SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ - મેહનલાલજી-યંગ રોબર્ટ વિચારપ્રધાન કવિતા ધરી છે; અને સોનેટ જેવા કાવ્યપ્રકારને વિવિધ રીતે ખેડીને એને કલાત્મક રીતે ફલિત કર્યો છે. સૂક્ષ્મ આકારસૂઝ અને ભાષાકસબની સભાનતાથી કવિએ લાક્ષણિક રીતે કવિધર્મ બજાવ્યો છે. કવિતાવિષયક સૉનેટોમાં રસકોટિએ પહોંચતી અંગત વિભાવના; પ્રેમવિષયક સૉનેટમાં કલ્પિત પાત્રા દ્વારા વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ અને એથી પ્રગટ થતા ચિત્રાત્મક તેમ જ નાટ્યાત્મક કાવ્યોમેથો; મૃત્યુ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની સંવેદનાઓને ઉપસાવતાં સૉનેટોના અપૂર્વ ભાષાવિકારો ઉલ્લેખપાત્ર છે. સમાજ અને સરકારનું નિરૂપણ કરતાં સોનેટોમાં ઇતિહાસવિદ કવિનું વ્યવહારવાદી, બુનિયાદી, બુદ્ધિવાદી, યથાર્થવાદી ને વિશિષ્ટ રીતે અયવાદી વલણ અછતું નથી રહેતું. પ્રત્યેક ભાષાપ્રયોગની સાભિપ્રાયતા અંગેની સજગતા આ કવિની શકિત અને મર્યાદા છે. જૂનું પિયરઘર’, ‘વધામણી', ‘પ્રેમની ઉષા', યમને નિમંત્રણ” વગેરે સૌનેટ ગુજરાતી સાહિત્યની માર્મિક અને સીમાચિહનરૂપ કૃતિઓ છે. નાટકનાં ગાયન' (૧૯૧૫)ના કર્તા. નિવા. મેહનલાલજી: નીતિધર્મવિષયક પદ્યકૃતિ “આત્મહિતપ્રકાશદેહરા” (૧૯૨૬)ના કર્તા. નિ.વો. મોહિનીચંદ્ર: જુઓ, ભટ્ટ મેહનલાલ દલસુખરામ. મૌન (૧૯૬૬): હરીન્દ્ર દવે ગીત, ગઝલ, છંદોબદ્ધ અને અછાંદસ રચનાઓને સમાવત સંગ્રહ. ગીત આ સંગ્રહનું પ્રમુખ આકર્ષણ છે અને એમાં પ્રણયને ભાવ પ્રમુખ છે. કયારેક વૈયકિતક અને કયારેક રાધાકૃષ્ણની પ્રતીકાત્મકતા સાથે આ પ્રણયનાં ગીત મનહર લય દ્વારા, ભાષાની કહેવતકક્ષાએ પહોંચતા પંકિત-અવતરણ દ્વારા, સરલ છતાં વેધક અને મુગ્ધ અભિવ્યકિતઓ દ્વારા અત્યંત પ્રચલિત બન્યાં છે. ‘નજરું લાગી', ‘માધવ કયાંય નથી મધુવનમાં', 'રજકણ', 'કાનુડાને બાંધ્યો છે હીરના દોરે” જેવાં ગીતે તે ગુજરાતી સાહિત્યની સંપત્તિ સમાં છે. છંદબદ્ધ રચનાઓમાં પ્રારંભકાલીન ઓછપ છે; તા અછાંદસમાં આધુનિક બનવાની ધગશ વર્તાઈ આવે છે. “ખ્યાલ પણ નથી' ગઝલની સાદગી ધ્યાન ખેંચે છે. ચં.. મૌન બલોલી : જુઓ, પટેલ ચંદુલાલ જોઈતારામ. મૌનનાં ચૌદ પાતાળ : ક્ષણે ક્ષણે મૃત્યુ પામતા મનુષ્યના વિષાદને મનની શિલા નીચેથી વાચા દ્વારા વહાવી દેવાની ઇચ્છા રાખતો સુરેશ જોશીને લલિતનિબંધ. રાંટો. મૌલાબક્ષ ધીરેખાન(૧૮૩૩, -૭–૧૮૯૬): કવિ. જન્મ દિલ્હી પાસેના ચહડ ગામમાં. ગામઠી શાળામાં હિંદુસ્તાની પછી મરાઠી, ગુજરાતી, સંસ્કૃતને અભ્યાસ. પચ્ચીસ વર્ષ સુધી હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં ફરી સંગીતગ્રહણ. વડોદરાનરેશ ખંડેરાવ મહારાજે વડોદરા બોલાવી લીધેલા, પરંતુ પાછા નિઝામ રાજ્યમાં ગયેલા. ૧૮૮૬માં વડોદરામાં સંગીત પાઠશાળા સ્થપાતાં એના આચાર્યપદે. સંગીતાનુભવ’, ‘બાલસંગીતમાળા', 'સંગીત છંદોમંજરી', ‘ભગવંત ગરબાવળી’ વગેરે એમના ગ્રંથ છે. ચં.. હારાં સૅનેટ (૧૯૫૩) : બ. ક. ઠાકોરે ૧૯૩૫માં “હારાં સૅનેટ' નામે એક ચોપડી બહાર પાડેલી તેમાં તે તારીખ લગી સર્જાયેલાં સેનેટ સમાવેલાં, પરંતુ છ-એક વર્ષમાં એ ખપી જતાં ઘણા સુધારાવધારા સાથે નવી આવૃત્તિ અંગે કવિએ આયોજન કરેલું; એ સામગ્રી અને બીજી વધુ સામગ્રીને ઉપયોગ કરી કુલ ૧૬૪ સેનેટને આ સંપૂર્ણ સંગ્રહ ઉમાશંકર જોશીએ સંપાદિત કર્યો છે. હારાં સેનેટ’ સંગ્રહ છ વિભાગમાં વહેંચાયેલો જોઈ શકાય છે: કવિતા; પ્રેમ,મિત્રતા, બુર્ઝેગી, મૃત્યુ,શ્રદ્ધાઇતિહાસદૃષ્ટિ; સમાજ- દર્શન; સંસારની સુખદુ:ખમયતા. વિષયો જોતાં લાગે છે કે આ કવિએ પોચટ અને ભાવુક બનેલી અંગતતાની સામે બિનંગત હેડ સુસ્મિતા પરાશર, ‘મંધા' (૧૯-૯-૧૯૧૯): વિવેચક. જન્મ અમદાવાદમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૩૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૫૧ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૧ થી ૧૯૬૩ સુધી અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં અને ૧૯૬૩થી ૧૯૭૦ સુધી નવગુજરાત કોલેજમાં અધ્યાપન. ૧૯૭૦થી ૧૯૭૭ સુધી એ જ કોલેજમાં ખંડસમયનાં અધ્યાપક. ‘નરસિંહરાવદિવેટિયા: એક અધ્યયન (૧૯૫૨) અને ‘અધિગમ (૧૯૭૩) એમના વિવેચનપુસ્તકો છે. વૈતાલિક' (૧૯૮૭)માં એમણે મૃદુલાબહેન સારાભાઈની જીવળકથી આલેખી છે. “નરસિંહરાવનાં કાવ્યકુસુમ' (૧૯૫૮) એમનું સંપાદન છે. ચં.ટી. યજુર્વેદી: નવલકથા “સીમંતિની' (૧૯૩૩)ના કર્તા. મૃ.માં. યતિ મનસુખલાલ નેમચંદજી : બાલમિત્રસ્તવનાવલી,(૧૮૯૬)ના કર્તા. મૃ.મા. યતિ મુકુંદાશ્રમ : પદ્યકૃતિ “શ્રી તવાદર્શ' (૧૯૨૫)ના કર્તા. યતિ રાજેન્દ્ર સોમ: ‘શ્રી જિનગુણસ્તવનમાલા'- ભા. ૧(૧૯૯૯) -ના કર્તા. મૃ.માં. યશ ન. શાહ: ચંદ્રકાન્ત બક્ષીની પ્રયોગશીલ નવલકથા ‘આકારને અસ્તિત્વવાદી નાયક. ચંટો. કંગ રોબર્ટ : “ગુજરાતી વ્યાણ’, ‘વ્યાકરણ : અંગ્રેજી-ગુજરાતી” જેવાં વ્યાણવિષયક પુસ્તકો તથા ‘ઈ’ગ્લીશ-ગુજરાતી ડિકશનરી (૧૮૮૮)ના કર્તા. મુ.મા. ૫૦૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy