SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ મહેતા રસિકલાલ હાથીભાઈ –મહેતા લાભુબહેન અમૃતલાલ (૧૯૬૬) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. પુરુષાર્થની પ્રતિમાઓ' (૧૯૬૮) એમનું અનુવાદપુરતક છે. નિ.. મહેતા રસિકલાલ હાથીભાઈ (૧૯૩૪) : નવલકથાકાર, વાર્તાકાર, જન્મ કચ્છ જિલ્લાના લાકડિયામાં. વતન ભુજ (કરછ). ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. લેખનને વ્યવસાય. ‘પ્રણયપ્રકાશ' (૧૯૬૨), “એક મધરાતે' (૧૯૬૫), “ધબકાર’ (૧૯૬૭), ‘ચંબલને ચિત્કાર'(૧૯૭૬) વગેરે એમની નવલકથાઓ છે. ‘ઋતુબહાર' (૧૯૬૬), ‘રોમાંચ' (૧૯૬૮) ઇત્યાદિ એમને વાર્તાસંગ્રહો છે. ‘એક હતો રાજા' (૧૯૭૬), 'રહસ્યાંગના' (૧૯૭૭) ઇત્યાદિ એમનાં નાટકો છે. ‘ભગવાન અને ઈન્સાન’ (૧૯૭૨) એમનું જીવનચરિત્રનું પુસ્તક છે. “ચાલો ચાંદામામાને ઘેર' (૧૯૬૬) ઇત્યાદિ એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે. મહેતા રાજચંદ્ર રવજીભાઈ, ‘શ્રીમદ્ રાજચંદ્ર (૧૧-૧૧-૧૮૬૭, ૯-૪-૧૯૦૧) : કવિ, ગદ્યલેખક. જન્મ મોરબીના વવાણિયા ગામમાં. આઠમા વર્ષથી કવિતાલેખનને ધર્મશાસ્ત્રોના અભ્યાસનો આરંભ. અસાધારણ યાદશકિતને કારણે ઓગણીસમા વર્ષથી જ શતાવધાની' તરીકે પ્રસિદ્ધિ પામ્યા. બાવીસમા વર્ષથી ઝવેરાતને ધંધે. ઘરમાં કૃષ્ણભકિતનું વાતાવરણ હોવા છતાં જૈન ધર્મ પ્રત્યે વિશેષ આકર્ષણ. વિવિધ ધર્મશાસ્ત્રોના અભ્યાસથી અદ્વૈત વેદાંતને સમર્થ વિદ્વાન અને સર્વધર્મસમન્વયના પ્રબોધક બન્યા. એમની આત્મશુદ્ધિ માટેની તીવ્ર ઝંખના તથા બિનસાંપ્રદાયિક અને સત્યગામી વિચારધારાને મહાત્મા ગાંધીજીએ પણ આદર કરેલે. તેઓ સંસારમાં રહીને જ જીવનસાધક સંતપુરુષ તરીકેનું જીવન જીવ્યા. તેત્રીસ વર્ષની વયે રાજકોટમાં અવસાન. એમની રચનાઓ ધર્મનીતિબોધક છે. દલપતરીતિના શતાવધાની શી કવિ તરીકે કાવ્યપ્રવૃત્તિ આરંભાયેલી. “મોક્ષમાળા' એમનું જૈન ધર્મના સિદ્ધાંતોની સરળ સમજૂતી આપતું પુસ્તક છે. શ્રીમદ્ રાજચંદ્ર-વચનામૃત સારસંગ્રહ' (૧૯૪૯) અને ‘રાજપ્રશ્નમાં એમનાં વ્યાખ્યાન, હિતબોધનાં ટૂંકાં સૂત્રાત્મક લખાણ, સંક્ષિપ્ત ચરિત્રકથા-પ્રસંગો, ભાવનાચિત્રો વગેરે સંગૃહીત છે. ધર્મ અને મેક્ષના પ્રતિબોધનું તથા સત્યશોધક ને ગુણગ્રાહક દૃષ્ટિએ વિવિધ ધર્મગ્રંથના કરેલા વાચન-મનનનું મિતાક્ષરી, સરળ અને કવિત્વપૂર્ણ શૈલીમાં આલેખન થયું છે; રસિક, જ્ઞાનમૂલક રૂપક-દૃષ્ટાંતોને યથોચિત વિનિયોગ પણ નોંધપાત્ર છે. એમનાં અન્ય પુસ્તકો ‘નમિરાજ' (૧૮૮૪), ‘સુબોધસંગ્રહ (૧૮૮૪), ‘ભાવનાબેધ' (૧૮૮૬), ‘મક્ષસિદ્ધાંત રોજનીશી' (૧૮૯૦), આત્મસિદ્ધિશાસ્ત્ર' (૧૮૯૬) તેમ જ મરણોત્તર પ્રકાશિત પુસ્તકો ‘ઊગમતે પ્રભાતે' (૧૯૫૮), ‘શ્રીમદ્ રાજચંદ્રની દૃષ્ટાંતકથાઓ' (૧૯૫૯), “સ્ત્રીનીતિબંધ’- ૧ વગેરેમાં ધર્મ અને વ્યવહારને સમન્વય તથા વિવિધ ધર્મોનાં સંતાન સમુચિત સમાદર છે. એમની ભાષા અર્થપૂર્ણ, હાર્દને વ્યકત કરનારી અને પરિકૃત છે; દાર્શનિક પરિભાષાના ઉપયોગથી કવચિત્ દુર્ગમ પણ અનુભવાય નિ.. મહેતા રાજેન્દ્ર મ. : દસ નાટકોનો સંગ્રહ ‘નૂતન શાલોપયોગી નાટકો' (૧૯૬૦)ના કર્તા. નિ.વા. મહેતા રામનારાયણ પ્રસાદરાય : કથાકૃતિ ‘મંદારપ્રભા અથવા સુવર્ણમાલિની' (૧૮૯૫)ના કર્તા. નિ.. મહેતા રામશંકર પીતામ્બર : મેઘરાજાની કૃપાયાચના માટે લખાયેલાં ભજન સંગ્રહ ‘હઠીલો અડસટ્ટો'(૧૯૧૧)ના કર્તા. નિ.વો. મહેતા રૂપા : અમેરિકાના પ્રવાસ દરમિયાન મળેલા અમેરિકન મિત્રોનાં પરિચયાત્મક શબ્દચિત્રો આલેખતું પ્રવાસપુસ્તક ‘સબસે ઊંચી પ્રેમસગાઈ' (૧૯૭૩)નાં કર્તા. નિ.વા. મહેતા લક્ષમણલાલ લા. : “આભનાં અજવાળાં' (૧૯૩૬) નામક કાવ્યસંગ્રહના કર્તા. નિ.વા. મહેતા લક્ષ્મીદાસ દેવીદાસ : પદ્યમાં લખાયેલી ચરિત્રલક્ષી કૃતિ મરહૂમ શેઠ સર આદમજી પીરભાઈ નાઈટનું જન્મચરિત્ર (૧૯૧૩)ના કર્તા. નિ.વા. મહેતા લજજારામજી (શર્મા) : “શ્રીમતી ભારતેશ્વરી મહારાણી વિકટોરિયા ચરિત્ર' (૧૯૦૨)ના કર્તા. નિ.વા. મહેતા લાભુબહેન અમૃતલાલ (૧૭-૧૨-૧૯૧૫): વાર્તાકાર, ચરિત્રકાર, બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં. વતન રાણપુર. ૧૯૩૭માં અંગ્રેજી વિષય સાથે મુંબઈની એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. સૌરાષ્ટ્ર', 'ફૂલછાબ', “અખંડઆનંદ', ‘જન્મભૂમિ પ્રવાસી', ગૃહમાધુરી” જેવાં દૈનિકો-સામયિકોમાં જીવનભર કટારલેખન. ‘શોધને અંતે' (૧૯૪૦), બિંદી' (૧૯૫૫), ‘મનીષા' (૧૯૭૮) ઇત્યાદિ એમના વાર્તાસંગ્રહોમાં મુખ્યત્વે કુટુંબજીવનમાં રહેતી ભદ્રવર્ગની સ્ત્રીની વિભિન્ન સ્થિતિઓને વિષય બનાવી રચાયેલી ભાવનાપ્રધાને ટૂંકીવાર્તાઓ છે. “પ્રણયદીપ' (૧૯૫૭) એમની સામાજિક નવલકથા છે. ‘કલા અને કલાકાર' (૧૯૬૫) તથા “કલાકારના અંતરંગ’ (૧૯૭૯)માં એમણે મુખ્યત્વે ભારત અને ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો, નૃત્યકાર અને કવચિત્ અન્ય કળાકારોની રૂબરૂ મુલાકાતને આધારે તે તે કળાકારોના અંતરંગ વ્યકિતત્વની છબી ઉપસાવી છે. પારસમણિના સ્પર્શ (૧૯૭૯)માં ‘ગાંધીજીના પ્રભાવથી જેમનું જીવન સમૃદ્ધ બન્યું છે એવા કેટલાક પુરુષોની મુલાકાત પરથી લખેલાં પ્રેરક ચરિત્રો છે. ‘મારા જીકાકા- મારું રાણપુર (૧૯૭૯)માં પોતાના પિતા અમૃતલાલ શેઠનું ચરિત્ર તથા પોતાના વતનનું સંસ્મરણ એમણે આલેખ્યાં છે. ‘અપંગ અવસ્થાના જીવનસંગ્રામની આનંદયાત્રા' (૧૯૮૧) પાંચ પ્રેરક છે. ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy