SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ વકીલ રસિકલાલ મ.-- વડવાનલ વગડો : ભરત નાયકની ટૂંકીવાર્તા. વગડો અને એના વિવિધ પરિવશે. વરચે બુટ્ટી ઘડી વાંદરા-વાંદરીનાં મોતથી માંડી દાવાનલ ! વિસ્તરતા વર્તુળમાં પોતાને નિ:શેષ થતા જુએ છે એનાં વિશિષ્ટ વાર્ણન એમાં આલેખાયાં છે. વજાણી ચીમનલાલ હરજીવનદાસ : નવલકથાઓ ‘ચંદ્રસિહ અને ચંદ્રમુખી યાને સત્યાની સભ્યતા અને પતિવ્રતાના પ્રભાવ' (૧૯૧૬) તેમ જ ‘રમાકાંત (૧૯૧૬) તથા પદ્યકૃતિ ‘હદયઝરણાં' (૧૯૪૨)ના ફર્તા. વાણી શામળદાસ લક્ષણદાર : “કાવ્ય ત્રિવેણીકા'- ભા. ૧ વાળી કામળાદા (૧૯૦૪) ના કર્તા. મૃ.મા. વજ માતરી : જુઓ, અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન. વઝીર ગુલામહુસેન કાસમભાઈ : જીવનપ્રાંગાના રાંગ્રહ ‘ઝબકતા જીવનપ્રસંગો' (૧૯૫૪) ના કર્તા. ‘ફરતંત્ર અને નાટયકલા' (૧૯૩૨) અને ‘વા નાટક' (૧૯૩૪) નામક સંગ્રહ માં તેનો અભ્યાસી અને એકાંકીનાટયકાર રૂપે દેખાય છે. એમાં ‘નાટયકલા' નામના બા પાનના વિસ્તુત. લેખમાં એમણે નાટયકલાનાં વિવિધ પાસાંને અભ્યાર કર્યો છે; તા “ફરતંત્ર', પટના ખાડા', ‘ભાવનાની ભીંત’ અને ‘ભવ સુધારવા સમાજની ખાસિયતાનું પ્રતિબિંબ પાડતાં અભિનય નાટકો છે. એમાંય છપા અને બે પ્રવેશવાળું, રૂઢિચુસ્ત ધર્મનિષ્ઠ માનસ સમેત બાળલગ્નનિધિક વરવાળું, ધૂળ-હળવા કટાક્ષમય (હાસ્યથી સભર એકાંકી ‘મવ સુધારવા’ વધુ રંગમંચીય યોગ્યતા ધરાવે છે. આ ત્રણેયમાં સ્ત્રીપાત્ર નથી. આને મુકાબલે એકાંકી ‘ફરતંત્રમાં દીર્ઘસૂત્રી રાંવાદ અને ચર્ચાપાચર્યથી શિથિલતા આવી છે. ‘રાનંદા' (૧૯૪૪) એમની લઘુનવલ છે. ‘સાહિત્યરત્ન'- ભા. ૧-૨-૩ (૧૯૩૩), ‘કિશાર વાચનમાળા'ભા. ૧-૨-૩ (૧૯૩૯), ‘વાર્તાસંગ્રહ' (પૃ:પાબહેન વકીલ સાથે, ૧૯૪૩), ‘નવી કવિતા' (મનસુખલાલ ઝવેરી સાથે, ૧૯૫૨) તેથી, અંગ્રેજી ‘સિલેકટેડ વર્સ' (૧૯૩૯) એમનાં વિવિધ સંપાદન છે. ધ.મા. વકીલ રસિકલાલ મા.: ‘ગુજરાત’, ‘શાળાપત્ર’ અને ‘બુદ્ધિપ્રકાશ'ના તંત્રી. એમણે પોતાના દાદા સ્વ. હરિલાલ દામોદરદાસ વકીલ રસંક્ષિપ્ત જીવનચરિત્ર તળપદી પ્રતિભાનું નૂર' (૧૯૬૪) આપ્યું છે. મૃ.મા. વકીલ વિદ્યાબહેન : ૧૯૬૧ માં અન્ય સાથે લખેલી દીકરીને પ્રેમ અને બીજી વાતો', ‘ધુકુળદીપક અને બીજી વાતો', “સોનાનાં કંકણ અને બીજી વાતા’ વગરે બાળસાહિત્યની કૃતિઓનાં કર્તા. મુ.મા. વકીલ શહેરમાં કેખુશરૂ : નવલકથા “ફેલારીશ' (૧૯૨૦)નાં કર્તા. મૃ.મા. વકીલ શ્યામજી હરિરામ : 'ઝારાનું યુદ્ધ અને કરછની શર્યકથા (૧૯૩૫)ના કર્તા. મૃ.માં. વકીલ સાકરલાલ ડાહ્યાભાઈ : રોપ-અમેરિકાના પ્રવાસ' (૧૯૨૧) -ના કતી. મૃ.માં. વકતા પ્રવીણ : નાટક ‘ભારતના લાલ' (૧૯૪૯) તથા નવલકથા ‘પૂનીત પગલું' (૧૯૫૦)ના કર્તા. મુ.મા. વકતાણાકર ભીમભાઈ : નવલકથા “સતી જસમા' (૧૯૩૮)ના કર્તા. મુ.મા. વકગતિ : જુઓ, મડિયા ચુનીલાલ કાળિદાસ. વખારિયા મનેજ ગિરધરલાલ: નવલકથા 'મૃગજળ' (૧૯૬૨)ના કર્તા. મુ.મ. વઝીરાણી કાશમીરાબહેન: પૂર માતાના જીવન અને કવનને નિરૂપતું, સંતવાણી ગ્રંથાવલ- ૧૯ મું ચરિત્ર ‘લ્ય શ્રી માતા (૧૯૮૩) નાં કર્તા. ૨.ર.દ. વડગામા મંજુલા: પ્રવાસકથા “જાયું મેં યૂરોપ' (૧૯૬૬)નાં કર્તા. ૨.ર.દ. વડલા (૧૯૩૧) : કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક, એમાં કાવ્યતત્ત્વ, નાટ્યતત્ત્વ, સંગીત અને નૃત્યને. સમન્વય થયો છે, તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. વડલ'ની સૃષ્ટિમાં વૃક્ષે છે, પુષ્પ છે, સમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્ર તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત એ પ્રકૃતિની એક શકિત છે, તો વડલે તેની બીજી શકિત છે. આ બંને શકિતઓ એકબીજા સાથે ટકરાય છે. વડલે પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એને પરાભવ ભવ્ય લાગે છે. આ નાટક અનેકવાર ભજવાયું છે. એના પૂર્વાર્ધમાં કાર્યવેગ થોડો છે, તેમ જ એના કથાઘટકો પરસ્પર નિ:શેષપણ સંયોજાયા જણાતા નથી. આમ છતાં, ટાગોરના ‘ડાકઘર'ની જેમ આ નાટક અને એની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે. વૃ.૫. વડવાનલ (૧૯૬૩) : ધીરુબહેન પટેલની નવલકથા. અનાથ અંજના એનાં બાને ત્યાં અભ્યાસાર્થે આવે છે અને ફૈબાની સમવયસ્ક પુત્રી રેખા અંજનાની ઈર્ષ્યાને ભોગ થઈ પડે છે. અંજનાથી ત્રસ્ત એવી રેખાને ઉછેર રેખા પાસે અંજનાના ખૂનનું પગલું ભરાવ છે. જેલમાં રહેતી રેખા કોઈને મળવા ઉત્સુક નથી. પોતાની બાળકીને ખરી વિગતો મળી રહે એ હેતુથી પોતાના અંતરમાં ઊઠેલી ૫૩૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy