SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ મહેતા મ.– મહેતા માયાબહેન મહેતા મ. : નવલકથા “ડાદ ગૃહરથ અને જાપાની જાસૂસ” (અન્ય સાથે) ના કર્તા. મહેતા મનસુખરામ કૃષ્ણમુખરામ : વિવેચનગ્રંથ “કવિઓ અને તેમની કવિતા'ના કર્તા. મહેતા મનસુખલાલ દામોદર : સામાજિક ત્રિઅંકી નાટક ‘સુખનાં સ્વપ્નાં' (૧૯૨૮) તથા વાઘણ' (૧૯૨૯)ના કર્તા. મહેતા મકનદાસ હરજીવનદાસ : બાળવાર્તા ‘મેંતીની માળા' (૧૯૩૧) તથા પ્રેમચંદકૃત હિન્દી રચના ‘આહુતિ’ના અનુવાદના ફર્તા. મહેતા મગનલાલ રણછોડલાલ : ‘મદ્યપાન દુ:ખદક ચન્દ્રમુખી. નાટક' (૧૮૭૪)ના કતાં. મહેતા મગનલાલ હરિકૃષણ : ‘મહાભારતની નીતિકથાઓ' (બી. આ. ૧૯૨૨), ‘ભકિતચરિત્ર' તથા અનૂદિત પુસ્તકો ભારતના મહાન પુરુષા' (૧૯૧૪) અને ભારતની દેવીઓના કર્તા. મહેતા મનહરરામ હરિહરરામ (૧૮૭૭, ~): નાટયલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે પ્રાંગધ્રા અને રાજકોટમાં. ૧૮૯૩ માં મૅટ્રિક. ૧૮૯૯માં બી.એ. એમણે ‘શિવાજી અને અફઝલખાનનું યુદ્ધ' (૧૯૫૧) નામનો પવાડો, ‘પરશુરામ વિજય’(૧૯૨૩) નામનું નાટક તથા ‘બાલકાંડ' (૧૯૧૨) અને “મેઘદૂત' (૧૯૪૨) નામના અનુવાદો આપ્યા છે. મહેતા મંજુલા : પ્રવાસકથા યુરોપની યાત્રાના આનંદ' (૧૯૭૩)નાં કર્તા. મહેતા માણેક દારાશાહ: ‘દિવ્યપ્રેમનું પુષ્પ, આત્મજ્ઞાનનું અમૃત યાને દિવાને માણક’ - ભા. ૧, ૨ (૧૯૫૮, ૧૯૭૧) ના કર્તા. મહેતા મણિભાઈ જશભાઈ (૧૮૪૪, ૧૯૬૮) : ગદ્યકાર. જન્મ નડિયાદમાં. અંગ્રેજી અભ્યાસ નડિયાદમાં શરૂ કરી અમદાવાદમાં પૂરો કર્યો. ૧૮૬૮માં અમદાવાદના જજની કોર્ટમાં હેડકલાર્ક. ૧૮૭૦માં જૂનાગઢમાં ન્યાયખાતાના અધિકારી. ૧૮૭૨માં પાલનપુર એજન્સીમાં નેટિવ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ. ૧૮૭૩ માં વડોદરાના નેટિવ આસિસ્ટન્ટ રેસિડન્ટ. ૧૮૭૬ માં કરછનું પ્રધાનપદ. ૧૮૯૦માં મહારાજા સયાજીરાવે એમને મુખ્યપ્રધાનપદ પેલું. ‘શૈકસપિયર કથાસમાજ' (અન્ય સાથે), ‘મુસલમાની કાયદા' અને રાજ્યનીતિ' એમનાં પુસ્તક છે. ચાંટો. મહેતા મણિલાલ નુ.: કબીરના જીવનની વાસ્તવિક ઘટનાઓ અને તેમના જીવનદર્શનની ઝાંખી કરાવતું પુસ્તક “કબીરસાહબ' (૧૯૫૦) તથા સંપાદન 'કબીરસાહેબનાં ભજના' (૧૯૫૬) ના ૨.ર.દ. મહેતા મણિલાલ હરિલાલ : પદ્યકૃતિ માંઘવારીની મહાકાણ' (અન્ય સાથે, ૧૮૭૭)ના કર્તા. મહેતા માણેકલાલ ત્રિકમજી : સંસાર સ્વરાજ્ય યાને બહાદુર બાળાઓ'(૧૯૩૧) તથા “ચકિશાર યાને ચન્દ્રના સંસારપ્રવાસન કર્તા. મહેતા માણેકલાલ પ્રાણશંકર : “મહાકાળી આખ્યાન' (અન્ય સાથે, ૧૮૯૩)ના કર્તા. કર્તા. મસા મહેતા માણેકલાલ લલુભાઈ : પદ્યકૃતિ ‘જગદંબા તવન’ હ , (૧૯૦૬)ના કર્તા. મહેતા મણિશંકર પ્રાણશંકર : પદ્યકૃતિ અંબિકારતુતિ અને આરાસુરનું વર્ણન' (૧૯૧૩) ના કર્તા. મહેતા મણિશંકર ભીમજી : સમય, સુખદુ:ખનું સમત્વ, વાર્થ, સ્નેહ અને પરસ્ત્રીગમન જેવા વિષયોને નિરૂપતા નિબંધ સંગ્રહ ‘મણિનિબંધમાળા' (૧૯૦૫) ના કર્તા. ૨.ર.દ. મહેતા મધુરિકા : ‘રાસરજની' (૧૯૩૩)નાં કર્તા. મહેતા માનશંકર પીતામ્બરદાસ (૨૧-૩-૧૮૬૭, ૧૬-૮-૧૯૩૭) : જીવનચરિત્રલેખક, નિબંધલેખક. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. ૧૮૮૪માં મૅટ્રિક. પ્રિવિયસમાંથી અભ્યાસ અધૂરો મૂકી ભાવનગર રાજ્યના વસુલાતખાતામાં જોડાઈ શ્રમશ: બઢતી મેળવી વહીવટદાર. ૧૯૧૮માં નિવૃત્ત. ભાવનગરમાં અવસાન. એમણે ‘રાજા છબીલારામબહાદુર અથવા નાગરવીર સમક', ‘મેવાડના ગુહિલો' (૧૯૨૮) જેવાં ચરિત્ર તથા ‘નીતિવિચાર” (૧૮૮૦), 'સત્ય' (૧૮૮૦) અને 'જનસ્વભાવ' (૧૮૮૦) જેવા નિબંધસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત વાકયસુધા' (૧૮૯૦), ‘વેદાન્તસાર' (૧૮૯૦), ‘નાગરી લિપિ અને નાગરો' (૧૯૧૨) જેવા અનુવાદો પણ એમણે આપ્યા છે. મહેતા મનસુખભાઈ કીરતચંદ : “શ્રીમદ્ રાજચન્દ્રની જીવનરેખા' (૧૯૪૯)ના કર્તા. ૨.રે.. મહેતા માયાબહેન : બાળવાર્તા મેઘધનુષ્ય' (૧૯૫૧), સચિત્ર બાળવાર્તાઓ ‘આકાશનું સસલું', 'કબૂતર અને ઉદર’, ‘કચકચિયો ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy