SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ મહેતા નૃસિહગિરિ મણિગિરિ – મહેતા પ્રબોધ પ્રાગજી (૧૯૧૯)ના કર્તા. યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગમાં અધ્યાપક. ‘નિર્વાણ' (૧૯૮૮) એમને, આધુનિકતાની અભિજ્ઞતા દર્શાવતે કાવ્યસંગ્રહ છે. 'પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’(૧૯૮૭) એમનું સંપાદન છે. ચં.ટો. મહેતા નૃસિહગિરિ મણિગિરિ : જીવનને ઉન્નતગામી બનાવવા માટે માર્ગદર્શક બની રહે તેવા નિબંધને સંગ્રહ ‘જીવનનાં ચડાણપુસ્તક ૩ અને ૪(૧૯૬૪)ના કર્તા. | નિ.વી. મહેતા નૌતમકાંત જાદવજી, “નૌતમકાન્ત’, ‘મસ્ત અમીર’, ‘મામાં મુરલીધર’, ‘સાહિત્યવિલાસી’, ‘સુદર્શન' (૨૪-૧૦-૧૮૯૯, -): નાટકકાર, નવલકથાકાર. જન્મ રાજકોટમાં. પાંચ ધોરણ સુધીને અભ્યાસ. એમની પાસેથી ‘સિંહસંતાન' (૧૯૩૧), 'કયાં સુધી?” (૧૯૩૨), ‘સમરશકિત' (૧૯૩૨), 'વિજયનાદ (૧૯૩૪) વગેરે નાટકો તથા “અંજામ અભણનો' (૧૯૨૬) એકાંકી મળ્યાં છે. અપરાધિની' (૧૯૩૦), “વાંક વિનાની' (૧૯૪૦) અને “અણહિલવાડને યુવરાજ’ - ભા. ૧, ૨ (૧૯૪૧, ૧૯૪૨) એમની નવલકથાઓ છે. નિ.વો. મહેતા પરશુરામ હરિસુખરામ : ધર્મ અને નીતિબોધક લેખને સંગ્રહ “સ્વધર્મ' (૧૯૦૦) તેમ જ “સંસારયાત્રા' (૧૯૦૨)ના કર્તા. નિ.વા. મહેતા પી. જે.: નાટયકૃતિ “શયતાની સમશેર' (૧૯૩૨)ના કર્તા. નિ.. મહેતા પુરુરામ ગોકુલદાસ: સ્તુતિ તથા ભજન સંગ્રહ ‘શ્રી મહાલક્ષ્મી વાઘેશ્વરી સ્તવન (૧૯૦૧)ના કર્તા. નિ.. મહેતા પુરુષોત્તમ પ્રાગજી (૧૬-૪-૧૯૧૫) : નવલકથાકાર. જન્મ જૂનાગઢમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. ગુરુકુળ મહિલા કોલેજ, પોરબંદરમાં અંગ્રેજીના અધ્યાપક અને પ્રિન્સિપાલ. એમની પાસેથી નવલકથાઓ “અંશુ' (૧૯૪૦), ‘પ્રેરણા' (૧૯૪૨) અને 'શ્રીહર્ષ' (૧૯૫૨) મળી છે. અંગ્રેજી ભાષામાં કેટલાંક વિવેચનપુસ્તકો એમણે લખ્યાં છે. મહેતા પુષ્પાબેન જનાર્દનરાય દેસાઈ પુષ્પાબેન હરપ્રસાદ (૨૧-૩-૧૯૦૫, ૨-૪-૧૯૮૮): નવલકથાકાર. જન્મ પ્રભારપાટણમાં. પ્રારંભમાં કે ઈ વિધિપૂર્વકનું શિક્ષણ નહીં, પરંતુ લગ્ન બાદ કર્વે યુનિવર્સિટીમાંથી સ્નાતક અનુસ્નાતક કક્ષાનો અભ્યારા. શિક્ષણથી આરંભી જયેતિસંધ અને અમદાવાદ વિકાસગૃહની નારી પ્રવૃત્તિઓમાં સક્રિય. સામાજિક કાર્યકર. રાજ્યસભાપદે તેમ જ પ્રધાનપદે પણ રહી ચૂકેલાં. ૧૯૫૫માં પદ્મભૂષણ અને ૧૯૮૩ માં જાનકીદેવી બજાજ ઍ ડુબી રોમાનિત. ૨મદાવાદમાં અવસાન. ‘ખડ ખૂટ્યાં' (૧૯૮૫) એમની સૌરાષ્ટ્રના ભ્રમણશીલ માલધારીઓના દુષ્કાળસમયના જીવનસંઘર્ષને નિરૂપતી નવલકથા છે. ચંટો. મહેત પ્રકાશ ભૂપતરાય (૨૨-૧૦-૧૯૩૮) : વિવેચક. જન્મસ્થળ મુંબઈ. વતન ભાવનગર. અંગ્રેજી-ગુજરાતી વિષયો રળે બી.એ. ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૫થી આવત સુધી વિવિધ કોલેજોમાં ગુજરાતીના વ્યાખ્યાતા. બળવંતરાય ઠાકોર (૧૯૬૪) એમની પરિચયપુરિતકા છે. અન્વીતિ' (૧૯૭૮) વિવેચનસંગ્રહના બે વિભાગ પૈકી પહલામાં પ્રો. ઠાકોર વિશેના લેખે અને બીજામાં વિશિષ્ટ કૃતિઓ તથા સર્જકોનાં મૂલ્યાંકને આપેલાં છે. ‘સંચયિતા’ (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાથે) અને “વાર્તાસૃષ્ટિ'- ભા. ૧, ૨ (ભાનુબહેન વ્યાસ સાથે) એમનાં સહસંપાદને છે. પ.માં. મહેતા પ્રતાપરાય ગિરધરલાલ(-, ૧૮-૮-૧૯૭૧) : કવિ. ૧૮મપુર મેટલ વકર્સના મુખ્ય સંચાલક, રાજસ્થાનને લલિતકલા અકાદમીના પ્રથમ અધ્યક્ષ. બેંગલોરમાં દીપક કેબલ કંપનીની સ્થાપના. બાળકો માટે સંગ્રહસ્થાનની રચના. ખગળના જ્ઞાનપ્રસાર માટે જહેમત. વૈજ્ઞાનિક અને જ્ઞાનપ્રદ રમકડાં તથા સાધનોની સુવિધાના હિમાયતી. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ તરફથી ‘રાજરત્ન’ને. અને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી'ને ખિતાબ. બંગલામાં હૃદયરોગથી અવસાન. એમની પાસેથી ગીત-સંવાદનો સંચય “દિવ્યદર્શન અને ગીતા” (દેલવાડાકર ગોપાળજી કલ્યાણજી સાથે, ૧૯૨૨) મળ્યો છે. નિ.વા. | નિવે. મહેતા પુરુષોત્તમ લલ્લુભાઈ : નવલિકાસંગ્રહ “રત્નગ્રંથિ અથવા ટૂંકી વાર્તાઓ’ અને ‘સંસાર સાર કે અસર?” (મહેતા રણછોડજી હીરાલાલ સાથે, ૧૯૦૩) તથા ચરિત્રલક્ષી પુસ્તક “શૂરવીર સ્ત્રીઓ” (૧૯૦૧) તેમ જ બંગાળી નવલકથા તરુણ તાપસી’ને અનુવાદ ‘પ્રભાવતી વા પતિપ્રિયા' (૧૮૯૯)ના કર્તા. નિ.. મહેતા પુષ્કરરાવ વામનરાવ : નવલકથા “આપઘાત કે ખૂન?” મહેતા પ્રફુલ્લચંદ્ર નર્મદાશંકર (૩-૨-૧૯૩૬) : વિવેચક. જન્મ વતન મહેસાણા જિલ્લાના વાલમમાં. ૧૯૫૯માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૮૩માં પીએચ.ડી. અમદાવાદની હ. કા. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘ગુજરાતી નાટકોમાં સમાજચિત્ર' (૧૯૮૪) એમનો શોધનિબંધ છે. એમના અન્ય કેટલાક વિવેચનલેખે પણ પ્રગટ થયા છે. જ.ગા. મહેતા પ્રબોધ પ્રાગજી (૧૬-૪-૧૯૧૫) : નવલકથાકાર, વાર્તાકાર, ૪૫૮ : ગુજરાત સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy