SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ માલી ડેશી-માસ્તર છગનભાઈ પોચાભાઈ માવાણી ત્રિકમજી વિઠ્ઠલદાસ : શકિત પ્રમાણે જ ખર્ચ કરવાના ઉપદેશ કરતું આઠ પ્રવેશનું સામાજિક ફારસ મીસ્તર કુલણજીને હાસ્યરસ ફારસ' (૧૮૮૭) તેમ જબાસુંદી પુરીને હાસ્યરસ રમૂજી ફારસી પુરુષ ચરિત્ર ફારસ' (૧૮૯૧)ના કર્તા. ક.બ્ર. માસીને દે ફાંસી : બેકિંગ પાવડરને બદલે ઉંદર મારવાની દવા ભૂલમાં આપી છે એવું કેમિસ્ટના કહેવાથી ફિરોઝ પિતાને ત્યાં ઇસેલાં માસીજી મહેરબાઈને બચાવવા જતાં માસીજીની મિલકત ગુમાવે છે, પણ માસીજીથી છૂટકારો પણ મેળવે છે. એવા વિનોદ ફરતે રચાનું ફિરોઝ આંટિયાનું પારસી એકાંકી. ચંટો. માલી ડોશી : પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથા “માનવીની ભવાઈ'માં બે ભાઈઓનાં કુટુંબ વચ્ચે પhહનું અને કાળુરાજુના વિવાહવિરછેદનું કારણ બનનારું કુટિલ સ્ત્રીપાત્ર. ચં.ટો. માલેગામવાળા જરબાનું બરજોર : નવલકથા 'ઉછાંછળીને અંત’ (૧૯૩૫) અને તખમમાં તલેરામ' (૧૯૩૫) નાં કર્તા. નિ.. માવદીઆ જગજીવનદાસ : પ્રવાસપુસ્તક ‘દક્ષિણ ભારત પ્રવાસ (૧૯૫૪)ના કર્તા. નિ.વો. માવળંકર ગણેશ વાસુદેવ, દાદાસાહેબ માવળંકરે (૨૭-૧૧-૧૮૮૮, ૨૭-૨-૧૯૫૬) : જીવનચરિત્રલેખક. જન્મ - વડોદરામાં. ૧૯૦૪માં મૅટ્રિક. ૧૯૦૮માં બી.એ. ૧૯૧૨માં એલએલ.બી. ૧૯૧૩થી ૧૯૩૭ સુધી અમદાવાદમાં વકીલાત. ૧૯૨૮માં ઇંગ્લેન્ડ-યુરોપના પ્રવાસ. સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીનો પ્રભાવ. સ્વાતંત્ર્યના આંદોલનમાં સક્રિયતા અને અનેકવાર જેલવાસ. ૧૯૩૭માં મુંબઈ વિધાનસભાના અધ્યક્ષ. ૧૯૪૬માં કેન્દ્રીય વિધાનસભાના અધ્યક્ષ. ૧૯૫૨માં ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ. કુશળ સંસદવિદ. અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંલગ્ન. એમની પાસેથી “માનવતાનાં ઝરણાં' (૧૯૫૨), ગાંધીજી સાથેના જીવનપ્રસંગોને આલેખતું “સંસ્મરણો' (૧૯૫૪), મરણોત્તર પ્રકાશન જાહેરજીવનના સાથી' (૧૯૮૮) વગેરે ચરિત્રપુસ્તકો મળ્યાં છે. આ ઉપરાંત હૈયાને અજવાળે' (૧૯૫૫), ‘સ્પીકરનું પદ (૧૯૬૫), “મારા પુત્રને સલાહના બે બેલ' (૧૯૮૮) વગેરે પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિ.. માવળંકર પુરુષોત્તમ ગણેશ, રમેશ' (૩-૮-૧૯૨૮): નિબંધકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૪૯માં અર્થશાસ્ત્રરાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૫૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૫૩ દરમિયાન લંડન સ્કૂલ ઑવ ઇકોનોમિકસમાં સંસદીય સંસ્થાઓ વિશે સંશોધન. ૧૯૫૩માં એલ. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૦થી ૧૯૬૮ સુધી આચાર્ય. ૧૯૫૪ માં હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટયુટની સ્થાપના અને તેના નિયામક. ૧૯૭૨માં લોકસભાના સભ્ય. ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ‘અભ્યાસ માસિકના તંત્રી. ૧૯૭૦થી ૧૯૮૦ સુધી ગુજરાતી સાપ્તાહિક 'નિરીક્ષકના સ્થાપક-સંપાદક. શિક્ષણ અને લોકસેવાની અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન. એમની પાસેથી ‘પ્રોફેસર હેરલ્ડલાસ્કી' (૧૯૫૭), “વિચારધારાને યુગ' (૧૯૬૪), “વિમર્શ(૧૯૬૮), “વિવિધ વાયુપ્રવચનો (૧૯૬૯), ‘રાજયશાસ્ત્રવિચાર' (૧૯૭૦), ‘વિચારહેણ' (૧૯૭૧), લેકશાહીનું સ્વરૂપ'(૧૯૭૪) વગેરે પુસ્તકો મળ્યાં છે. “સંસદસભ્ય’ (૧૯૮૩) અને “સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૮૮) એમણે આપેલી પરિચયપુસ્તિકાઓ છે. નિ.. માસ્તર અલીભાઈ નાનજી : કવિતાસંગ્રહ ‘તારીફે સુલતાન મહમ્મદ’(૧૯૧૨)ના કર્તા. નિ.વા. માસ્તર એમ. ડી.: ખ્યાતનામ વ્યકિતઓની પ્રશસ્તિ કરતાં કાવ્યોને સંગ્રહ’ ‘કીર્તાિસંગ્રહ'- ભા. ૧ (૧૮૭૨)ના કર્તા. નિ.વી. માસ્તર કરીમ મહમદ (૧૮-૮-૧૮૮૪, ૨૧-૧૨-૧૯૬૨) : કવિ, સંપાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૦૦માં મૅટ્રિક. ૧૯૦૪માં બી.એ. ૧૦૭માં એમ.એ. ૧૯૧૦માં જૂનાગઢ હાઈસ્કૂલમાં હેડમાસ્તર. ૧૯૨૮માં રાધનપુર રાજયમાં યુડિશિયલ ખાતામાં. પછી જૂનાગઢ રાજયમાં જજ. એમનાં પુસ્તકોમાં ‘ઈસ્લામની ઓળખ' (૧૯૨૮), કરીમ મહમદનાં કાવ્યો અને લેખો(૧૯૩૬), 'કવિતાપ્રવેશ' (સંપાદન; હિંમતલાલ અંજારિયા સાથે, ૧૯૦૯) વગેરેને રામાવેશ થાય છે. ચં.ટા. માસ્તર કાસમજી સુલેમાન: કથાકૃતિઓ 'પ્રેમરત્ન' (૧૯૮૫), “સૂર્યપુરની રાજબાળા’(૧૯૦૭), ‘રસમય નીતિકથાઓ' (૧૯૧૧) વગેરેના કર્તા. નિ.વા. માસ્તર ખૂબચંદ કેશવલાલ: ‘જનગુણપુષ્પાવલી તથા ગહુલીસંગ્રહ’ (૧૯૪૦)ના કર્તા. નિ.વી. માતર ચીમનલાલ વિઠ્ઠલદાસ: બાળકોને માટે પ્રેરક બની રહે તેવી બોધક વાર્તાઓનો સંગ્રહ “વૈષ્ણવ બાલપયોગી સરસ મઝાની વારતાઓ' (૧૯૫૯)ના કર્તા. નિ.વા. માસ્તર ચુનીલાલ નાનાભાઈ: ‘શૂરા રાઠોડ નાટકનાં ગાયને” (૧૮૯૪)ના કર્તા. નિ.વા. માસ્તર છગનભાઈ પચાભાઈ: પુરષોત્તમ સ્વામીને રા' (૧૯૦૯)ના કર્તા. નિ.વા. ૪૭૮: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy