SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ મુનસિફ મદનલાલ લલુભાઈ–મુનિ માણેક ઓગણીસ વાર્તાઓના મરણા ર પ્રકાશિત સંગ્રહ “રફતદાન’ (૧૯૬૨)માં ‘રકતદાન' વાર્તા કલાત્મક છે. ચ.ટા. મુનસિફ મદનલાલ લલુભાઈ : ‘સુચિ અથવા સુખી સંસાર” (૧૮૯૩) તથા અનુવાદ “મોતીલાલ અથવા વંઠેલ છે કરો' (૧૯૯૯) અને ‘પ્રમદા અથવા સદ્ગુણી વહુ' (૧૮૯૯)ના કર્તા. મુન કમલ : પદ્યકૃતિ દયવિમલચરિત્ર પચીસી' તથા 'સ્તવનાવલી (૧૯૯૪) ના કર્તા. મુનિ ગંભીરવિજ્યજી : પદ્યકૃતિ 'પૂજા, ચાવીસી તથા સ્તવના’ (૧૮૮૭)ના કર્તા. વૃદ્ધિસિંહ પરમાર. ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાનની ઇરછાથી સ્થાનકવાસી જૈન સંપ્રદાયની દીક્ષા; ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા. આ જ વખતે જિનવિજય નામ ધારણ કર્યું. પાટણના જૈનાચાર્ય શ્રીકાતિવિજયજી પાસે સંસ્કૃત-પ્રાકૃત ભાષાસાહિત્યનો અભ્યાસ. આખરે સાધુવેશ ત્યાગી, મુકત થઈ અધ્યાપકજીવનને સંકલ્પ. ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરના આરંભનાં થોડાં વર્ષ આચાર્ય. ૧૯૨૮માં ભારતીય વિદ્યાના અભ્યાસ અર્થે જર્મની-પ્રયાણ. ૧૯૨૯માં પુનરાગમન. ૧૯૩૨ થી ૧૯૩૬ સુધી શાંતિનિકેતનમાં જૈનસાહિત્યના અધ્યાપક. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનના પુરાતત્વવિભાગના અધ્યક્ષ. ૧૯૫૦માં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્ડ નિયામક. ૧૯૬૭માં નિવૃત્ત. ફેફસાના કેન્સરથી અમદાવાદમાં અવસાન. પ્રાચીન ભારતીય સાહિત્ય અને સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધક આ લેખકે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યનું પાટણ, વડોદરા, પૂના વગેરે સ્થળાના સમૃદ્ધ ગ્રંગભંડારામાં રહેલી હસ્તપ્રતાને આધારે અધ્યયન સંશાધન કર્યું છે; અને સિંધી ગ્રંથમાલાના રાંપાદન હેઠળ ગુજરાતના ઇતિહાસની મહત્ત્વની સાહિત્યિક સાધનસામગ્રી પ્રકાશિત કરી છે. એમનાં સંપાદનામાં પ્રાચીન જૈન લેખસંગ્રહ'- ભા. ૧, ૨ (૧૯૧૮, ૧૯૨૨), પાલી ભાષાનો શબ્દકોશ “અભિધાનદીપિકા' (૧૯૨૪), ‘જેન ઐતિહાસિક ગુર્જરકાવ્યસંચય' (૧૯૨૬), પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ' (૧૯૩૧) વગેરે મુખ્ય છે. મુનિ ચંદ્રપ્રભાસાગરજી, ‘ચિત્રભાનું': એમની પાસેથી બાધક, પ્રેરક અને સરળ ભાષામાં લખાયેલી પ્રસંગકથાઓ અને વાર્તાઓના સંગ્રહો ‘ભવનું ભાતું' (૧૯૫૮), ‘બિંદુમાં સિંધુ' (૧૯૬૨) અને “કથાદીપ' (૧૯૬૨) મળ્યા છે. એમણે જેલના કેદીઓ સમક્ષ અને અન્યત્ર આપેલાં પ્રવચનાનો સંગ્રહ ‘હવે તે જાગો' (૧૯૫૯) તથા બંધન અને મુકિત'(૧૯૬૨)માં થયો છે. ઉપદેશાત્મક સુવાકયોના સંચયની પુસ્તિકા ‘પ્રેરણાની પરબ (૧૯૬૨) અને પ્રકૃતિસૌંદર્યના દર્શનથી જાગેલી ઊર્મિઓને પઘાત્મક ગદ્યકંડિકાઓમાં નિરૂપતી કૃતિ “ઊર્મિ અને ઉદધિ (૧૯૬૬) તેમ જ ‘સુધાર્પાદિની' (૧૯૪૬) જેવાં ચિંતનાત્મક સર્જનલક્ષી પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિ.વા. મુનિ ચિત્રવિજયજી : સાધુજીવનનું મહત્ત્વ નિરૂપનું પુસ્તક 'હું સાધુ કેમ થયો?' (૧૯૨૮)ના કર્તા. ૨.ર.દ. મુનિ ચિદાનંદજી : જીવનચરિત્ર “ભરતેશ્વર બાહુબલિ'-ભા. ૧-૨ (૧૯૮૦)ના કર્તા. મુનિ જેઠમલજી : ‘લવજી સવામીનું જીવનચરિત્ર' (૧૯૧૪)ના કતાં. મુનિ દેવેન્દ્ર: ચરિત્રકથાઓના સંગ્રહ “અતીતનાં અજવાળાં (૧૯૭૫) ના કર્તા. મુનિ છોટાલાલજી, ‘સદાનંદી': જીવનચરિત્ર “વિદ્યાસાગર’ -ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), સંવાદસંગ્રહ “મદાધે મસ્તી' (૧૯૧૭), મારી વીતકવાર્તા : એક સહૃદય વિધવાની આત્મકથા' (૧૯૨૦), કલાપીની અસર ઝીલતી પદ્યકૃતિ ‘લઘુકાવ્ય પચ્ચીશી' (૧૯૨૫), લઘુચરિત્રકાશ સમું ‘વંદનીય સાધુજન' (૧૯૪૮) તથા ‘સદુપદેશ કુસુમમાળા' (ન. આ. ૧૯૬૧) તેમ જ અર્ધમાગધીમાંથી અનૂદિત ગ્રંથ 'પ્રશ્નવ્યાકરણ'(૧૯૩૩)ના કર્તા. મુનિ નાનચંદ્રજી : પદ્યકૃતિ “આધ્યાત્મિક ભજનપદપુષ્પમાળા (૧૯૨૯), 'પ્રાર્થનાપદ' (૧૯૩૮) તથા ‘ચિત્તવિનોદ' (૧૯૫૮)ના કર્તા. મુનિ પુષ્કર : ઐતિહાસિક નવલકથાઓ ‘નારી નરથી આગળ (૧૯૭૭), 'પુણ્યને પ્રભાવ' (૧૯૭૮), ‘રાજકુમાર મહાબલ' (૧૯૭૮), ‘માનભંગ' (૧૯૭૯), ‘સતી પદ્મિની' (૧૯૭૯), ‘કર્મરેખા' (૧૯૭૯), વીરાંગદ સુમિત્ર; બાધક કથાઓનો સંગ્રહ “સફળ જીવન પાન (૧૯૬૭) તેમ જ પ્રવચનસંગ્રહ “જિંદગીને આનંદ' (૧૯૬૦) અને ‘જીવનને ઝંકાર' (૧૯૬૩)ના કર્તા. મુનિ જયપ્રવિજયજી, ‘જયકીતિ’: ‘બાલરામાયણ' (૧૯૫૯)ના કર્તા. મુનિ માણેક : પદ્યકૃતિ ‘મનહરમાળા તથા કુસુમમાળા' (૧૯૮૮), ‘સ્ત્રી શિયળવતી' (૧૯૧૧), “બાળબોધચોવીશી', ‘ચંપછીનું ચરિત્ર' (૧૯૧૨), ચરિત્રમાળા' (૧૯૧૨), “વિશ્વાનુભવ અને દર્પણશતક' (૧૯૧૨) વગેરેના કર્તા. મુનિ જિનવિજયજી (૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬) : જન્મ ઉદેપુર-મેવાડ જિલ્લાના રૂપાયેલી ગામે. મૂળ નામ કિશનસિંહ ૪૯૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy