SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ મુહિબ –મૃત્યુ : એક સરરિયલ અનુભવ એમણે વિપુલ સંખ્યામાં નાટકો લખ્યાં છે અને રંગભૂમિ પર તે ભજવાયાં છે : “દેવકન્યા', “ઉર્વશી', 'કનકમંજરી', 'કુંદબા ળા', 'કોકિલા', “ચૈતન્યકુમાર', 'જયરાજ', રત્નાવલી’, ‘શકુંતલા', ‘શ્રીકૃષ્ણચરિત', 'સુદર્શન', સુંદરવેણી’, ‘સૌભાગ્યસુંદરી’ વગેરે. પરંતુ આ બધાંમાંથી ફકત એક જ નાટક ‘દેવકન્યા' (૧૯૦૯) છપાઈને પુસ્તકાકારે પ્રગટ થયું છે. મૃ.માં. મુલાણી હરિશંકર હરિલાલ : નાટક 'ભાભામિની' (૧૯૨૯) તથા ‘કા કે લક્ષ્મીના કર્તા. મુ.મા. મૂચિકાર : જુઓ, પરીખ રસિકલાલ છોટાલાલ. મૂળજી હીરજી : નાટક “સતી રત્નાકુમારી (અન્ય સાથે, ૧૯૭૩)ના કચેરીમાં કેશિયર. ૧૯૩૭માં કરાંચી ગયા. પાક મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળના પ્રમુખ. સાહિત્ય અને ઈસ્લામી ઇતિહાસ એમનાં રુચિક્ષત્ર રહ્યાં છે. ગુજરાતનાં ઘણાં સામયિકોમાં એમના સાહિત્ય-ઇતિહાસના લેખે પ્રગટ થયા છે. .ટી. મુહિબ : જુઓ, સૈયદ ઈબ્રાહિમ. મુંજ : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા 'પૃથિવીવલ્લભના નાયક. તૈલપ દ્વારા કેદ થઈ અંત હાથીના પગ તળ કચડા ની તૈલપની કઠોર બેન મૃણાલવતીના પ્રમ જીતતા ધારાનગરીના રસિક અને વીર રાજવી. - ચં.ટા. મુંજાલ મહેતા : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓ ‘પાટણની પ્રભુતા' અને 'ગુજરાતનો નાથ'માં ગુજરાતને સર્વોપરિ દેશ તરીકે સ્થાપવાનું સ્વપ્ન જાતે પાટણને પ્રતાપી અને કૂટનીતિજ્ઞ નગરશ્રેષ્ઠિ, ૨.ટી. મુંડિયા સ્વામી દયાનંદજી ગીરી : પદ્યકૃતિ 'મનપ્રબોધ ભજનાવલી' (૧૯૨૮)ના કર્તા. મૃ.મા. મૂક... કરોતિ (૧૯૫૩) : જયંતી દલાલ સોળ વાર્તાઓના સંગ્રહ. ઘટના કે પરિસ્થિતિ નહિ, વ્યકિતનું વલણ કે વર્તન અહીં દૃષ્ટિવર્તુળમાં છે. માનવીના મનના મરોડને, એના વૈચિથને આ વાર્તાઓ તાકે છે. “ભંગાર-ભંડાર’, ‘માગવા જોગ’, ‘હાફુસ, કોણ કહ્યું?” એ રચનાઓ એનાં ઉદાહરણ છે. “ઇલાજ”, “શાભ વૈષ્ણવની અને કલા પ્રભુની’ એ કૃતિઓમાં લેખકની સામાજિકરાજકીય નિસબત પણ જોઈ શકાય છે. વાસ્તવ અને વ્યંગ મળીને ક્યાંક ક્ષોભ ઉત્પન્ન કરે છે. ‘મનને માળો' સંવેદનથી સ્પર્શક્ષમ બની છે, તે ‘ગઠરીમં લાધા ચાર’, ‘સંપાદિત’, ‘છાંટા’ જેવી કૃતિઓ કટાક્ષ બનીને રહી જાય છે. ‘મૂકમ્ કરોતિ’ અને ‘યુગસંધ્યામાં અનુક્રમે પુરાણકથાનાં અને રિપતંજનાં લક્ષણો, તે મેં પાટિયું વાંચ્યું” અને “અસંપાદિતમાં પ્રયોગશીલતા ધ્યાનાર્હ છે. સાહજિક સુબદ્ધ સર્જનાત્મક ગદ્યના નમૂના પણ આ વાર્તાઓમાં ઠેરઠેર સાંપડે છે. ધી.મ. મૂઠી ચોખા : અનાજતંગી તથા ભૂખમરા વચ્ચે ભદ્રસમાજ અને કંગાલ ટોળા વચ્ચેના સંઘર્ષનું વિશિષ્ટ વર્ણન આપતી જયંતી દલાલની ટૂંકીવાર્તા. મૃ.માં. મૂળશંકર મયાશંકર : કરકસર વિશે નિબંધ ‘ગવડ ત્રીજા ભાઈ' (૧૮૯૩)ના કર્તા. મૃ.માં. મૂળસ નૂરમહંમદ મીઠા : પદ્યકૃતિ ‘ઝળકતી નેકી' (૧૯૩૧)ના કર્તા. મુ.મા. મૂળે ખંડેરાવ : ગુજરાતી ભાષા દ્વારા રાષ્ટ્રભાષાનો અભ્યાસ કરવામાં મદદગાર થાય એવું પુસ્તક હિંદી ભાષાનું સુગમ વ્યાકરણ' (અન્ય સાથે, ૧૯૩૮)ના કર્તા. મૃ.મા. મૃગયા (૧૯૮૩) : “અનુનય'ના પ્રકાશન પછીના સમયગાળાની, જયન્ત પાઠકની ઈકોતેર કાવ્યરચનાઓનો સંગ્રહ. વન, નદી, પહાડ અને વરસાદને અંકે કરતી કૃતિઓમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપને મૂર્ત કરતાં કરતાં કવિ સ્વચિત્તની ભાવક્ષણોને પણ ઉઘાડ આપે છે. વર્ણનની ચમત્કૃતિ આયાસપૂર્ણ નથી ત્યાં આસ્વાદ્ય છે. ફળવતી નદીને લક્ષ્ય કરીને લખાયેલી કેટલીક રચનાઓમાં આ સંગ્રહને વિશેષ પ્રગટયો છે. .. મૃણાલવતી : કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા પૃથિવીવલભ'માં પ્રણયસંદર્ભે મુંજની સામે મુકાયેલું તૈલપની સત્તાધીશ બહેનનું કઠોર પાત્ર. આ પાત્ર અંતે મુંજને પ્રેમવશ થાય છે. ચ.ટી. મૃત્યુ: એક મોટા મોઝેઈક રૂપે મૃત્યુને સાક્ષાત્કાર કરતું ગુલામમહોમ્મદ શેખનું કાવ્ય. ચં.ટી. મૃત્યુ: એક સરરિયલ અનુભવ : ગતિના પ્રતીક અશ્વરૂપે મૃત્યુનું વિશિષ્ટ સંવેદન આપનું અને દ્યોતક નાવિધ રચનું સિતાંશુ યશશ્ચંદ્રનું કાવ્ય. ચંટો. મૂલાણી મૂળશંકર હરિનંદ (૧-૧૧-૧૮૬૭, ૧૯૫૭) : કવિ, નાટકકાર. જન્મસ્થળ ચાવંડ. અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. સત્તરમે વર્ષે ધારીમાં તલાટી. ઓગણીસમે વર્ષે મુંબઈમાં ‘સત્યવકતા' સાપ્તાહિકમાં. મુંબઈ ગુજરાતી નાટક કંપની અને અન્ય નાટક મંડળીઓમાં પગારદાર લેખકને વ્યવસાય. ૪૯૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy