SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ મહેશ મસ્તકીર : 'શૂન, બ્લેકમેઇલિંગ, દાણચેરી તથા દામ્પત્ય જીવનના વિવાદ જેવી સમસ્યાઓને નિરૂપતી, રાતગિરિ અને બેલારૉયનાં પાત્રા ધરાવતી રહસ્યકથાઓ ‘સ્વનપ્રિયા’(૧૯૭૦), ‘મછપંચમી’(૧૯૭૦), આશ્લેષા'(૧૯૭૦) અને સોના (૧૯૭૦)ના કર્તા, ૨... મામદભાઈ રસૂલભાઈ : ત્રિઅંકી નાટક 'વિનવતી વિલાસચંદ્ર અથવા દગાખોર મિત્ર’(૧૮૯૭)ના કર્તા, 2.2.2. મળે ન મળે : અમદાવાદને અને વતનને છોડવાની વિયાગક્ષણની હતાશાને લય કરની આદિલ મન્સૂરીની જાણીતી ગા. ચૂંટો, મળેલા જીવ) : પનાલાલે પરંલની સીમાસ્તંભ નવલક, ઈડરિયા પ્રદેશના જાણીપરા અને પા ગામનાં પટેલ કાનજીનો ઘાંયજી જીવીની આ કરુણાન્ત પ્રેમકથામાં ‘એક પા લોહીના કોગળા અને બીજી પ। પ્રીતના ઘૂંટડા' છે. જાતિભેદ અને મોટાભાઈના કુટુંબની સોંપાયેલી જવાબદારીને કારણે કાનજી જીવીને અન્યત્ર પરણાવી વિચ્છેદ રહે છે. પોતાના વહેમી પતિથી વાજે આવી વી આપઘાત કરવા રોટલે વખ મેળવે છે ખરી, પરંતુ અકસ્માત એ રોટલા પતિથી ખવાઈ જતાં અને પતિ મરી જતાં જીવી ગાંડી બની જાય છે. છેલ્લે આવી સર્વનામ પામેલી વીને કાનજી પોતાનો જીવનમાં સંઘરે છે. ગ્રામીણ વાસ્તવનાં શુદ્ધ તળપદાં પરિબળો વચ્ચે વસ્તુવંગ અને મનોવિશ્લેષણની દુવિધ ભૂમિકાએ સમગ્ર સંસારના પર્યાયરૂપ ધબકતો આ સ્થાનિક બાસા કો પોતીકો છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ ને દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી કો, શકે તેવી બની છે.' ચં.ટો. મંગલ મંદિર ખાલા : નરસિંહરાવ દિવેટિયાની મુનિવર પરની કરણપ્રશસ્તિ 'ચરણસિંહનોનું અત્યંત પ્રશિષ્ઠ પ્રાર્થનાગીત. ચં.ટો. મંગલજી ભગવાનદાસ : પદ્યકૃતિ ‘કેસરીસિવિ’(૧૯૦૧)ના કર્તા. ... મંગલત્રિકોણ : બાળકના સાંનિધ્યમાં પ્રસન્નતાનો અનુભવ કરતા દંપતીને નિરૂપતું અને સુંદર ઉપમાચિત્ર આપનું રામનારાયણ વિ. પાઠક, ‘શેષ’નું કાવ્ય. મંગલદાસ કરશનદાસ મૂળજી : જીવનચરિત્ર ‘એક્કોનર’(૧૮૯૩) “ના કર્તા. ૨.૩.૬. મંગલદાસ જ. ગેહરધનદાસ: પ્રેમ, ભકિત, જીવનચિંતન તેમ જ પ્રાસંગિક વિષયોને અઝરમેળ માત્રામેળ છદોમાં નિરૂપનો સચિત્ર Jain Education International મહેશ મફકીર – મંજરી કાવ્યસરાહે 'હું ના કવિ તોપણ મારો આત્મા કવિતાઘેલા'ના કર્તા. ... મંત્રવિજયજી મુનિ (૧૮૭૩, ૧૯૪૨: વિ. જન્મ ગોંચમાં. પૂર્વાકામનું નામ મનસુખ. ૧૯૦૦માં દીક્ષા. એમણે પદ્યકૃતિઓ ધર્મપ્રદીપ', ‘ધર્મજીવનપ્રદીપ' તથા ‘અષ્ટપ્રકારી પૂજા’ ઉપરાંત ‘તત્ત્વાખ્યાન’-ભા. ૧-૨, ‘દ્રવ્યપ્રદીપ’, ‘સમભંગી પ્રદીપ', સમ્યકવપ્રદીપ' જેવા તત્ત્વજ્ઞાન સુધી આપ્યો છે. આ ઉપરાંત એમણે સંસ્કૃત ભાષામાં વ્યાકરણગ્રંથ ‘ધર્મદીપિકા’ તથા ‘જૈનતત્ત્વપ્રદીપ' પણ રચેલા છે. ... મંગલસૂત્ર: મંગલસુત્ર વેંચીને સાઇક્સ ખરીદી વાવતી માતાના વાસભ્યને કેન્દ્રમાં રાખીને ચાલતી કિશનસિંહ ચાવડાની આાત્મ કથાત્મક ટૂંકીવાર્તા, ચં.ટા. મંગળભાત (૧૧): મોહનદાસ કરમચંદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૯માં દર અવશિર્ય આશ્રમવાસીઓ માટે માથા પ્રવચનલેખોનો સંગ્રહ. ના લેખમાં એમણે સાજરમતી આશ્રમ વાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાવ્યું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તા આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવતા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતાના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખનું મુખ્ય લક્ષ્ય છે. ર.ગા. મંગેરા અહમદ ઈબ્રાહિમ, 'મત ગિરા'(૨૫-૧૯૩૪) : નવલા લેખક, વાર્તાલેખક. જન્મ કાંગવઈ જિ. વલસાડ)માં. ૧૯૬૫માં બી.ઓંડ. ૧૯૭૭માં એમ.ઍડ. જુદી જુદી માધ્યમિક શાળાઓમાં શિક્ષક અને આચાર્ય. ૧૯૪૪માં નિવૃત્ત. એમણે વાર્તાસંગ્રહ ‘સરવાળા’(૧૯૬૮), નવલકથા ‘આઠમો વાર’ (૧૯૭૯), વિવેચન ‘મહાકવિ ઈકબાલ’(૧૯૮૧) તથા સંપાદન ‘સમઝ અપની આપની’- ભા.૧, ૨૨૧૯૭૦, ૧૯૮૯) આપ્યાં છે. ૨.ર.દ. મંછુ શરાફ : વર્ગમાં ભણતા વિલક્ષણ સહાધ્યાયીનું સંવેદનાપૂર્ણ ચરિત્રચિત્રણ કરતો ચન્દ્રવદન ચી. મહેતાના નિબંધ, ચા. શિક મંજરી : કનૈયાલાલ માણેકલાલ મુનશીની સુપ્રસિદ્ધ નવલકથા ‘ગુજરાતનો નાથ’માં એના પરાક્રમી નાયક કાકને પહેલાં તછે.ડની અને પછી 'સૌભાગ્યના મમ' કહી ઉત્કટ પ્રેમથી અપનાવતી, રૂપગર્વિતા અને વિદ્યાસંપન્ન નાયિકાનું ઐતિહાસિક નહિ પણ લેખકનું કલ્પિત પાત્ર. ચં.ટા. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૯૧ www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy