ મગનલાલ: બાળકાવ્યસંગ્રહ ‘બાલગીતથી (૧૯૮૨) ના કર્તા. .િવા. ઊઘડતી દીવાલ (૧૯૭૪): ચંદ્રકાન્ત શેઠનો અછાંદસ રચનાઓનો સંગ્રહ. વાતચીતની ભાષાના રોજિદા લહકા અને બંગવિનાદ તેમ જ કટાક્ષ વક્રતાના કાકુઓથી જાત સાથે વાત માંડતી આ કવિની આધુનિક ભાવમુદ્રાઓ ઘણીવાર તિર્થક કાવ્યમુદ્રાઓ બની શકી છે. અહીં આત્મવિડંબનાનું વલય સમાજ, સંસ્કૃતિ, ઈથર, ધર્મ અને રાજકારણને ઊંડળમાં લતું લનું અને ભાવવિશ્વ જન્માવે છે. ચાડિયો, મીંડુ, જોકર, કમાન્ડ એંજિન, દલો તરવાડી, ઢોલને ઢ, ભાભો સરહદના સૂબા – આ બધાં ‘ડિયા’નાં વિવિધ સ્વરૂપ છે. આત્મવિડંબના દ્વારા આત્મપરીક્ષણ અને આત્મશોધ નુ અહીં કારગત ૩૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy